પશ્ચિમ ઓસ્ટ્રેલીયામાં ગુજરાતીઓની ધંધાકીય કુનેહ અને કોઠાસૂઝનો ઝળહળતો દાખલો

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાની સૌથી મોટી પ્રિન્ટિંગ કંપનીઓમાં મોખરે છે ગુજરાતી પરિવાર દ્વારા સ્થાપિત અને સંચાલિત ક્વોલીટી પ્રેસ, જ્યાં ૧૬ દેશોની નેશનાલિટી ધરાવતા લોકો સાથે મળીને કામ કરે છે.

Quality Press employees with the 2017 PICA awards

Quality Press employees with the 2017 PICA awards Source: Amit Mehta

કોઠા સૂઝ, માણસાઈ પર વિશ્વાસ અને સાહસિક વૃત્તિ ધરાવતા ગુજરાતી કેનયન સદ્ગૃહસ્થ પોતાના દીકરાઓને એજ્યુકેશન માટે ઓસ્ટ્રેલિયા મુકવા આવ્યાને ઓસ્ટ્રેલિયાના પ્રેમમાં પડી ગયા.કિશોરકાકાએ અહીં સ્થાઈ  થવાનો  મનસૂબો કર્યો. તેમણે સ્થાપેલ કંપની એ “૨૦૧૭ પાઈકા” એટલે Printing  Industry  Craftsmanship Award માં ૮ ગોલ્ડ,૫ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે. અલગ અલગ ૧૬ રાષ્ટ્રોના નાગરિકત્વ ધરાવતા ૬૫ જેટલા લોકો સાથે અહીં આ ક્વોલિટી પ્રેસ અત્યારે તો ઇન્ટરનેશનલ સર્ટિફિકેટો ધરાવતી વેસ્ટર્ન  ઓસ્ટ્રેલિયાની સહુથી મોટી પ્રિન્ટિંગ કંપનીનો ઇતિહાસ પ્રેરણાત્મક અને રસપ્રદ છે.

૨૦૧૭ Printing Industry Craftsmanship Awardsમાં ૮ ગોલ્ડ,૫ સિલ્વર અને ૪ બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.

કિશોરભાઈ અને સુશીલાબેન શાહ કેન્યામાં તેમના પરિવાર સાથે રહીને white goods નો વ્યવસાય કરતા હતા. ૧૯૯૫ની આસપાસ તેમણે પોતાના દીકરાઓના ઉચ્ચ અભ્યાસ માટે સ્થળાંતર કરવાનું વિચાર્યું.૧૯૫૫-૫૬ માં તેઓએ ઓસ્ટ્રેલિયાથી વોશિંગ મશીનો  મંગાવ્યા હતા અને આમ તેઓ છેક તે સમય થી ઓસ્ટ્રેલિયા સાથે અનાયાસે આડકતરી રીતે જોડાયા હતા.

સમય જતા તેમનો  મોટો પુત્ર  આતીશ શાહ આગળ અભ્યાસ માટે U.K  ગયો અને એકાઉન્ટન્સીમાં ઉચ્ચ અભ્યાસ કર્યો. તેઓ U .K  હતા તે દરમ્યાન પરિવાર સાથે વાત થતી હતી.આતીશભાઈના બે નાના ભાઈઓ અમિત તથા મનીષ, તેમને પણ આગળ અભ્યાસ કરવાનો સમય આવી ગયો હતો.
આપણે વેધર અને અભ્યાસ બંને સારા હોય તેવા પ્રગતિશીલ દેશમાં અમિત અને મનીષને મોકલવાનો વિચાર કરીએ.
આતીશભાઈ એ એમના પિતાને કહ્યું કે આ ઇંગ્લેન્ડમાં ઠંડી વધારે છે તો આપણે વેધર અને અભ્યાસ બંને સારા હોય તેવા પ્રગતિશીલ દેશમાં અમિત અને મનીષને મોકલવાનો વિચાર કરીએ. ઓસ્ટ્રેલિયામાં વ્યયવસાય સાથે જોડાયા હોવાથી કિશોરેભાઈ તેમના બંને નાના પુત્રોને વધુ અભ્યાસ માટે પર્થમાં મુકવા આવ્યા અને અભ્યાસ માટે એડમીશન ઉપરાંત રહેવાની વ્યવસ્થા કરીને પરત ગયા.

આ બંને ભાઈઓ અહીં અભ્યાસ કરતા હતા અને અનુકૂળતા મુજબ પાર્ક માં ચાલવા જતા હતા. ત્યાં તેમને મધ્ય ગુજરાતના રમેશભાઈ  પટેલના પરિવાર સાથે ઓળખાણ થઇ. (હાલ માં તેઓ સેમી રિટાયર્ડ છે અને તેમનો પુત્ર નીરવ સક્રિય છે.) અજાણ્યા દેશમાં ગુજરાતીને જોઈ સ્વાભાવિક જ વાતચીત થઇ ઓળખાણ થઇ, બંને ભાઈઓ એ તેમના પિતા બિઝનેસ માટે ઇન્વેસ્ટમેન્ટ કરવા તૈયાર હોવાનું જણાવ્યું.અંતે તેઓએ સાથે ધંધો કરવાનું નક્કી કર્યું.

મૂળન્યૂઝીલેન્ડના Graeme Young  નામના એક પ્રિન્ટિંગ ઇન્ડસ્ટ્રીના ટેક્નિકલ જાણકારી ધરાવતા મેનેજર સાથે રહી પર્થના ઓસ્બોર્ન પાર્કમાં ક્વોલિટી પ્રેસ થી બિઝનેસ શરુ કર્યો. (આ પ્રિન્ટીંગ પ્રેસ ૨૦૧૦ -૨૦૧૧ની આસપાસ પર્થના વેલ્શપુલ વિસ્તારમાં મોટા સ્વરૂપે સ્થળાંતરિત થઇ છે.) આતીશભાઈ ઇંગ્લેન્ડથી આવીને ધંધામાં જોડાયા.
Quality Press
Barry Jones (on the chair), (on his left) Vishal Patel, (Back row R-L)Manish Shah,Nirav Patel, Deon Cook and Greame Young (in sunglasses) Source: Amit Mehta

નાના પાયે શરુ થયેલી આ કંપનીએ વેસ્ટરેન ઓસ્ટ્રેલિયામાં ૨૦૦0ની સાલમાં પ્રથમ વખત CTP કોમ્પ્યુટરથી પ્લેટ ટેક્નોલોજી ઈન્ટ્રોડ્યૂસ કરી.

આ ઉપરાંત ટેક્નોલોજી  સાથે કદમ મિલાવી ધંધાનો વિકાસ કરી એક ગુજરાતી પરિવારે ઓસ્ટ્રેલિયામાં અનેકને રોજગારી આપે છે. સાથે સાથે પર્યાવરણ અને સમાજ પ્રત્યે જવાબદારી અને ISO જેવા સર્ટિફિકેટ સાથે ગુજરાતી બિઝનેસમેન તરીકે સાહસિક ગુજરાતીની ઓળખ જાળવી છે. શાહ -પટેલ  જેમ અમેરિકા ઇંગ્લેન્ડમાં બિઝનેસમાં આગળ છે એમ અહીં પણ તે બિરુદ જાળવી રાખ્યું છે.

આગળ દર્શવ્યું તેમ હાલતો વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં સહુથી મોટી પ્રિન્ટિંગ કંપની ગુજરાતી પરિવાર ચલાવે છે.

આતીશભાઈ મેનેજીંગ ડિરેક્ટર તરીકે કંપનીના વિકાસને મહત્વ આપે છે, અમિતભાઇ એકાઉન્ટ અને મનીષભાઈ પ્રોડક્શન  સંભાળે  છે.પટેલ પરિવાર તરફથી નીરવ પટેલ પહેલા પ્રોડકશનને હવે સેલ્સ સંભાળે છે. નીરવ કંપનીની જરૂરીતયત અનુસાર જ્યાં જરૂરી લાગે ત્યાં પોતાનું યોગદાન આપે છે.

૧૬ દેશો ની નેશનાલિટી ધરાવતા લોકો સાથે મળી ને કામ કરે છે.


Share

Published

Updated

By Amit Mehta

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service