મેલબોર્ન સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલે કોન્સ્યુલર સંબંધિત બાબતોનો ઉકેલ લાવવા માટે ઓપન હાઉસ સત્રનો પ્રારંભ કર્યો છે. મેલબોર્નમાં વસતા ભારતીય સમુદાયને આ નવી સર્વિસ દ્વારા તેમની કાઉન્સિલર સંબંધિત સમસ્યાઓનો ઉકેલ લાવવામાં આસાની રહેશે.
ઘણી વખત વિદેશમાં વસતો સમાજ કોન્સ્યુલર અંગેની મુશ્કેલીઓનો અનુભવ કરતો હોય છે અને તેનો ઉકેલ લાવવાનો તેમની પાસે કોઇ યોગ્ય વિકલ્પ હોતો નથી. તેથી જ ભારતીય કોન્સ્યુલેટ દ્વારા સમુદાયના લોકોને વિઝા, પાસપોર્ટ, OCI - (Overseas Citizen of India)અને PCC -(Police Clearance Certificate) જેવા પ્રશ્નોના નિરાકરણ માટે ઓપન હાઉસ સેશનની સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
મેલબોર્ન સ્થિત ભારતીય કોન્સ્યુલેટના એક્ટિંગ કોન્સોલ જનરલ, રાકેશ મલ્હોત્રાના SBS Gujarati ને જણાવ્યા અનુસાર, "ઓપન હાઉસ સર્વિસ દ્વારા ભારતીય સમુદાયના લોકોની કોન્સ્યુલરને લગતા પ્રશ્વોનું નિરાકરણ લાવવાનો પ્રયત્ન કરવામાં આવશે. ઓપન હાઉસ સત્ર દરેક મહિનાના પ્રથમ શુક્રવારે આયોજિત થશે. આ સત્ર તેમના વિઝા, પાસપોર્ટ, OCI - (Overseas Citizen of India)અને PCC -(Police Clearance Certificate) જેવા પ્રશ્નોનો હલ લાવવામાં મદદરૂપ થશે. "
ઓપન હાઉસ સત્ર દરેક મહિનાના પ્રથમ શુક્રવારે
ઓપન હાઉસ સત્રનો 1લી જૂન 2018થી પ્રારંભ થયો અને તે દરેક મહિનાના પ્રથમ શુક્રવારે યોજાશે. આ સત્રમાં ભાગ લેવા માટે અગાઉથી કોઇ એપોઇનમેન્ટ લેવાની જરૂર પડશે નહીં.