ઓસ્ટ્રેલિયાના સાઉથ ઓસ્ટ્રેલિયા રાજ્યમાં હવે કર્મચારીઓને 'પેઇડ પેન્કેમીક લીવ' એટલે કે પગાર ચૂકવણી સાથેની રજા આપવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે.
જે કર્મચારીઓને ક્વોરન્ટાઇન કે આઇસોલેશનમાં રહેવાની ફરજ પડે અને તેઓ નોકરી ન કરી શકે અથવા માંદગીની રજાઓ ન હોય તો તેમને 1500 ડોલર સુધીની સહાય કરવામાં આવશે.
આ ઉપરાંત, જે કોઇ વ્યક્તિનો કોરોનાવાઇરસનો ટેસ્ટ પોઝીટીવ આવશે તેની સાર-સંભાળ લેનારી વ્યક્તિએ ક્વોરન્ટાઇન થવાની ફરજ પડશે તેને પણ આ ચૂકવણીનો લાભ મળશે.
સાઉથ ઓસ્ટ્રેલિયન સરકારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કોરોનાવાઇરસના બીજા તબક્કાને રોકવા માટે સરકાર પ્રયત્નશીલ છે અને, જે કોઇ કર્મચારી કોરોનાવાઇરસના ક્ષેત્રમાં આવ્યો હોય અને તેને ટેસ્ટ કરાવવું જરૂરી બને અને તેનું પરિણામ ન આવે ત્યાં સુધી સેલ્ફ આઇસોલેશનમાં રહેવું પડે તો તેમને 300 ડોલરનું ટેસ્ટીંગ પેમેન્ટ આપવામાં આવશે.
સરકારના આ નિર્ણયનો કેઝ્યુઅલ કર્મચારીઓ કે જેમની પાસે રજાની સુવિધા ઉપલબ્ધ હોતી નથી તેમને લાભ મળશે.
પેન્ડેમિક લીવ (પગાર ચૂકવણી સાથેની રજાઓ) શું છે?
કોરોનાવાઇરસની મહામારીના સમયમાં જે કોઇ કર્મચારીને કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવાની કે સેલ્ફ આઇસોલેટ થવાની ફરજ પડે અને આ સમય દરમિયાન તેની પાસે પગાર ચૂકવણી સાથેની રજા ન હોય તો તેને પેન્ડેમિલ લીવનો લાભ મળી શકે છે.
- ફૂલ – ટાઇમ કર્મચારીઓને કામના કલાકો આધારિત એટલે કે માંદગીની રજાઓમાં જેટલી ચૂકવણી થાય છે તેટલી ચૂકવણી પેઇડ પેન્ડેમિક લીવ માટે થઇ શકે છે.
- પાર્ટ – ટાઇમ કર્મચારીઓને કામના કલાક દીઠ અથવા છેલ્લા 6 અઠવાડિયા દરમિયાન પ્રતિ અઠવાડિક સરેરાશ પગારમાંથી જે વધારે હોય તેની ચૂકવણી થઇ શકે છે.
- કેઝ્યુઅલ કર્મચારીઓને છેલ્લા 6 અઠવાડિયા દરમિયાન કરાયેલી ચૂકવણીની સરેરાશ જેટલી ચૂકવણી કરવી પડે છે. જો, તેમણે 6 અઠવાડિયાથી ઓછો સમય નોકરી કરી હશે તો તેઓ નોકરી શરૂ કરી ત્યારથી પ્રતિ અઠવાડિયે કરવામાં આવતા પગારની સરેરાશ જેટલી ચૂકવણી કરવી પડશે.
સાઉથ ઓસ્ટ્રેલિયામાં પેઇડ પેન્ડેમિક લીવ માટેની શરતો
- 17 કે તેથી વધુ વર્ષની ઉંમર ધરાવતી વ્યક્તિ જ લાભ લેવા માટે લાયક બનશે
- ઓસ્ટ્રેલિયન નાગરિકતા, પર્મેનન્ટ રેસીડેન્સી અથવા યોગ્ય વિસા અને વર્ક પરમીટ હોવી જરૂરી
- કેઝ્યુઅલ, પાર્ટ ટાઇમ કે ફૂલ ટાઇમ કર્મચારીને સેલ્ફ આઇસોલેટ થવાની ફરજ પડે અને તેમની પાસે ચૂકવણી સાથેની રજા ન હોય
- જે લોકો વિદેશ કે આંતરરાજ્યથી સાઉથ ઓસ્ટ્રેલિયા આવ્યા હશે અને તેમને 14 દિવસ ક્વોરન્ટાઇન રહેવાની ફરજ પડે તેમને આ ચૂકવણીનો લાભ મળશે નહીં.
- સેલ્ફ આઇસોલેશન દરમિયાન જોબકિપર કે જોબસિકરની ચૂવકણીનો લાભ મળતો હોય તે અરજી કરી શકશે નહીં.
સાઉથ ઓસ્ટ્રેલિયા ઉપરાંત ક્વિન્સલેન્ડ અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીએ પણ તેમના રાજ્યો અને ટેરીટરીના કર્મચારીઓ માટે પેઇડ પેન્ડેમિલ લીવ (ચૂકવણી સાથેના પગાર) ની યોજનાની જાહેરાત કરી છે.
ઓસ્ટ્રેલિયન સરકારે 5મી ઓગસ્ટ 2020થી પેન્ડેમિક લીવ ડિઝાસ્ટર પેમેન્ટની જાહેરાત કરી છે. વિક્ટોરીયામાં હાલમાં સ્ટેટ ઓફ ડિઝાસ્ટર હોવાથી આ યોજનાનો લાભ માત્ર વિક્ટોરીયાને મળવા પાત્ર છે.