વડા પ્રધાન એન્થની એલ્બાનિસીએ તેમના પ્રથમ રાષ્ટ્રીય સંબોધનમાં ઓસ્ટ્રેલિયનોને મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધને કારણે "અનિશ્ચિત સમય" માં “પોતાનાથી બનતું કરવાની” વિનંતી કરી છે.
ત્રણ મિનિટનું સંબોધન બુધવારે સાંજે 7.00 વાગ્યે દેશભરમાં પ્રસારિત કરવામાં આવ્યું હતું, ઉલ્લેખનીય છે કે હોર્મુઝની સામુદ્રધુનીને અવરોધિત કરવાથી આર્થિક પતન તીવ્ર બની રહ્યું છે.
નોંધનીય છે કે, વડા પ્રધાને વૈશ્વિક બળતણની ઉપલબ્ધિના વિક્ષેપોનો ઉલ્લેખ કરવાનો ઇનકાર કર્યો છે - જેના કારણે ક્રૂડ ઓઇલ આસમાને પહોંચ્યું છે અને રહેવાસીઓ ગભરાઇને ખરીદી કરતા હોવાથી સ્થાનિક અછત સર્જાઈ છે.
Watch the prime minister's address:
એલ્બાનિસીએ સંદેશાવ્યવહારની ભાગ્યે જ ઉપયોગમાં લેવાતી પદ્ધતિ માટે પરંપરા તોડી છે, જેનો ઉપયોગ સામાન્ય રીતે મોટી રાષ્ટ્રીય બાબતની જાહેરાત કરવા માટે કરવામાં આવે છે. જેમ કે ઇરાક યુદ્ધમાં સંડોવણી.
"મારા સાથી ઓસ્ટ્રેલિયનો. સ્વભાવથી, આપણે એક આશાવાદી દેશ છીએ. પરંતુ હું સમજું છું કે અત્યારે હકારાત્મક બનવું મુશ્કેલ છે," તેમણે તેમની પ્રારંભિક ટિપ્પણીમાં જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે, મધ્ય પૂર્વમાં યુદ્ધને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઇતિહાસમાં સૌથી મોટો વધારો થયો છે. ઓસ્ટ્રેલિયા આ યુદ્ધમાં સક્રિય સહભાગી નથી.
"પરંતુ બધા ઓસ્ટ્રેલિયનો તેના કારણે ઊંચા ભાવ ચૂકવી રહ્યા છે."
સંબોધનમાં કોઈ નવા પગલાં લેવામાં આવ્યા ન હતા, તેના બદલે અગાઉના દિવસોમાં કરવામાં આવેલી ઘોષણાઓનું પુનરાવર્તન કરવામાં આવ્યું હતું.
તેમાં સોમવારે રાષ્ટ્રીય કેબિનેટ દ્વારા જાહેર કરવામાં આવેલા નેશનલ ફ્યુઅલ સિક્યુરિટી પ્લાન, લિટર દીઠ 26.3 સેન્ટનો ત્રણ મહિનાનો ઇંધણ એક્સાઇઝ કાપ અને ટ્રક ડ્રાઇવરો માટે હેવી વ્હીકલ રોડ યુઝર ચાર્જમાં ઘટાડો સામેલ છે.
તેમણે ઓસ્ટ્રેલિયનોને સલાહ આપી કે તેઓ તેમની ઇસ્ટરની રજાઓ પર જાય પરંતુ જ્યાં શક્ય હોય ત્યાં બળતણ બચાવે અને આગળના પડકારજનક સમયમાંથી પસાર થવા માટે "સમજદારી પૂર્વક નિર્ણય લે".
"જો તમે વાહન ચલાવો છો તો, તો તમારી જરૂરિયાત કરતાં વધુ બળતણ ન લો - ફક્ત તમે સામાન્ય રીતે ભરો. તમારા સમુદાય, અંતરિયાળ વિસ્તારમાં રહેતા લોકો અને મહત્વના ઉદ્યોગોમાં કાર્ય કરતા લોકો વિશે વિચારો," તેમ વડાપ્રધાને ઉમેર્યું હતું.
"અને આગામી અઠવાડિયામાં, જો તમે કામ કરવા માટે ટ્રેન અથવા બસ અથવા ટ્રામનો ઉપયોગ કરી શકો તો તેમ કરો."
તેમણે સ્વીકાર્યું કે આર્થિક આંચકા "મહિનાઓ સુધી આપણી વચ્ચે રહેશે".
"હું સમજું છું કે ખેડૂતો અને ટ્રક ઉદ્યોગ, નાના વ્યવસાયો અને પરિવારો તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે."
છેલ્લે માર્ચ 2020 માં કોવિડ -19 રોગચાળાની શરૂઆતમાં ભૂતપૂર્વ વડા પ્રધાન સ્કોટ મોરિસન દ્વારા આપવામાં આવેલા સંબોધનથી તદ્દન વિપરીત છે.

ફેબ્રુઆરી 2009 માં, ભૂતપૂર્વ વડા પ્રધાન કેવિન રડે સ્ટોલન જનરેશનની માફી માંગવા માટે આ પદ્ધતિનો ઉપયોગ કર્યો હતો.
ભૂતપૂર્વ વડા પ્રધાન જ્હોન હોવર્ડે 2003 માં રાષ્ટ્રને સંબોધિત કર્યું હતું અને જાહેરાત કરી હતી કે ઓસ્ટ્રેલિયા ઇરાકના યુદ્ધમાં જોડાશે.
ઓસ્ટ્રેલિયા હાલમાં ચાર તબક્કાની રાષ્ટ્રીય બળતણ પ્રતિક્રિયા યોજનાના બીજા ભાગમાં છે, અને સરકારે જાહેર પુરવઠાનું સ્તર સ્થિર રહેવાની ખાતરી આપવાનું ચાલુ રાખ્યું છે, જોકે માંગમાં વધારો થયો છે.
ગુરુવારે ઓસ્ટ્રેલિયાની સ્થિતિ અને મંદીની સંભાવના વિશે વડાપ્રધાન સામે વધુ પ્રશ્નો ઉઠાવવામાં આવે તેવી અપેક્ષા છે, જ્યારે તે નેશનલ પ્રેસ ક્લબમાં ભાગ લેશે.
SBS Gujarati ના વધુ પોડકાસ્ટ સાંભળવા માટે, અમારા Podcast પેજને સબસ્ક્રાઇબ કરો.
SBS Gujarati નું જીવંત પ્રસારણ બુધવાર અને શુક્રવારે બપોરે 2 વાગ્યે SBS South Asian પર બપોરે 2 વાગ્યે ડિજિટલ રેડિયો પર, તમારા ટેલિવિઝન પર ચેનલ 305 પર, SBS Audio એપ્લિકેશન દ્વારા અથવા અમારી Website પરથી માણી શકો છો.
SBS South Asian YouTube ચેનલ પર, SBS Gujarati podcasts ને ફોલો કરો.
તમે SBS Spice પર અંગ્રેજી સહિત 10 ભાષાઓમાં કાર્યક્રમો માણી શકો છો.તે SBS On Demand પર પણ ઉપલબ્ધ છે.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 2 pm

