SKIP TO MAIN CONTENT

ઓસ્ટ્રેલિયાના ભારતીય સામાજિક અગ્રણીઓનો ભારતીય ઉચ્ચાયુક્તને વિરોધપત્ર

ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય સમુદાયના એક સો થી વધુ સામાજિક અગ્રણીઓએ ભારતમાં આઠ વર્ષની બાળકી આસિફા પર થયેલ સામુહિક દુષ્કર્મના વિરોધમાં એક વિરોધ પત્ર સિડની અને મેલબર્ન ખાતેના ભારતીય ઉચ્ચાયુક્તને આપ્યો છે.

Protest
Source: Crowdspark

3 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય મૂળના  પ્રતિષ્ઠિત લેખકો, રંગમંચ કર્મીઓ, સંગીતકારો, શિક્ષણવિદો અને અન્ય અગ્રણીઓએ હાલમાં ચર્ચાનો વિષય બનેલ  આસિફા બાનુ  સામુહિક  દુષ્કર્મ  અને હત્યાના કેસમાં દુઃખ અને આક્રોશ વ્યક્ત કરતો પત્ર ભારતીય ઉચ્ચાયુક્તને સુપ્રત કર્યો છે.

ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં થોડા સમય પહેલા 8 વર્ષની માસૂમ બાળકી આસિફા સાથે ગેંગરેપ અને હત્યાના મામલે સમગ્ર દેશમાં ખળભળાવી દીધો હતો. ઘટનાની હકીકત સામે આવ્યા બાદ આ કેસને હિંદુ-મુસ્લિમનો રંગ આપવાના પ્રયાસો થયા હતા અને  આ કૃત્યના આરોપીઓ રાજકીય પક્ષ સાથે સંકળાયેલ હતા તેવી વિગતોપણ બહાર આવી હતી.  આસિફ બાનુનું અપહરણ કરી તેને લઇને આરોપીઓ મંદિરમાં લઇ ગયા હતા જ્યાં બાળકીને ઘેનની ગોળીઓ ખવડાવી તેની સાથે વારાફરતી દુષ્કર્મ કર્યું હતું. અંતમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી.

આ ઘટનાનાં પગલે " Zero Tolerance After Asifa" નામક એક ઓનલાઇન પિટિશન નીલ બેનર્જી ( રંગમંચ કર્મી), ડો. રોના ગોન્સાલ્વિસ (લેખક) અને ડો. મૃદુલા નાથ ચક્રવર્તી (શિક્ષણવિદ) દ્વારા શરુ કરવામાં આવી છે.  જેના  સમર્થનમાં ઓસ્ટ્રેલિયાના ભારતીય બૌધિકો અને અગ્રણીઓએ સહી કરી છે. 

આ પિટિશનમાં સહી કરનાર એક છે, યુનિવર્સીટી ઓફ ન્યૂસાઉથવેલ્સનાં એન્જીનીયરીંગ વિભાગના નિવૃત્ત લેક્ચરર શ્રી પ્રતાપ અમીન.  SBS Gujarati સાથે આ પિટિશન સહી કરવાના ઉદેશ અને કારણ અંગે વાત કરતા તેઓએ જણાવ્યું કે, " આ પિટિશન પર સહી કરવાનું મારુ કારણ છે કે આજકાલ ભારતમાં બળાત્કારની ઘટનાઓ ખુબ બને છે, (વિરુદ્ધમાં) ખુબ પ્રચાર અને (કડક) કાયદાઓ હોવા છતાંય, ગુનેગારોને સજા થઇ હોવા છતાંય આ મુદ્દે ખાસ બદલાવ આવ્યો નથી."

આ પિટિશન પર સહી કરવાનું મારુ કારણ છે કે આજકાલ ભારતમાં બળાત્કારની ઘટનાઓ ખુબ બને છે, (વિરુદ્ધમાં) ખુબ પ્રચાર અને (કડક) કાયદાઓ હોવા છતાંય, ગુનેગારોને સજા થઇ હોવા છતાંય આ મુદ્દે ખાસ બદલાવ આવ્યો નથી.

શ્રી અમીન એમ પણ જણાવે  છે કે આ પગલાંથી આંતરરાષ્ટ્રીય દબાણ વધશે, અને સરકાર મહિલા સુરક્ષા માટે નક્કર પગલાં લેશે. તેમના મતે આંતરરાષ્ટ્રીય દબાણ એટલા માટે પણ જરૂરી છે કે જો યોગ્ય પગલાં ન લેવાય તો તેની અસર ભારત પર પડશે, લોકો ટુરિસ્ટ તરીકે ભારત જવાનું ટાળશે. ભૂતકાળમાં પણ ભારતમાં બિનભારતીયોને દ્વેષના કારણે જીવતા બાળી નાખવાના બનવો બન્યા છે. સરકાર એ બનવો બાદ હરકતમાં આવીને પગલાં લેવાયા, ગુનેગારોને સજા થઇ, પણ સામાન્ય સંજોગોમાં આવું બને ત્યાં સુધી સુધારી ન શકાય તેટલું નુકસાન થઇ ગયું હોય છે. 

ભૂતકાળમાં પણ ભારતમાં બિનભારતીયોને દ્વેષના કારણે જીવતા બાળી નાખવાના બનવો બન્યા છે. સરકાર એ બનવો બાદ હરકતમાં આવીને પગલાં લેવાયા, ગુનેગારોને સજા થઇ, પણ સામાન્ય સંજોગોમાં આવું બને ત્યાં સુધી સુધારી ન શકાય તેટલું નુકસાન થઇ ગયું હોય છે.

વારંવાર ભારતમાં બાળકીઓ - યુવતીઓ અને મહિલાઓ પર થતા બળાત્કાર - દુષ્કર્મના કિસ્સાઓ ચિંતાજનક છે.  આજે ઘણા ઓસ્ટ્રેલિયન પરિવારની કે ભારતીય - ઓસ્ટ્રેલિયન પરિવારની દીકરીઓ ભારત જવા ઈચ્છે છે, ભારતને જોવા - જાણવા ઈચ્છે છે, અભ્યાસ કરવા ઈચ્છે છે પણ આજ કાલની પરિસ્થિતિ માં આ માટે પરવાનગી આપવી કપરું બને છે.  

આ વિરોધપત્ર - પિટિશનમાં સાથે એમ પણ કહેવામાં આવ્યું છે કે અહીં સહી કરનાર લોકો (ભારત) સરકારને આસિફા અને અન્ય યૌન હિંસાના પીડિતોને ત્વરિત ન્યાય  મળવો જોઈએ,   દોષીઓને કડક સજા થવી જોઈએ. આ ઉપરાંત પીડિતોના પરિવારોને મદદ અને કોમ્પન્સેશન મળવું જોઈએ  જેથી ભારતીય લોકશાહી પર નાગરિકો અને આંતરરાષ્ટ્રીય  સમુદાયનો  વિશ્વાસ ફરી પ્રસ્થાપિત  કરી શકાય.

 


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now