શેન હાયહોરેક 2007માં તેમનો અકસ્માત થયો તે અગાઉ ઘણો સમય દરિયા કિનારે વિતાવતા હતા.
અકસ્માત બાદ તેમના ગળામાં ઇજા પહોંચી અને હવે તેઓ વ્હીલચેરનો ઉપયોગ કરે છે. તેથી દરિયાનો આનંદ માણવો થોડો મુશ્કેલ થઇ જાય છે. પરંતુ તેમણે વ્હીલચેરને મર્યાદા નથી બનાવી.
તેમણે દરિયા કિનારે ખાસ લોકો માટે કામ કરતા પુશ મોબિલીટી ગ્રૂપ શરૂ કરવાનું નક્કી કર્યું હતું.
“એક વખત અકસ્માત થયાં બાદ વ્યક્તિ કઇ પ્રક્રિયા કરી શકે છે તે વિચારવા લાગે છે. અને એમાંની એક પ્રક્રિયા છે બિચ પર જવું. જ્યારે મને ખબર પડી કે વિકલાંગ વ્યક્તિ પણ બિચનો ઉપયોગ કરી શકે છે ત્યારે મેં ઓસ્ટ્રેલિયામાં આવેલા એવા દરિયા કિનારા વિશે વધુ માહિતી મેળવવાનું નક્કી કર્યું હતું.”
બિચ પર તમામ પ્રકારના લોકો માટે યોગ્ય સુવિધા ઉપલબ્ધ કરાવવી સ્થાનિક કાઉન્સિલની જવાબદારી છે.

Wheelchair users unable to get onto the sand at Bondi Beach sit on the promenade. Source: Supplied
હાયહારોકે જણાવ્યું હતું કે, “બિચ પર તમામ પ્રકારના લોકોને મજા આવે છે. ખાસ પ્રકારના લોકો પણ દરિયાનો આનંદ માણે અને તેમના ચહેરા પર સંતોષ જોવા મળે તે ખરેખર અદભુત હોય છે.”
ઓસ્ટ્રેલિયાનો સૌથી પ્રખ્યાત બોન્ડાઇ બિચ પણ આ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વિચારી રહ્યું છે. નવા વર્ષના પ્રથમ દિવસે બોન્ડાઇ બિચ પર લગભગ 40 હજાર જેટલા લોકો આવે છે.
એક અનુમાન પ્રમાણે, કુલ મુલાકાતીઓમાંથી લગભગ 20 ટકા જેટલા લોકો શારીરિક રીતે અસમર્થતા ધરાવતા હોય છે. મતલબ કે, 40 હજારમાંથી 8 હજાર લોકો સામાન્ય માણસોની જેમ બિચનો આનંદ લઇ શકશે નહીં.
બોન્ડાઇ લાઇફસેવર ફેસીલીટીના મેકઆર્થરે જણાવ્યું હતું કે, “તેમને આશા છે કે આ સંખ્યામાં ઘટાડો થશે.”
“વ્હીલચેરનો ઉપયોગ કરતા લોકો માટે યોગ્ય પ્રકારના રસ્તા બનાવવામાં બનાવવાનું અમારું આયોજન છે.”
સિડનીમાં પ્રવાસન માટે જાણીતા કેટલાક બિચ તમામ પ્રકારના લોકો માટે આસાનીથી ઉપયોગ કરી શકાય તેવા નથી.
મેકઆર્થરના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક કાઉન્સિલે 2016માં 10 મીટરની બિચ મેટિંગ તથા બિચ પર બેસી શકાય તેવી ખુરશીઓ ખરીદી હતી. પરંતુ લોકો તેનો યોગ્ય રીતે વપરાશ કરતા નથી.
લાંબા ગાળા માટે, બિચ પર મેટિંગની જરૂર છે. ઓસ્ટ્રેલિયાના કેટલાક બિચ પર મેટિંગ છે જ્યારે સિડની પાસે તે ઉપલબ્ધ નથી. સિડનીના દરિયા કિનારા પર તેની જરૂર છે.

Shane Hryhorec (front) is the founder of Accessible Beaches and the director of Push Mobility. Source: Supplied
મેલ્બોર્નના અલ્ટોના તથા વિલિયમ્સટાઉન બિચ ઓસ્ટ્રેલિયાના એવા બે દરિયા કિનારા છે જ્યાં કાયમી મેટિંગ પથરાયેલી છે. પરંતુ શેન હાયહારોક જણાવે છે કે આ સમસ્યા ફક્ત મેટિંગ ઉપલબ્ધ કરાવવાથી જ હલ નહીં થાય.
તેમના માટે બાથરૂમ્સ, કાર પાર્કિંગ, યોગ્ય પ્રકારની વ્હીલચેર કે જે દરિયાના પાણીમાં તથા રેતી પર આસાનીથી ચાલી શકે, જેવી બાબતો દરિયાને વધુ યોગ્ય બનાવશે.
પીપલ વિથ ડિસેબિલીટી ઓસ્ટ્રેલિયાના પીપલ એન્ડ એડવોકસીના ડાયરેક્ટર રોમોલા હોલીવૂડના મત પ્રમાણે સર્ફ લાઇફ સેવિંગ તથા કાઉન્સિલે શારીરિક ખામી ધરાવતા હોય તેવા લોકો સાથે વારંવાર મિટીંગ કરવી જોઇએ.
"શારીરિક રીતે અસમર્થ વ્યક્તિઓને તમામ પ્રકારની સુવિધાનો ઉપયોગ કરવાનો હક છે અને બિચ એ ઓસ્ટ્રેલિયાના લોકોના જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે."
ઓસ્ટ્રેલિયામાં છેલ્લા કેટલાક સમયમાં દરિયા કિનારે સુવિધાઓ વિકસી રહી છે. કેટલીક જગ્યાએ કાયમી સુવિધાઓ ઉપલબ્ધ નથી ત્યાં તેને હંગામી ધોરણે ઉપયોગમાં લેવાય છે.
શારીરિક રીતે અસમર્થ વ્યક્તિઓ પણ સામાન્ય લોકોની જેમ દરિયા કિનારાનો આનંદ માણી શકે, મજા – મસ્તી કરી શકે તે જરૂરી છે અને મને આશા છે કે દરિયા કિનારાઓ પર તેમના માટેની સુવિધાઓ ઉપલબ્ધ થશે.
Share

