પોલીસ દળ વડે મેલબોર્ન ના સમુદાય ને નાની બાળકી સનાયા સાહિબ ના મૃત્યુ બાદ ની જરૂરી કાર્યવાહી પર વિશ્વાસ રાખવા જણાવ્યું છે.
સોફીના નીકત (22) વડે જણાવવા માં આવ્યું છે કે તેની નાની બાળકી સનાયા સાહિબ ને પ્રામ માંથી શનિવારે સવારે 10 વાગ્યે ઓલમ્પિક પાર્ક માંથી એક અજ્ઞાત વ્યક્તિ વડે ઉપાડી જવામાં આવી હતી. આ વ્યક્તિ ના કપડા માંથી શરાબ ની બદબૂ આવતી હતી, અને તેણે પગ માં કંઈજ પહેર્યું ન હતું.
સનાયા સાહિબ નો શવ રવિવારે સવારે ડારેબીન ક્રિક માંથી મળ્યો હતો.
નાયબ કમિશ્નર સ્ટીફન લીને 3AW ને સોમવારે જણાવ્યું હતું તેઓ નિશ્ચિત રીતે વધુ પોલીસ દળ ને આ વિસ્તાર માં મુકવા જઈ રહ્યા છીએ. આ પગલું તેઓએ સમુદાય ની સલામતી નિશ્ચિત કરવા લીધું છે. આ અઠવાડિયા દરમિયાન હેઈડલ્બર્ગ અને પાર્ક ની આસપાસ પોલીસ ગોઠવાયેલ રહેશે. તેઓએ ઉમેર્યું હતું કે પોલીસ અને અન્ય આપત્કાલીન સેવા કર્મીઓ માટે પણ આવા કિસ્સાઓ દુખદ હોય છે.
પોલીસ વડે સનાયા ના પરિવાર સાથે વાતચીત ચાલુ છે.
પોલીસ વડે રવિવારે ઘટના સ્થળ ને પ્રતિબંધિત કરવા માં આવ્યું છે અને સાથે તેની માતા ના પગલા ની શોધ અને ઘર ની તપાસ પણ કરાઈ રહી છે.
શ્રી નીકત ના જણાવ્યા મુજબ, અપહરણકર્તા એ તેમને ધક્કો માર્યો હતો જેથી તેઓ પડી ગયા હતા અને આ તક નો લાભ લઇ બાળકી નું અપહરણ થયું હતું.
તેઓ અપહરણકર્તા નો ચહેરો જોઈ નહોતા શક્યા પરંતુ તેઓએ તેનું વર્ણન કરતા તેને 20 થી 30 વર્ષ ની આયુ નો અને આફ્રિકન જેવો દેખાતો, 1.8 મીટર ઉચો બાંધો ધરાવતો જણાવ્યો છે.
એવું માનવામાં આવે છે કે સનાયા અને તેની માતા પશ્ચિમ હેઈડલ્બર્ગ માં એક પરિવાર સાથે, સનાયા ના પિતા થી છુટ્ટા થયા બાદ રહેતા હતા. સનાયા માં માતા -પિતા આ બનાવ થી ખુબ જ આહત છે
Share

