ગુજરાતના નવાનગરના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહે દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ભારત પોતે આઝાદ ન હતું છતાંય લગભગ 1000 જેટલા પોલિશ શરણાર્થીઓ ને આશરો આપ્યો. આ શરણાર્થીઓ અહીં વર્ષ 1942 થી 1946 સુધી માન અને આઝાદી સાથે રહ્યા. બાલાછડીના કેમ્પ માં રહેલ શરણાર્થીઓના દિલ માં હજુય આ કથા જીવંત છે.
ભારત -પોલેન્ડના ઐતિહાસિક સંબંધ પે બનેલ દસ્તાવેજી ફિલ્મ 'A Little Poland in India' એ બાલાછડીમાં રહેલ પોલિશ શરણાર્થીઓની અહીં ગુજારેલ જીવનની ઝાંખી કરાવે છે. પોલેન્ડના વોરસો માં સ્થાયી થયેલ આ ઉંમરલાયક શરણાર્થી તેમના "ઘર " જામનગર સાથે જોડાયેલ લાગણીભરી યાદો - વાતો અહીં વહેંચે છે.
બાપુ તરીકે પણ ઓળખાતા જામ સાહેબની છત્રછાયા માં તેમને મળેલ પ્રેમ , સવેંદનશીલતા અને સુરક્ષા એ તેમના અહીં રહેવાસના 4 વર્ષોને જીવનના સોનેરી વર્ષો બનાવી દીધા.
અહીંના વસવાટ અને પ્રેમ થી તેમના બદલાઈ ગયેલ જીવનને યાદ કરતા કરચલીવાળા ચહેરા પર સ્મિત આવે છે, થાકેલી આંખોમાં ચમક દેખાય છે. આ વાર્તા છે 'A Little Poland in India'ની.