Watch FIFA World Cup 2026™

LIVE, FREE and EXCLUSIVE

પરીક્ષા અગાઉ બ્લૂટૂથ શોધવા ઉમેદવારોના કાન ચેક કરાયા!

ઇન્ટરનેટ પર વાઇરલ થયેલા વીડિયોમાં પરીક્ષા અગાઉ નિરીક્ષકો વિદ્યાર્થીઓના કાનમાં બ્લૂટૂથ ડિવાઇસ ભરાયું છે કે કેમ તે તપાસતા જોવા મળ્યા.

Representational picture of students appearing in the exam.
Source: AAP Image/Imaginechina via AP Images

મેડીકલની પ્રવેશ પરીક્ષા પાસ કરવી તે મોટાભાગના વિદ્યાર્થીઓ માટે ઘણી પડકારનજક હોય છે. તેથી, ઘણી વખત પરીક્ષામાં ઉમેદવારો ચોરી કરવાના અવનવા નુસખા અજમાવતા જોવા મળે છે.

ટેક્નોલોજી જેમ જેમ વધુ સારી થતી ગઇ છે, તેમ તેમ વિદ્યાર્થીઓ પરીક્ષામાં ચોરી કરવાની વિવિધ રીતે અપનાવી રહ્યા છે. પરંતુ, તેમને રોકવા માટે નીરિક્ષકો પણ વિવિધ ટેક્નોલોજીનો ઉપયોગ કરતાં જોવા મળી રહ્યા છે.

હાલમાં જ ઇન્ટરનેટ પર એક વીડિયો વાઇરલ થયો છે અને તે ભારતમાં ક્યાંક ફિલ્માવાયો હોય તેમ લાગી રહ્યું છે. તે વીડિયોમાં નિરીક્ષકો વિદ્યાર્થીઓના કાનમાં કંઇક શોધી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ટ્વિટર પર વીડિયોની સાથે મૂકવામાં આવેલા સંદેશમાં લખાયું છે કે નિરીક્ષકો ઉમેદવારોએ બ્લૂટૂથ ડીવાઇસ છૂપાડીને રાખ્યું છે કે કેમ તેની ચકાસણી કરી રહ્યા છે.

ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા રીપોર્ટ પ્રમાણે, નીરીક્ષકો ઓટોસ્કોપ નામના સાધન વડે પરીક્ષાર્થીઓના કાનમાં બ્લૂટૂથ ડીવાઇસ છૂપાડીને રાખ્યું છે કે કેમ તે તપાસી રહ્યાં છે.

આ વીડિયો ટ્વિટર પર મૂકવામાં આવ્યો હતો અને તે ઇન્ટરનેટ પર વાઇરલ થયો હતો.

Indians climb the wall of a building to help students appearing in an examination in Hajipur, in the eastern Indian state of Bihar.
March 18, 2015 file photo, Indians climb the wall of a building to help students appearing in an examination in Hajipur, in the eastern Indian state of Bihar. Source: AAP Image/AP Photo/Press Trust of India, File

ભૂતકાળમાં ભારતના વિવિધ રાજ્યોમાં પરીક્ષા દરમિયાન ચોરી કરવાના ઘણા કિસ્સા નોંધાયા હોવાથી શિક્ષણ વિભાગ વધારે કાળજી રાખી રહ્યો છે. થોડા સમય અગાઉ ભારતના બિહાર રાજ્યમાં ધોરણ 10ની પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓના પરિવારજનો તથા મિત્રો તેમને ચોરી કરાવતા નજરે ચડ્યા હતા. ત્યાર બાદ, શિક્ષણ વિભાગે 600 જેટલા વિદ્યાર્થીઓને કાઢી મૂક્યા હતા.

Follow SBS Gujarati on Facebook.


2 min read

Published

Updated

By Vatsal Patel



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now