ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ માટે લગભગ 220,000 અરજીનો ભરાવો

ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે માઇગ્રન્ટ્સે ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ મેળવવા માટે લાંબો સમય રાહ જોવી પડે છે. હાલમાં 220,000 જેટલી અરજીનો ભરાવો થયો છે.

Australian Citizenship

Source: AAP

ગયા વર્ષની સરખામણીમાં ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપની અરજીમાં મોટો ઘટાડો થયો હોવા છતા પણ લાખો માઇગ્રન્ટ્સને સિટીઝનશિપ મેળવવા માટે 16 મહિના જેટલી રાહ જોવી પડી રહી છે.

વર્તમાન સમયમાં 221,000 માઇગ્રન્ટ્સે ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ માટે અરજી કરી છે. તેમાંથી 30 હજાર જેટલા ભારતીય માઇગ્રન્ટ્સ છે. 27 હજાર જેટલા માઇગ્રન્ટ્સ યુનાઇટેડ કિંગડમના છે અને ત્રીજા ક્રમે ચીનના 17 હજાર લોકો છે.

ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ મેળવવા માટે 493 દિવસ જેટલો સમય લાગી રહ્યો છે. જે વર્ષ 2012-13માં 167 દિવસનો હતો.
Average number of days
The average number of days from lodging a citizenship application to receiving Australian citizenship. Source: Department of Home Affairs Source: SBS Punjabi
સિટીઝનશિપની અરજી કર્યા બાદ ડીપાર્ટમેન્ટ તે અરજી પર કોઇ નિર્ણય લે તેમાં લગભગ 410 દિવસનો સમય લાગે છે જે વર્ષ 2012-13માં ફક્ત 63 દિવસ હતો. ત્યારબાદ, છેલ્લી અને અંતિમ પ્રક્રિયા સ્થાનિક કાઉન્સિલ દ્વારા સિટીઝનશિપનો કાર્યક્રમ યોજવા પર આધારિત હોય છે.

લેબર પક્ષના સાંસદ જુલિયન હિલના પ્રશ્ન બાદ ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે સિટીઝનશિપ અંગેના આંકડા પ્રસ્તુત કર્યા હતા. જેમાં જણાવ્યા પ્રમાણે ગયા વર્ષથી સરખામણીમાં લગભગ 1 લાખ જેટલી અરજીઓ ઓછી થઇ છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2018-19માં  લગભગ 1 લાખ 45 હજાર જેટલી અરજીને સિટીઝનશિપની માન્યતા આપવામાં આવી હતી.
Top ten nationalities of citizenship applicants
ده کشور با بالاترین تعداد متقاضی Source: Department of Home Affairs
ઇમિગ્રેશન એન્ડ સિટીઝનશિપ મિનીસ્ટર ડેવિડ કોલમેને જણાવ્યું હતું કે સરકારે સિટીઝનશિપની અરજી અંગેની કાર્યવાહીમાં ઝડપ આવે તે માટે 9 મિલિયન ડોલરનું રોકાણ કરીને નવી સિસ્ટમ અમલમાં મૂકી છે. આ ઉપરાંત, ગૂંચવણભર્યા કેસનો ઝડપથી નિકાલ આવે તે માટે વિવિધ ટાસ્કફોર્સની રચના કરવામાં આવી છે.

સિટીઝનશિપ એપોઇન્ટ્સની સંખ્યા વધારતા અરજીકર્તાના ઇન્ટરવ્યું અને સિટીઝનશિપ ટેસ્ટમાં પણ ઝડપ આવી છે, તેમ ડેવિડ કોલમેને જણાવ્યું હતું.

ડીપાર્ટમેન્ટના વર્તમાન આંકડા પ્રમાણે, સિટીઝનશિપની અરજી પર લગભગ 22 મહિનામાં ચૂકાદો આવે છે.


Share

Published

By Shamsher Kainth
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
ઓસ્ટ્રેલિયન સિટીઝનશિપ માટે લગભગ 220,000 અરજીનો ભરાવો | SBS Gujarati