ગુજરાતીઓનો પસંદગીનો તહેવાર એટલે ઉત્તરાયણ. 14 તથા 15 જાન્યુઆરીના દિવસે ગુજરાતમાં સમગ્ર આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે. ભારત બહાર રહેતા ગુજરાતીઓ ખાસ કરીને ઉત્તરાયણનો તહેવાર મનાવવા માટે આ દિવસો દરમિયાન પોતાના વતન પણ જતા હોય છે.
જોકે, અહીં ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીયો ઉત્તરાયણનો તહેવાર મનાવવાથી વંચિત ન રહી જાય તે માટે ઓસ્ટ્રેલિયાના વિવિધ શહેરોમાં કાઇટ ફેસ્ટિવલનું આયોજન થઇ રહ્યું છે. સિડની, મેલ્બોર્ન, પર્થ અને એડિલેડમાં કાઇટ ફેસ્ટિવલ ઉજવાશે જેમાં પરિવાર, મિત્રો સાથે જઇને પતંગ ચગાવવાની મજા માણી શકાય છે.
Image
સિડની
6 જાન્યુઆરી અને 13 જાન્યુઆરી 2019.
10 વર્ષથી નાના બાળકો માટે પ્રવેશ ફ્રી
ક્યાં
6 જાન્યુઆરી 2019ના રોજ યોજાનારો કાઇટ ફેસ્ટિવલ હોલરોય્ડ ગાર્ડન્સ, મેરીલેન્ડ્સ, ન્યૂ સાઉથ વેલ્સ 2142
13 જાન્યુઆરી 2019ના રોજ યોજાનારો કાઇટ ફેસ્ટિવલ કેસલ હીલ શોગ્રાઉન્ડ્સ, ન્યૂ સાઉથ વેલ્સ 2154
સમય: સવારે 10થી સાંજે 7 વાગ્યા સુધી
કાઇટ ફેસ્ટિવલમાં પતંગ ચગાવવાની સાથે લાઇવ ડી.જે. મ્યુઝીક, ખાણીપીણી, બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓ જેવા આકર્ષણ રહેશે. પતંગ ચગાવવા માટે પતંગ તથા દોરી સ્થળ પરથી મેળવી શકાશે.
Image
મેલ્બોર્ન
6 જાન્યુઆરી 2019
પ્રવેશ ફ્રી
ક્યાં: ડેન્ડી પાર્ક, બ્રાઇટન ઇસ્ટ, વિક્ટોરીયા 3187
સમય: સવારે 10થી સાંજે 4 વાગ્યા સુધી
મેલ્બોર્ન ખાતેના કાઇટ ફેસ્ટિવલમાં બાળકો માટે વિવિધ ફન એક્ટિવિટી - રાઇડ્સ, ખાણીપીણી, લાઇવ ડી.જે. મ્યુઝીકની મજા માણી શકાશે. પતંગ ચગાવવા માટે પતંગ - દોરી સ્થળ પરથી મેળવી શકાશે.
Image
પર્થ
12મી જાન્યુઆરી 2019
ક્યાં: કર્ટિન યુનિવર્સિટી સ્ટેડિયમ, બેન્ટલી,
સમય: સવારે 11થી રાત્રે 8 વાગ્યા સુધી
પર્થ ખાતે યોજાનારા કાઇટ ફેસ્ટિવલમાં પતંગ ચગાવવાની સાથે બોલીવૂડ, નેપાળી, મરાઠી તથા પંજાબી ગ્રૂપ દ્વારા ડાન્સની પ્રસ્તુતિ થશે. આ ઉપરાંત, ભાંગડા, ગરબા, વેસ્ટર્ન ડાન્સ, બાળકો માટે રાઇડ્સ, વિવિધ પ્રકારની વાનગીઓ. પતંગ તથા દોરી સ્થળ પરથી મેળવી શકાશે.
Image
એડિલેડ
20થી 22 એપ્રિલ 2019
ક્યાં: સેમાફોર બિચ, ફોરશોર, સાઉથ ઓસ્ટ્રેલિયા 5019
પ્રવેશ ફ્રી
ઇસ્ટર વીકેન્ડ દરમિયાન પરિવાર સાથે પતંગની મજા માટે એડિલેડ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલની મુલાકાત લઇ શકાય છે. વિવિધ દેશોમાંથી આવનારા પતંગબાજો આ ફેસ્ટિવલમાં રંગબેરંગી પતંગો ચગાવશે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
13 જાન્યુઆરી 2019
પ્રવેશ ફ્રી
ક્યાં: હોલ શોગ્રાઉન્ડ 101, 15 ગ્લેડસ્ટન સ્ટ્રીટ, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી 2618
સમય: સવારે 8.30થી બપોરે 12.30 સુધી
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી ખાતેના કાઇટ ફેસ્ટિવલમાં પતંગ ચગાવવાની સાથે ઘણી ફન એક્ટીવીટી અને ખાણીપીણીની મજા માણી શકાશે. પતંગ ચગાવવા માટે પતંગ - દોરી સ્થળ પરથી મેળવી શકાશે.
Share

