ન્યૂઝીલેન્ડના ક્રાઇસ્ટચર્ચ શહેરમાં શુક્રવારે બપોરે ગનમેન દ્વારા બે મસ્જિદોમાં કરવામાં આવેલા અંધાધૂંધ ગોળીબારમાં મોટી સંખ્યામાં જાનહાનિ થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે.
ન્યૂઝીલેન્ડના પોલિસ કમિશ્નર માઇક બુશે વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે પોલિસે એક વ્યક્તિની ધરપકડ કરી છે પરંતુ બીજા ગનમેન વિશે કોઇ જાણકારી નથી.
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ ઘટનામાં મોટી સંખ્યામાં જાનહાનિ થઇ છે.
શૂટિંગ કરનારા 28 વર્ષિય વ્યક્તિની ઓળખ બ્રેન્ટોન ટેરેન્ટ તરીકે થઇ છે. તે વ્યક્તિએ ફાયરિંગ કરતો વીડિયો પણ લાઇવ કર્યો હોવાનું જાણવા મળ્યું હતું.
ન્યૂઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિન્ડા આર્ડેને જણાવ્યું હતું કે, આ ન્યૂઝીલેન્ડના ઇતિહાસનો કાળો દિવસ છે. જોકે તેમણે ઘટનામાં મૃત્યુ પામેલા લોકોનો આંકડો જાહેર નહોતો કર્યો પરંતુ ભોગ બનનારની સંખ્યા વધુ હોવાનું જણાવ્યું હતું.

Armed police patrol outside a mosque in central Christchurch. Source: AAP
પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે, ફાયરિંગ કરનારા ગનમેને આર્મીના કપડા ધારણ કર્યા હતા અને તે પોતાની ઓટોમેટિક રાઇફલ દ્વારા મસ્જિક અલ નૂરમાં પ્રવેશ્યો હતો જ્યાં સેંકડો લોકો પ્રાર્થના કરી રહ્યા હતા.
બીજું ફાયરિંગ લીનવૂડ એવન્યુ ખાતે આવેલી લીનવૂડ મસ્જિદમાં થયું હતું.
ન્યૂઝીલેન્ડના લોકોને સાવચેત રહેવા જણાવાયું
ઘટનાના પગલે ન્યૂઝીલેન્ડના લોકોને સાવચેત રહેવાની અપીલ કરવામાં આવી છે અને શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે. સમગ્ર ન્યૂઝીલેન્ડમાં લોકોને સૂચના ન મળે ત્યાં સુધી કોઇ પણ મસ્જિદથી દૂર રહેવા પણ જણાવાયું છે.
ઓસ્ટ્રેલિયાએ ઘટનાની નિંદા કરી
ઓસ્ટ્રેલિયન સરકારે આ ઘટનાની નિંદા કરી છે. પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને પોતાની ટ્વિટમાં જણાવ્યું છે કે આ એક ભયાનક ઘટના છે. ન્યૂઝીલેન્ડના લોકો પ્રત્યે અમારી સંવેદના તથા પ્રાર્થના વ્યક્ત કરું છું.
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમનો બચાવ
બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ હાલમાં ન્યૂઝીલેન્ડના પ્રવાસે છે ત્યારે શુક્રવારે બનેલી ઘટના બાદ પત્રકાર મોહમ્મદ ઇસ્લામે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે બાંગ્લાદેશની ટીમ હેગ્લે પાર્ક ખાતેની મસ્જિદમાં થયેલા ફાયરિંગ બાદ પાછળના દરવાજેથી સુરક્ષિત રીતે નીકળી ગઇ હતી. જ્યારે, ક્રિકેટર તમિમ ઇકબાલે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે સમગ્ર ટીમનો આબાદ બચાવ થયો છે. આ ખરેખર ભયાનક અનુભવ હતો.
Any Australian citizens who require consular assistance, or families concerned about the welfare of citizens should contact +6444736411 or +61262613305.
Share

