વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પાટનગર પર્થના સુપ્રીમ કોર્ટ ગાર્ડન ખાતે શુક્ર ,શનિ રવિ ૧૩-૧૪-૧૫ ઓક્ટોબર એમ ત્રણ દિવસ માટે દિવાળીની ભવ્ય રીતે ઉજવણી થશે. વિશ્વના ખૂણે ખૂણે ઉજવાતો દિવાળીનો આ અતિ પ્રાચીન તહેવાર પર્થ માં Swan festival of lights (SFOL)ને નામે દસમા વર્ષમાં પ્રવેશ્યો છે.
પર્થવાસીઓમાં અન્નલક્ષ્મીની દિવાળી તરીકે જાણીતી આ ઉજવણીમાં શાસ્ત્રીય સંગીતથી માંડીને લેટેસ્ટ બોલિવૂડ પર્ફોર્મન્સ, અવનવી વાનગીઓ અને મીઠાઈઓ ,પરંપરાગત અને સાંસ્કૃતિક ચીજવસ્તુઓના પ્રદર્શન -વેચાણ, ઊંટની સવારી, મેહંદી અને ખાસ તો દરેકના હૃદયમાં ઉત્સાહ, એ SFOLની આગવી વિશેષતા છે.
ફેસ્ટિવલનો થીમ
પ્રતિ વર્ષે નવા નવા આઈડિયાની થીમ ભારે લોકપ્રિય છે, અગાઉના વર્ષોમાં રામાયણ,કેરળ ની ઝાંખી,તબલા અને સિતારના વિશ્વપ્રસિદ્ધ આર્ટિસ્ટના કાર્યક્રમો એ દરેક ના દિલ જીત્યા હતા.આ વર્ષેનો થીમ છે "Journey of India". આયોજકો દ્વારા મળેલ માહિતી મુજબ આ થીમ પ્રાદેશિક સંસ્કૃતિની ઓળખ આપતુ સંગીત,લોકનૃત્ય, જોડકણાં, અને પરંપરાગત શૈલીમાં આધુનિકતો સમન્વય કરીને આપણને ભારતનો પ્રવાસ કરાવશે.
દા.ત પંજાબના એક ગામની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરીને આપણને સીધા પંજાબ લઇ જશે.આ ઉપરાંત વિશ્વભરમાં પ્રખ્યાત ભાંગડા અને સામુહિક ભાંગડા એક વિશેષ આકર્ષણ છે.
અંદાજે ૧૦૦ થી વધુ કલાકારો ભારે ઉત્સાહ અને તનતોડ મહેનતથી તૈયારી કરી રહ્યા છે.સરસવતી મહાવિદ્યાલય ,ટેમ્પલ ઓફ ફાઈન આર્ટસ અને અનેક સંસ્થાઓ દ્વારા મનોરંજક કાર્યક્રમો રજુ થશે.આ ઉપરાંત ઇન્ડોનેશિયન, ચીની, સ્પેનિશ,યુક્રેનિઅન અને જાપાની ડાન્સની પણ એક એક આઈટમ રજુ થવાની છે. આમ પર્થની દિવાળી એક સિગ્નેચર ઇવેન્ટ બની રહેશે. ૧૪મી ઓક્ટોબરને શનિવારે fireworks પછી તુરતજ bhangra under star અંતર્ગત દરેકને આ ઉજવનનીમાં જોડાવાનું આમંત્રણ અપાયું છે.
આ સમગ્ર કાર્યક્રમના આયોજનમાં ગોવેર્નમેન્ટ ઓફ વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના મલ્ટિકલચરલ વિભાગ,લોટરી વેસ્ટ,સિટી ઓફ પર્થ અને ભારત સરકારનો સહયોગ છે.આ કાર્યક્રમના ઉદ્ઘાટનમાં પ્રીમિયર માર્ક ગોવન ઉપસ્થિત રહેશે. શુક્ર શનિ અને રવિવારે સાંજે ૪.૩૦ થી અન્નલક્ષ્મીના ફૂડ સ્ટોલ્સ શરુ થશે અને ૬ વાગ્યાથી સ્ટેજ પરના કાર્યોક્રમો શરુ થશે છેલ્લે fireworks થી કાર્યક્રમનું સમાપન થશે.
આ ઉપરાંત ઇન્ડિયન સોસાયટી દ્વારા પણ ૨૧-૨૨ ઓક્ટોબર ના રોજ claremont showground ખાતે દિવાળીનું આયોજન કરાયું છે.
- Amit Mehta