SKIP TO MAIN CONTENT

ભારતીય મોબાઈલ ફોન માં હવે થી પેનિક બટન ફરજીયાત

ભારત સરકારે જણાવ્યું છે કે આવતા વર્ષ થી ભારત માં વેંચવામાં આવતા તમામ મોબાઈલ ફોન માં પેનિક નું બટન હોવું ફરજીયાત બનશે. મહિલાઓ સાથે બનતા જાતીય હિંસા વિરુદ્ધ ની ચળવળ ને લઈને મહિલાઓ ની સુરક્ષા વધારવા આ પગલું લેવામાં આવ્યું છે.

A woman pays respect on the second anniversary of the deadly gang rape of a student on a bus in New Delhi. The case sparked public outrage and helped make women’s safety a common topic of conversation
A woman paying respect on the second anniversary of the brutal gang rape of a student on a bus in New Delhi. Source: AP

3 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

27 વર્ષીય મધુ કુશ્વા એક ટેક્ષી ચાલક છે. દિલ્હી ના સખા કેબ્સ (ટેક્ષી ) માં તેઓ નોકરી કરે છે. આ એક એવી ટેક્ષી સેવા છે જ્યાં ટેક્ષી ચાલકો અને મુસાફરો બન્ને મહિલાઓ હોય.  પુરુષો ના પ્રભુત્વ ધરાવતા ક્ષેત્ર માં પોતે સ્થાન મેળવ્યું હોવાનું તેમને  ગર્વ છે.  તેઓ જણાવે છે કે,

" મને આ નોકરી  ખૂબ ગમે છે. મહિલાઓ સામાન્ય રીતે આ પ્રકારના  વ્યવસાય માં  આવવાનું ક્યારેય પસંદ નથી કરતી  . આ નોકરી થી મને એ સાબિત કરવાની તક મળી છે કે મહિલાઓ ઘરકામ અને સિલાઈ કામ સિવાય પણ ઘણું કરી શકે છે."

ભારતમાં ખૂબ ઓછી મહિલા ટેક્ષી ચાલકો છે, પણ મહિલા ડરાઇવરો ની માંગ વધી રહી છે. શ્રી કુશ્વા  જણાવે છે કે મહિલા ટેક્ષી ચાલક સાથે મહિલા મુસાફરો સલામતી  અનુભવે છે.

" અમારી સાથે કોઈ પુરુષ ડરાઇવરો કામ નથી કરતા, ફક્ત મહિલા ડરાઇવર અને મહિલા મુસાફરો હોવાના કારણે બંને પક્ષે સલામતી અનુભવાય છે.  મને કોઈ મુસાફરો થી ડર  નથી લાગતો અને તેઓને મારા થી કોઈ ડર નથી લાગતો  . "

વર્ષ 2012 માં દિલ્હી ની બસ માં સામુહિક બળાત્કાર ની ઘટના એ સમગ્ર વિશ્વ નું ધ્યાન ખેંચ્યું હતું.

આ મુદ્દો ફરી પ્રકાશ માં આવ્યો હતો જ્યારે આ મહિના ની શરૂઆત માં,વર્ષ 2014 માં  ડેનિશ પ્રવાસી મહિલા સાથે સામુહિક બળાત્કાર ના ગુના હેઠળ 5 પુરુષો ને જન્મટીપ ની સજા સંભળાવવામાં આવી.

ચુકાદો આપતા ન્યાયાધીશે કહ્યું હતું કે આવી હરકતો દેશ માટે કલન્ક  સમાન છે.

આ ઘટના થી ભારત માં મહિલાઓ પર થતી જાતીય હિંસા નો મુદ્દો ફરી પ્રકાશ માં આવેલ.

દિલ્હી ના સેન્ટર ફોર સોશિયલ રિસર્ચ  ના ડિરેક્ટર રંજના કુમારી  એક પ્રખ્યાત મહિલા અધિકાર ના કાર્યકર્તા છે.

"તમે એક નોકરી કરતી મહિલા હોવ કે એક માધ્યમ વર્ગીય મહિલા, જેણે દરરોજ આવતા જતા દરેક પ્રકાર ના લોકો થી જાહેર વાહનવ્યવહાર માં, ઓફિસ માં - બચવું પડે છે.  મહિલાઓ પર માનસિક કે શારીરિક હુમલાનું  પ્રમાણ ખૂબ ઊંચું છે."

પ્રશ્ન એ છે કે આ પ્રકાર ના જોખમ ને કેવી રીતે ઘટાડી શકાય, પેનિક બટન જેવી ટેક્નોલોજી મદદરૂપ થઈ શકે છે.

હજુ એ નથી જાણી શકાયું કે નવા ફોન કેવી રીતે કામ કરશે, પણ એવું માની શકાય કે ગ્રાહક એક જ બટન દબાવી ને  કે પાવર બટન ઘણી વખત  દબાવી ને આપાતકાલીન સેવા નો સંપર્ક સાધી શકશે .

દિલ્હી ના કરાટે ક્લાસ માં મહિલાઓ સ્વ રક્ષણ માટે  માર્શલ આર્ટ શીખી રહી છે.

તેઓનું કહેવું છે કે દિલ્હી એક ખતરનાક શહેર હોઈ શકે, મહિલાઓ એ સ્વ રક્ષણ માટે તૈયાર રહેવું જ જોઈએ  .

15 વર્ષીય ભાવિની અગ્રવાલ  નું કહેવું છે  કે તે  5 વર્ષ ની ઉંમર થી કરાટે શીખી રહી છે અને તેને વિશ્વાસ છે કે તેણી જરૂર પડે  પોતાની રક્ષા કરી શકે તેમ છે.

" ભારત જેવા દેશ માં  વ્યક્તિ એ પોતાની રક્ષા પોતે કરવી પડે છે, છોકરીઓએ  જરૂર પડે પોતાની રક્ષા પોતે કરવા તૈયાર રહેવું  જોઈએ, મને વિશ્વાસ છે કે હું પોતાની રક્ષા કરી શકું તેમ છું.."


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now