કોરોનાવાઇરસના કારણે ચાઇલ્ડકેરની સુવિધાની માંગ ઘટી હતી અને આ ક્ષેત્રને ધરાશાયી થતું બચાવવા માટે ઓસ્ટ્રેલિયન કેન્દ્ર સરકારે ચાઇલ્ડકેરની સુવિધા મફત કરી હતી.
તેથી જ, જે માતા-પિતાની કોરોનાવાઇરસના કારણે નોકરી છૂટી ગઇ હતી અને તેઓ ચાઇલ્ડકેરની સર્વિસનો લાભ લેવા માટે સક્ષમ નહોતા તેમને માટે સરકારે યોજના અમલમાં મૂકી હતી.
આ ઉપરાંત, જરૂરિયાત ધરાવતા ક્ષેત્રોમાં કાર્ય કરતા કર્મચારીઓ તેમના બાળકોને ચાઇલ્ડકેરમાં મૂકી પોતાની નોકરી કરી શકે તેમને સરકારની આ યોજનાનો લાભ મળ્યો હતો.
પરંતુ, કેન્દ્ર સરકારના શિક્ષણ મંત્રી ડેન તેહાનની જાહેરાત પ્રમાણે, 12મી જુલાઇથી આ યોજનાનો અંત આવી રહ્યો છે અને ત્યાર બાદ ચાઇલ્ડકેરની સુવિધા માટે ફી ભરવી પડશે.

Source: SBS Vietnamese
Early Childhood Australia ના સામથાં પેજે જણાવ્યું હતું કે, 13મી જુલાઇથી ચાઇલ્ડકેરની સુવિધા માટે ફી ચૂકવવી પડશે. તેથી કેટલા માતા-પિતા ચાઇલ્ડકેરની સર્વિસનો લાભ લેશે તે જણાવવું મુશ્કેલ છે અને તેની અસર ચાઇલ્ડકેરની આવક પર થશે.
અને, જો તેઓ 75 ટકા જેટલી સંખ્યા જાળવી રાખવામાં નિષ્ફળ જશે તો તેમને આવકનો મોટો ભાગ ગુમાવવો પડશે અને, કેટલાક કર્મચારીઓએ નોકરી પણ ગુમાવવી પડી શકે છે.
મફત ચાઇલ્ડકેર યોજના અંતર્ગત, સેન્ટર્સને કોરોનાવાઇરસ અગાઉની પરિસ્થિતી હેઠળ સરકારની 50 ટકા સબ્સિડી તથા જોબકીપરનો લાભ મળતો હતો.
સિડનીમાં ચાઇલ્ડકેર સુવિધાના માલિક આવેલી ફ્લિન્ટે જણાવ્યું હતું કે, જોબકીપર યોજનાનો તેમના ઘણા કર્મચારીઓને લાભ મળ્યો હતો.

Source: Getty Images
સોમવારથી ચાઇલ્ડકેર સેન્ટર્સ ફી મેળવી શકશે અને સરકાર તરફથી કરવામાં આવતી ચૂકવણી ઓછી થઈ જશે.
20મી જુલાઇથી જોબકીપરની યોજનાનો લાભ પણ મેળવી શકાશે નહીં.
મફત ચાઇલ્ડકેર યોજનાનો લાભ થયો
- જૂન મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા એક અભ્યાસ પ્રમાણે, ચાઇલ્ડકેર સેન્ટર્સે તેમની ક્ષમતાના 63 ટકા જેટલી સંખ્યા મેળવી હતી.
- 86 ટકા ચાઇલ્ડકેર સુવિધાએ જણાવ્યું હતું કે આ સ્કીમ દ્વારા તેમને કોરોનાવાઇરસના સમયમાં પણ સંસ્થા ચાલૂ રાખવામાં મદદ મળી હતી.
- 87 ટકા ચાઇલ્ડકેરે સુવિધાએ જણાવ્યું હતું કે, જરૂરિયાત ધરાવતા ક્ષેત્રોમાં કાર્ય કરતા કર્મચારીઓને આ યોજનાનો લાભ મળ્યો હતો.
હજી પણ ચાઇલ્ડકેરની ફી ભરવામાં અસક્ષમ હોય તો...
જે માતા-પિતા ચાઇલ્ડકેરની સંપૂર્ણ ફી ભરવામાં અસક્ષમ હોય તેમણે ફી સબ્સિડી માટે લાયક બનવું પડશે.
આ અંગે મંત્રી ડેન તેહાને જણાવ્યું હતું કે, જે પરિવારના કાર્યના કલાકો ઓછા થયા છે અથવા તેમણે નોકરી ગુમાવી છે તેમણે અગાઉ ચૂકવતા હતા તેટલી લઘુત્તમ ફી ભરવી પડશે.
મેલ્બર્નમાં હાલમાં કોરોનાવાઇરસના પ્રતિબંધો ફરીથી અમલમાં આવ્યા હોવાથી આ ફેરફારો મેલ્બર્નમાં લાગૂ થશે નહીં.