ભારત 26મી જાન્યુઆરીએ 72મો પ્રજાસત્તાક દિવસ ઉજવી રહ્યું છે ત્યારે, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ભારતને શુભકામના પાઠવી છે.
તેમણે પોતાના સંદેશમાં જણાવ્યું હતું કે બંને દેશો 26મી જાન્યુઆરીના દિવસે રાષ્ટ્રીય તહેવાર ઉજવી રહ્યા છે તે એક સુખદ સંયોગ છે.
ઉલ્લેખનીય છે કે ઓસ્ટ્રેલિયામાં 26મી જાન્યુઆરીને ઓસ્ટ્રેલિયા ડે તરીકે યાદ કરવામાં આવે છે.
તેમણે ઉમેર્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયાના સંબંધનો ઇતિહાસ ઘણો મજબૂત છે. બંને દેશ એકબીજાના મિત્રો છે અને દરેક વર્ષે તેમની મિત્રતા વધુ મજબૂત બની રહી છે.
આ વર્ષે ઓસ્ટ્રેલિયા અને ભારતે વૈશ્વિક મહામારીનો સામનો કર્યો છે. અને, તેના કારણે બંને દેશોના રહેવાસીઓ આસાનીથી એકબીજાના દેશની મુલાકાત લઇ શક્યા નથી

India and Australia shares January 26th as a national day Source: Supplied
જોકે, ઓસ્ટ્રેલિયા ભારતીય મિત્રો, પરિવારજનો તથા વિદ્યાર્થીઓને દેશમાં બોલાવવા માટે કટિબદ્ધ છે. તથા, મહામારી બાદના આગામી સમયમાં વધુ સરળતાથી બંને દેશ વચ્ચે મુસાફરી થઇ શકે તે માટે આતુર છે. તેમ વડાપ્રધાને તેમને સંદેશમાં જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટરના માધ્યમથી દેશવાસીઓને ગણતંત્ર દિવસની શુભેચ્છા પાઠવી હતી.

