વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના મિડલ આઇલેન્ડ પર આવેલ પિન્ક લેકને "સ્ટ્રોબેરી મિલ્ક શેક પુલ " તરીકે ઘણા લોકો જાણે છે. આ પ્રકારના ઘણા પ્રાકૃતિક સ્થળો ઉત્સુક પર્યટકોને આકર્ષે છે અને સ્થાનિકો માટે રોજગારી સર્જે છે.

Source: flickr/Robert Young CC B 2.0
પિન્ક લેક
એસ્પેરન્સ નગરથી પિન્ક લેક અંદાજે 3 કિમિ દૂર આવેલ છે. સારા વાતાવરણમાં આ તળાવના પાણીનો રંગ ગુલાબી દેખાય છે. વાતાવરણમાં આવતા બદલાવના કારણે હાલમાં આ પિન્ક લેકના પાણીનો રંગ પર્પલ જેવો છે. પાણીનો ગુલાબી રંગ થવા પાછળ મીઠાના તત્વો અને ખાસ પ્રકારના જીવાણુ કારણભૂત છે. આ સ્થળે ફોટોગ્રાફી અને વિહંગાવલોકન માટે આ વિઝીટર સેન્ટરથી 10 મિનિટ દૂર આવેલ ઇલેવન મેલ બીચ પાસે એક પોઇન્ટ બનાવાયો છે. આપ વધુ વિગતો માટે એસ્પેરન્સ વિઝીટર સેન્ટરની મુલાકાત લઇ શકો છો.

Source: Wikimedia/Kuriositeti123 CC BY-SA 4.0
લેક હીલિયેર
મિડલ આઇલેન્ડ પર આવેલ લેક હીલિયેર ગુલાબી તળાવનું બીજું આકર્ષણ છે. જે એસ્પેરન્સ નગરથી 130 કિમિ દૂર આવેલ છે. અહીં જવા માટે ક્રુઝ અને હવાઈ સફરની વ્યવસ્થા છે. અહીં મુલાકાત લેવા ડિપાર્ટમેન્ટ ઓફ પાર્ક એન્ડ વાઇલ્ડલાઇફ પાસેથી પરવાનગી લેવી જરૂરી છે.

Source: flickr/Graeme Churchard CC BY 2.0
અહીં મુલાકાત લેવા માટે
આ જગ્યા પર્થની દક્ષિણ પૂર્વ દિશામાં છે અને પર્થથી લગભગ 720 કિમી દૂર છે. અહીં પહોંચવા માટે પર્થથી વાહન માર્ગે 8 કલાક અને હવાઈ માર્ગે 2 કલાકની મુસાફરી છે.

Hutt Pink Lagoon at Port Gregory, Western Australia, Australia Source: ullstein bild
અન્ય આકર્ષણો
અહીં ગુલાબી રંગના પાણીના તળાવ સિવાય અન્ય આકર્ષણો પણ છે. અહીં ઘોડે સવારી, વૉકિંગ, સાયકલિંગ, માછીમારી, સ્કૂબા ડાઇવિંગ, વિન્ડસર્ફિંગ, એબસેઈલિંગ, કાયાકિંગ જેવી પ્રવૃત્તિઓની સુવિધા છે. આ ઉપરાંત મે થી ઓક્ટોબર મહિના દરમિયાન વેલ માછલીને સ્થાનાંતરિત થતી જોઈ શકાય છે.
અહીંના સંગ્રહાલયમાં સ્થાનિક એબોરિજિનલ ઇતિહાસની ચીજ વસ્તુઓ, અને વર્ષ 1980 માં અમેરિકી આકાશ લેબ થી પડેલ ટુકડાઓ સાંચવીને રખાયા છે.