ક્રિસમસનો તહેવાર આવી ગયો છે, ગિફ્ટ્સ, ફ્રૂટ્સ અને ચોકલેટ ખરીદવાની બાકી રહી ગઇ હોય, શહેરમાં કઇ જગ્યાએ કયા કાર્યક્રમ થઇ રહ્યા છે તેની ખબર ન હોય તો ઓસ્ટ્રેલિયાના આ માર્કેટ્સ તથા ફેસ્ટિવલ્સમાં પરિવાર સાથે જઇને ખરીદી અને અન્ય કાર્યક્રમો દ્વારા તહેવારનો આનંદ માણી શકાય છે.
સિડની
ડાર્લિંગ હાર્બર ડિસેમ્બર મહિનામાં એક અલગ પ્રકારની ચમક ધરાવે છે. ત્યાં મફતમાં ક્રિસમસ ફિલ્મ્સ, બાળકો માટે શો, મ્યુઝિક અને શોપિંગ કરી શકાય છે. આ ઉપરાંત સાન્તા એક્સપ્રેસમાં મુસાફરી પણ કરી શકાય છે.
ક્યાં - ડાર્લિંગ હાર્બર, સિડની, ન્યૂ સાઉથ વેલ્સ, 2000
સિડનીની મધ્યમાં ક્રિસમસની ખરીદી અને તહેવારની ઉજવણી કરવા માટેની એક અનોખી જગ્યા. અહીં, આખો મહિનો વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજાય છે. જેમાં નવ મીટર ઉંચા શણગારેલા ક્રિસમસ ટ્રીનો પણ સમાવેશ થાય છે. મંગળવાર સિવાય તમામ દિવસે આ માર્કેટ ખુલ્લું હોય છે.
ક્યાં - જ્યોર્જ સ્ટ્રીટ, ન્યૂ સાઉથ વેલ્સ, 2000
મેલ્બોર્ન
લાઇવ મ્યુઝીક, આકર્ષક ગિફ્ટ્સ, ખાણીપીણી તથા વિવિધ પ્રકારની વસ્તુઓની ખરીદી કરવા માટેનું માર્કેટ.
ક્યાં - 110 ફ્રેન્કલીન સ્ટ્રીટ, મેલ્બોર્ન 3000
ક્રિસમસ ગિફ્ટ્સ અને અંતિમ સમયની ખરીદી કરવા માટેનું ઉત્તમ માર્કેટ. દરરોજ, સાંજે 6થી 9 વાગ્યા સુધી. ફ્રી મનોરંજન અને વિવિધ પ્રકારની આકર્ષક વસ્તુઓની ખરીદી.
ક્યાં - 513 એલિઝાબેથ સ્ટ્રીટ, મેલ્બોર્ન 3000
બ્રિસબેન
બ્રિસબેનમાં ક્રિસમસ મનાવવાનું આયોજન હોય તો આ એક અનોથી જગ્યા છે. ક્રિસમસના તહેવારના આઠેય દિવસ ખાણીપીણી, વિવિધ પ્રકારની ગિફ્ટ્સ ઉપરાંત લાઇવ મ્યુઝીક.
ક્યાં - સ્ટેનલી સ્ટ્રીટ પ્લાઝા, સાઉથ બેન્ક પાર્કલેન્ડ્સ, બ્રિસબેન
પર્થ
8 જાન્યુઆરી સુધી દરેક રવિવારે સવારે 11થી સાંજે 4 વાગ્યા સુધી - પર્થ હોમ ગ્રાઉન
હાથ બનાવટની વિવિધ ગિફ્ટ્સ અને ફ્રૂટ - વેજીટેબલ્સ તથા ક્રિસમસના શણગારનો સામાન ખરીદવાનું સ્થળ.
ક્યાં - મરે સ્ટ્રીટ મોલ, પર્થ, 6000, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
પર્થમાં આવેલું ટ્વાઇલાઇટ હોકર્સ માર્કેટ પર્થનું સૌથી મોટું સ્ટ્રીટ ફૂડ માર્કેટ છે. જેમાં દુનિયાભરની વિવિધ પ્રકારની વાનગીઓ મળી રહે છે. સ્ટ્રીટ ફૂડની સાથે લાઇવ મ્યુઝીક સાંભળવાનું એક અનોખું સ્થળ.
ક્યાં - ફોરેસ્ટ પ્લેસ, પર્થ 6000, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
હોબાર્ટ
વિવિધ પ્રકારની વાનગીઓ, જ્વેલરી, હાથ બનાવટની વસ્તુઓ, કપડાં, છોડ તથા ફૂલની ખરીદી કરવા માટેનું માર્કેટ.
ક્યાં - સલામાન્કા માર્કેટ, હોબાર્ટ 7001.
Share

