વિક્ટોરીયામાં રાજ્યની ચૂંટણી માટે સાંજે 6 વાગ્યે મતદાન સમાપ્ત થયું હતું અને મતગણતરીની પ્રક્રિયા શરૂ થઇ હતી.
મળતી માહિતી પ્રમાણે, 1700 મતકેન્દ્રો પર 2 મિલિયન જેટલું મતદાન થયું હતું.
જ્યારે 2 મિલિયન જેટલા વોટ પ્રિ-પોલ વોટિંગમાં નોંધાયા હતા.
એક્ટીંગ ઇલેક્ટોરલ કમિશ્નર ડાના ફ્લેમિંગે જણાવ્યું હતું કે દરેક વોટની ગણતરી કરવામાં આવશે.
અગાઉ શનિવારે સવારે, વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે સ્વતંત્ર તથા નાના પક્ષોના સાથ સાથે સરકાર રચવાની વાતનો રદિયો આપ્યો હતો.
તેમણે એબીસી ટીવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, ચૂંટણીનું પરિણામ શનિવારે સાંજે જાહેર થશે, તેથી તેઓ કોઇ પણ સમીકરણ વિશે આગાહી કરવા માંગતા નથી.
તેમણે અન્ય પક્ષો સાથે સમજૂતી નહીં કરવાનો નિર્ણય લીધો હતો.
ચૂંટણીમાં કુલ 4.4 મતદારો નોંધાયા હતા. જેમાંથી લગભગ અડધા વોટ પોસ્ટ અથવા અર્લી વોટિંગ દ્વારા આપવામાં આવ્યા હતા.

Daniel Andrews and Matthew Guy. Source: SBS
વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રયુસ પાસે સતત ત્રીજી વખત સરકાર રચવાની તક રહેલી છે.
તેમણે ગુરુવારે પરિવારના સભ્યો સાથે મલગ્રેવ કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું.
જ્યારે લિબરલ પક્ષના નેતા મેથ્યુ ગાયે તેમની પત્ની રીની તથા ત્રણ બાળતો સાથે બુલિન કેન્દ્ર ખાતે મતદાન કર્યું હતું.
તેમણે ચૂંટણીમાં વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ધ ઓસ્ટ્રેલિયન દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા પોલ પ્રમાણે, 2 પક્ષની પસંદગીમાં લેબર પક્ષને 54.5 ટકા જ્યારે લિબરલ પક્ષને 45.5 ટકા વોટ મળે તેમ જણાઇ રહ્યું હતું.
ધ ગ્રીન્સ પક્ષે માત્ર બે પક્ષો વચ્ચે સ્પર્ધા ન હોવાનું જણાવ્યું હતું.
ધ ગ્રીન્સ પક્ષ રાજ્યમાં હાલમાં 3 સીટ ધરાવે છે.
પક્ષના નેતા સામંથા રેત્નામે વધુ સીટ્સ જીતવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
લેબર પક્ષ હાલમાં વિક્ટોરીયાની સંસદમાં કુલ 88 સીટ્સમાંથી 55 સીટ્સ ધરાવે છે
જ્યારે લિબરલ ગઠબંધન પાસે 27 સીટ્સ છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
ને બુકમાર્ક કરો અને તાજા સમાચાર મેળવો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.