કોરોનાવાઇરસના વધતા પ્રભાવને ધ્યાનમાં રાખીને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને મંગળવારે રાત્રે યોજાયેલી કેબિનેટની બેઠક બાદ કેટલાક નિર્ણયો લીધા હતા.
તમામ નિર્ણયો ગુરુવાર 26મી માર્ચથી અમલમાં આવશે.
- કેફેમાં માત્ર ટેક – અવેની સર્વિસ જ ઉપલબ્ધ રહેશે.
- સિનેમા, નાઇટક્લબ્સ, કેસિનો, ગેમ્બલિંગના સ્થળો, વયસ્ક માટેના મનોરંજન સ્થળ, કોન્સર્ટ, સ્ટેડિયમ, પણ બંધ રહેશે.
- અમ્યુઝમેન્ટ પાર્ક્સ, ઇન્ડોર – આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ બંધ
- કમ્યુનિટી હોલ, હેલ્થ ક્લબ્સ, ફિટનેસ સેન્ટર્સ, યોગા સેન્ટર્સ બંધ રહેશે.
- વ્યક્તિગત ટ્રેનિંગ વધુમાં વધુ 10 લોકો સાથે થઇ શકશે.
- સામાજીક અને રમતગમત સાથે સંકળાયેલી પ્રવૃત્તિઓ, સ્વિમીંગ પૂલ બંધ રહેશે.
- લગ્નો અને અંતિમ સંસ્કાર જેવી પ્રવૃત્તિઓમાં સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું પડશે. લગ્નમાં મહત્તમ 5 તથા અંતિમ સંસ્કારમાં મહત્તમ 10 લોકો જ ભાગ લઇ શકશે.
- સાથીદાર કે મિત્રો સાથે ચાલવા માટે જઇ શકાશે.
- ગેલેરી, મ્યુઝીયમ, રાષ્ટ્રીય સંસ્થાઓ, ઐતિહાસિક સ્થળો, લાઇબ્રેરી, કમ્યુનિટી સેન્ટર્સ બંધ.
- શોપિંગ સેન્ટર્સમાં કાર્યરત ફૂડ કોર્ટ્સ બંધ રહેશે, ફક્ત ટેક – અવે જ ચાલૂ રાખી શકાશે.
- બ્યૂટી થેરાપી, નેઇલ સલૂન અને ટેટૂ પાર્લર બંધ રહેશે.
- મકાનની હરાજી તથા તેની સાથે સંકળાયેલી પ્રવૃત્તિ બંધ રહેશે.
- આઉટડોર અને ઇન્ડોર માર્કેટ્સ ખુલ્લા રાખવાનો નિર્ણય રાજ્યો અને ટેરીટરીની સરકારો દ્વારા કરાશે.
- હેરડ્રેસર ચાલૂ રહી શકશે, પરંતુ દરેક ગ્રાહક દીઠ મહત્તમ 30 મિનિટ જ ફાળવી શકાશે.
- મોટી બર્થ – ડે પાર્ટી કે બાર્બેક્યૂ નહીં યોજી શકાય, રાજ્યની સરકારો તે અંગે જંગી દંડ લઇ શકે છે.
- વિદેશ યાત્રા કરવા પર પ્રતિબંધ લાગૂ.
17મી માર્ચ મંગળવાર બપોરથી, જે લોકો વિદેશથી આવ્યા હોય અથવા કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિના સંપર્કમાં આવ્યા હોય અને તેમને લક્ષણો જણાતા હોય તેમણે 14 દિવસની અંદર પોતાનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.
જો તમને તેમ લાગતું હોય કે તમને વાઇરસની અસર છે, તો તમારા ડોક્ટરને ફોન કરો, તેમની મુલાકાત ન લો અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનને 1800 020 080 પર સંપર્ક કરો.
જો તમને શ્વાસ લેવામાં અથવા મેડિકલ સહાયની જરૂર જણાય તો (000) પર ફોન કરો.
Share



