ઓસ્ટ્રેલિયા સ્થાયી થયેલા માઇગ્રન્ટ્સના પેરેન્ટ્સ માટે 2019થી નવા વિસા અમલી બનશે

કેન્દ્રીય પાર્લામેન્ટમાં નવી વિસા પોલીસી માટે કાયદો પસાર કરાયો, જોકે, વિરોધપક્ષ અને માઇગ્રન્ટ્સ ગ્રૂપ્સને સરકારની નવી પોલીસીનો અસંતોષ.

Visa application

Visa application Source: SBS

કેન્દ્રીય સરકારે આગામી વર્ષની શરૂઆતથી પેરેન્ટ્સ માટેના ટેમ્પરરી સ્પોન્સર્ડ વિસાની એપ્લિકેશન મંગાવવાની જાહેરાત કરી છે અને આ અંગેનો કાયદો કેન્દ્રીય પાર્લામેન્ટમાં બુધવારે પાસ કરવામાં આવ્યો હતો.

કેન્દ્રીય સેનેટે બુધવારે માઇગ્રેશન સુધારા બિલ 2016 પાસ કર્યું હતું અને તેને લોઅર હાઉસમાં પણ પાસ કરવામાં આવ્યું છે. જેથી હવે, માઇગ્રન્ટ્સ માટે પોતાના પેરેન્ટ્સને હંગામી ધોરણ માટે ઓસ્ટ્રેલિયા બોલાવવાનો માર્ગ મોકળો થઇ ગયો છે. 

ઇમીગ્રેશન મિનીસ્ટર ડેવિડ કોલમેને એક નિવેદનમાં જણાવ્યું હતું કે, "આ નવી વિસા પોલીસી હેઠળ પરિવારજનો એકસાથે રહી શકશે અને સારો સમય પસાર કરી શકશે."

"પેરેન્ટ્સ તથા દાદા-દાદી હવે ઓસ્ટ્રેલિયામાં રહેતા તેમના પરિવારજનોની મુલાકાત લઇ શકશે, જે ઓસ્ટ્રેલિયન સમાજ માટે લાભદાયી નીવડશે."

જોકે, કોલમેને લેબર પાર્ટીના વિરોધની ઝાટકણી કાઢી હતી. કોલમેને જણાવ્યું હતું કે, "લેબર પાર્ટીએ મહત્વના સુધારાનો વિરોધ કર્યો તે ખૂબ જ દુઃખદ છે. બિલ શોર્ટન જવાબ આપે કે કેમ તેમણે તેમના સેનેટર્સને આ સુધારાનો વિરોધ કરવા જણાવ્યું હતું."

બીજી તરફ, લેબર પાર્ટીના સૂત્રોએ જણાવ્યું હતું કે તેમની પાર્ટી ફક્ત માતા - પિતાનો મેડીકલ ખર્ચ ન ઉઠાવી શકે તેવા દેવાની પુનઃપ્રાપ્તિ અંગેના કાયદા માટે ચિંતિત છે.

શેડો ઇમિગ્રેશન મંત્રી શેન ન્યુમને જણાવ્યું હતું કે, "સરકારે 2016ની કેન્દ્રીય ચૂંટણી અગાઉ આપેલા વચન પ્રમાણે વિસા આપવા જોઇએ, નવી પોલીસીની જરૂર નથી. નવી પોલીસીમાં કેટલીક શરતો મૂકવામાં આવી છે જે અગાઉ આપેલા વચનમાં નહોતી."

નવી પોલીસી અંતર્ગત પરિવારજનોએ નક્કી કરવું પડશે કે તેમણે કોને ઓસ્ટ્રેલિયા બોલાવવા છે.

માઇગ્રન્ટ્સે છેલ્લી કેન્દ્રીય ચૂંટણી અગાઉ એક કેમ્પેઇન શરૂ કર્યું હતું જેમાં તેમણે અલગ પેરેન્ટ્સ વિસાની માંગ કરી હતી. ત્યાર બાદ ટર્નબુલ સરકારે તેમને વચન આપ્યું હતું કે સરકાર પોલીસીમાં સુધારા કરીને પેરેન્ટ્સ પાંચ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહી શકે તેવા વિસા દાખલ કરશે.

મે, 2017માં બહાર પાડવામાં આવેલા નવા વિસા અંતર્ગત અરજીકર્તા 5 હજાર ઓસ્ટ્રેલિયન ડોલરની ફી ભરીને ત્રણ વર્ષ સુધી તથા 10 હજાર ઓસ્ટ્રેલિયન ડોલરની ફી ભરીને પાંચ વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહી શકે છે

તે સમયે માઇગ્રન્ટ્સ ગ્રૂપ અને ઇમિગ્રેશનના જાણકારોએ પેરેન્ટ્સ વિસા માટેની જંગી ફી સામે પ્રશ્નો કર્યા હતા.

મેલ્બોર્ન સ્થિત માઇગ્રેશન એજન્ટ જુજ્હાર બાજવાએ જણાવ્યું હતું કે, "મને નથી લાગતું કે કોઇ પણ માઇગ્રન્ટ આટલી જંગી ફી આપીને પોતાના પેરેન્ટ્સને અહીં બોલાવશે. હું કોઇને તેની સલાહ પણ આપતો નથી. આ ઘણી ઉંચી ફી છે."

નવું સ્પોન્સરશીપ માળખું

નવા સુધારા અંતર્ગત જે માઇગ્રન્ટ પોતાના પેરેન્ટ્સને ઓસ્ટ્રેલિયા બોલાવવા માગતા હશે તેમણે તેમની નાણાંકિય ગેરન્ટી લેવી પડશે અને તાત્કાલિક લેવામાં આવેલી તબીબી સેવાઓ માટે બિલ ભરવું પડશે.

માઇગ્રેશન એજન્ટ બાજવાના જણાવ્યા પ્રમાણે, "વિઝીટર વિસા અંતર્ગત મામૂલી ફી ભરીને પેરેન્ટ્સ ત્રણ વર્ષમાંથી બે વર્ષ સુધી ઓસ્ટ્રેલિયામાં રહી શકે છે."

જ્યારે નવા સુધારામાં ઉંચી ફી એકમાત્ર મુદ્દો નથી,

  • ખાનગી કંપનીનો આરોગ્ય વીમો લેવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
  • પેરેન્ટ્સને તબીબી સેવાઓની જરૂર પડી તો સ્પોન્સર કરી રહેલા વ્યક્તિએ તે ફી ભરવી પડશે.

જ્યારે, સામાન્ય વિઝીટર વિસામાં આ પ્રકારનો કોઇ નિયમ નથી, તેમ બાજવાએ જણાવ્યું હતું.

નવા સ્પોન્સરશીપ ફ્રેમવર્ક પ્રમાણે બે પગલાંમાં એપ્લિકેશન કરવી પડશે. જેમાં સ્પોન્સરની ચકાસણી થયા બાદ વિસા એપ્લિકેશન દાખલ કરવાની રહેશે.

Follow SBS Gujarati on Facebook.


3 min read

Published

Updated

By Shamsher Kainth

Presented by Vatsal Patel



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now