સકારાત્મક રોલ મોડેલની હાજરીથી લિંગ આધારિત હિંસક વર્તનમાં બદલાવ લાવી શકાય.

યુવાનોની વર્તણૂકનું ઘડતર પુખ્ત વયના લોકો અને તેમના વાલીઓ દ્વારા થાય છે. સકારાત્મક રોલ મોડેલિંગ અને સાચા શિક્ષણ દ્વારા અપમાનજનક વર્તનને બંધ કરીને, આપણે હિંસાના ચક્રનો અંત લાવી શકીએ છીએ.

Side view of young mother embracing young boy in studio

It’s never too young or never too late to talk to your children about respect Credit: Cavan Images/Getty Images

Key Points
  • "સ્ટોપ ઈટ એટ ધ સ્ટાર્ટ " અભિયાન પુખ્ત વયના લોકોને યુવાનો માટે સકારાત્મક પ્રેરણા સ્ત્રોત બનવાનું પ્રોત્સાહન આપે છે.
  • આપણે બહાના કાઢવાનું છોડી , બાળકોને આદરપૂર્ણ વર્તન વિશે શિક્ષિત કરવા જોઈએ
  • આ વાતચીતમાં જોડાવા માટે જરૂરી સંસાધનો ઉપલબ્ધ છે.
છોકરીઓ અથવા સ્ત્રીઓ પ્રત્યે અપમાનજનક અથવા આક્રમક વર્તન વિશે આપણે કેટલી વાર "છોકરાઓ તો છોકરાઓજ રહેવાના " અથવા "ઠીક છે, તેણે ફક્ત એટલા માટે કર્યું કારણ કે તે તને પસંદ કરે છે" જેવા વાક્યો સાંભળ્યા છે?

નિષ્ણાતો મુજબ આ કહેવતો બિન હાનિકારક લાગે છે, પરંતુ તે અજાણતાજ આક્રમકતાને સામાન્ય બનાવે છે. આવું વર્તન છોકરાઓમાં સહજ છે અથવા છોકરીઓ દ્વારા ઉશ્કેરણીને છોકરાના વર્ત્તનનું કારણ ગણવાની ગેરસમજણને ટેકો આપે છે.

અનાદરના તમામ પ્રકારો હિંસા તરફ દોરી જતા નથી, પરંતુ આપણે જાણીએ છીએ કે હિંસાની શરૂઆત અનાદરથી થાય છે. આપણે આ ચક્રને શરૂઆતમાં જ રોકી, તેનો અંત લાવી શકીએ છીએ.

"સ્ટોપ ઈટ એટ ધ સ્ટાર્ટ " અભિયાન શું છે?

સ્ટોપ ઇટ એટ ધ સ્ટાર્ટ ઝુંબેશ એ કાઉન્સિલ ઓફ ઓસ્ટ્રેલિયન ગવર્મેન્ટ્સની પહેલ છે, જેનો હેતુ તમામ લૈંગિક હિંસાના ચક્રને તોડવાનો છે.

મહિલાઓ અને બાળકો સામેની હિંસા અંગેના ચોંકાવનારા આંકડા ઉપલબ્ધ થયા બાદ 2016માં આ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

  • દર ત્રણમાંથી એક મહિલા 15 વર્ષની ઉંમરથી, તેમના કોઈ પરિચિત દ્વારા શારીરિક અથવા જાતીય હિંસાનો ભોગ બની છે.
  • લગભગ ચારમાંથી એક મહિલા 15 વર્ષની ઉંમરથી તેમના જીવનસાથી દ્વારા અપમાનજનક વર્તનનો ભોગ બને છે
આપણે જાણીએ છીએ કે દર 10 દિવસે સરેરાશ એક મહિલાની તેમના વર્તમાન અથવા ભૂતપૂર્વ પાર્ટનર દ્વારા હત્યા કરવામાં આવે છે.
જસ્ટિન ઇલિયટ , આસિસ્ટન્ટ મિનિસ્ટર ફોર સોશ્યલ સર્વિસીસ એન્ડ પ્રીવેનશન ઓફ ફેમિલી વાયલન્સ
આસિસ્ટન્ટ મિનિસ્ટર ફોર સોશિઅલ સર્વિસીસ એન્ડ પ્રીવેનશન ઓફ ફેમિલી વાયલન્સ , જસ્ટિન એલિયટ SBSને કહે છે. " (આમાં )સતત ઘટાડો કરવાનો એકમાત્ર રસ્તો છે લૈંગિક અસમાનતા અને અન્ય પ્રકારના ભેદભાવ અને ગેરલાભને દૂર કરવા પર મજબૂત અને રાષ્ટ્રીય ધોરણે ધ્યાન કેન્દ્રિત કરવું."

યુવા લોકોની વર્તણૂક, પુખ્ત વયના લોકો, વાલીઓ અને તેમની આસપાસના વ્યક્તિઓ દ્વારા પ્રભાવિત થાય છે અને ઘડતર પામે છે. તેથી આ ઝુંબેશનું લક્ષ્ય, 10-17 વર્ષની વય વચ્ચેના બાળકોના માતાપિતા અને પરિવારના સભ્યોને પોતાના વલણ પર ધ્યાન આપી બાળકો પર સકારાત્મક પ્રભાવ પાડવા માટે પ્રોત્સાહિત કરવાનું છે.

હિંસાના દુષ્ચક્રને ઓળખો

પેરેન્ટિંગ નિષ્ણાત અને ઈન્સ્પાયર્ડ ચિલ્ડ્રન પુસ્તકનાં લેખક ડો. રોસિના મેકઆલ્પાઈન કહે છે, “હિંસા માત્ર શરૂ નથી થતી, પણ તે વધે છે,”

ડૉ. મેકઆલ્પાઇને બાળપણમાં તેમના દાદા અને પિતાના હિંસક વર્તનનો અનુભવ કર્યો છે.

"અમારા પિતા એક એવી પેઢીના પુરુષ હતા જ્યાં તેઓ માનતા હતા કે શારીરિક સજા એ શિસ્ત શીખવવા અને સારા બાળકોને ઉછેરવાનો માર્ગ છે."

સજા આપવામાં બેલ્ટ અને લાકડી જેવી વસ્તુઓનો ઉપયોગ થતો અને અમુક વાર "માત્ર ભારે હાથ" પણ વપરાતો .

તેમને યાદ છે કે, ઉઝરડા ઢાંકવા તેઓ ઉનાળામાં પણ લાંબુ પેન્ટ પહેરીને શાળાએ જતા.

"પરંતુ તે દિવસોમાં કોઈએ કંઈ કહ્યું નહિ, કારણકે અમારા સમુદાયમાં આવું વર્તન સામાન્ય ગણાતું હતું."

"તમે ઘણી બધી ખોટી વસ્તુઓ શીખી શકો છો, હિંસક વાતાવરણમાં ઉછરેલા ઘણા લોકો આમ કરે છે. બાળકોમાં કૌટુંબિક જીવન શું છે, શું સ્વીકાર્ય છે, શું અસ્વીકાર્ય છે, અને સાચા ખોટાની સમજણના બીજ કૌટુંબિક વાતાવરણમાં રોપાય છે."

ડૉ. મેકઆલ્પાઈનના પિતાની જેમ, અને ઘણા લોકો જે હિંસા કરે છે, તેઓ માને છે કે તેઓ સારા બાળકોને ઉછેરવા માટે યોગ્ય કાર્ય કરી રહ્યા છે. તે માનસિકતા હિંસક વર્તનના ચક્રને તોડવાનું મુશ્કેલ બનાવે છે.

ડૉ. મેકઆલ્પાઈન સમજાવે છે કે જે લોકો બાળકો ઉછેરવાની અન્ય કોઈ રીત જાણતા નથી, તે આ ચક્રને ચાલુ રાખે છે."
Դժգոհ աղջնակ մը կ'ուլայ քրոջ հետ կռուելէ ետք
Past generations believed that discipline and corporal punishment was the way to raise good kids. Credit: FluxFactory/Getty Images

બહાના કાઢવા બંધ કરો

છોકરીઓ અને સ્ત્રીઓ પ્રત્યે અપમાનજનક અથવા આક્રમક વર્તણૂક માટે બહાના કાઢવા યુવાનોના મનમાં હિંસક વર્તનને સ્વીકાર્ય બનાવે છે.

આ ઝુંબેશની વેબસાઇટ પર એક્સક્યુઝ ઇન્ટરપ્રિટર (બહાના સમજાવનાર) દ્વારા ભાષામાં છુપાયેલા અર્થઘટન સમજાવવામાં આવ્યું છે.

તેથી, દેખીતી રીતે સામાન્ય લાગતી વાત, "છોકરાઓ તો છોકરાઓજ રહેશે" એક ગેરવ્યાજબી વાક્ય છે જેનું અર્થઘટન છોકરીઓ દ્વારા "છોકરાઓનું વર્તન આમ જ હોય - મારે તેની આદત પાડવી જોઈએ" થાય છે.

અને છોકરાઓ દ્વારા અર્થઘટન કરવામાં આવે છે કે "અમે આવા જ છીએ, તેથી વર્તન પણ યોગ્ય છે."

ડૉ. મેકઆલ્પાઈન કહે છે, આપણે આ બહાનાઓને ગણકારવા જોઈએ નહીં અને બાળકોને આદરપૂર્ણ વર્તન શું છે તે વિશે શિક્ષિત કરવા જોઈએ.
Mother comforting son at home
Parents and carers have the responsibility to educate children about respect Credit: MoMo Productions/Getty Images

વાતચીત સકારાત્સમક, સતત અને સક્રિય રાખો

શ્રીમતી ઇલિયટ કહે છે કે આ ઝુંબેશનો એક ભાગ "સન્માનજનક સંબંધો અને લિંગ સમાનતા વિશે સતત અને સક્રિય વાતચીતને પ્રોત્સાહન આપવાનો છે."

"આ સંવાદ શરૂ કરવો મહત્વપૂર્ણ છે."

બાળકો સાથે અપમાનજનક અને આક્રમક વર્તણૂક વિશેની ચર્ચાઓ ક્યારેય સરળ હોતી નથી. પરંતુ માતા-પિતા અને વાલીઓએ વારંવાર આ વિષય સંબોધવા તૈયાર રહેવાની જરૂર છે.
બાળકો સાથે વાત કરવા માટે તેઓ ક્યારેય ખૂબ નાના નથી અથવા ક્યારેય મોડું પણ થતું નથી
ડો રોઝીના મેકઆલ્પાઈન
ઝુંબેશ દ્વારા પૂરા પાડવામાં આવેલ સંસાધનો પૈકી એક વાતચીત માર્ગદર્શિકા છે. તે એક એવું સાધન છે જે તમને વાતચીત શરૂ કરવામાં બાળકો તરફથી મળતા જવાબને યોગ્ય દિશા આપવામાં અને તેમને પ્રતિસાદ આપવામાં મદદ કરે છે.
શિક્ષક તરીકે, માતા-પિતા તરીકે, દરેક તબક્કે, બહાનું ન કાઢવું મહત્વપૂર્ણ છે, તેના બદલે તેને રોકવું અને શિક્ષિત કરવું, [અને] આદરપૂર્ણ વર્તન શું છે તે વિષયે વાતચીત કરવી.
ડો રોઝીના મેકઆલ્પાઈન
તેથી ડૉ મેકઆલ્પાઇન સૂચવે છે , જો ભાઈ-બહેનો "બહાના"નો ઉપયોગ કરીને પરિસ્થિતિ ઉકેલવાને બદલે લડતા હોય, તો તેમને રોકો અને પૂછો, "શું આ વર્તન યોગ્ય છે?", "શું તે આદરપૂર્વક વર્તન કરી રહ્યા છે?", ભાઈ-બહેનને એકબીજાને સ્થાને રહી વિચારતા શીખવો "જો તેની જગ્યા એ તમે હોત તો તમને કેવું લાગશે?"

આદરપૂર્ણ વર્તન અને વિચારોની એક સૂચિ પણ ઉપલબ્ધ છે જે માતાપિતા અને પરિવારના સભ્યોને બાળકના દૃષ્ટિકોણને ઓળખવા અને સમજવામાં મદદ કરે છે અને વાતચીત શરૂ કરવા માટે એક ભૂમિકા આપે છે.

સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ બની આ મુદ્દાને સંબોધિત કરવો.

શ્રીમતી ઇલિયટ કહે છે કે અમુક સાંસ્કૃતિક અને ભાષાકીય રીતે વૈવિધ્યસભર (CALD) સમુદાયો તેમજ એબોરિજિનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડર જૂથોમાં સ્ત્રીઓ અને બાળકો સામેની હિંસાનો દર ઘણો વધુ છે.

આ મુદ્દાઓને સાંસ્કૃતિક રીતે સંવેદનશીલ બની સંબોધવામાં, CALD સમુદાયોના નેતાઓની મહત્વપૂર્ણ ભૂમિકા છે.

મારિયા ડિમોપોલોસ વિક્ટોરિયામાં ઘરેલું હિંસા અંગેની નિષ્ણાત સેવાઓ સેફ એન્ડ ઇક્વલના બોર્ડના અધ્યક્ષ છે.

તેણી કહે છે કે જ્યારે આ સમુદાયોમાં મહિલાઓ અને બાળકો સામે ઘરેલું હિંસાના પ્રાથમિક નિવારણને સંબોધિત કરવામાં આવે છે, ત્યારે આપણે સંસ્કૃતિની ભૂમિકા, સમાધાનની ભૂમિકા અને બહુસાંસ્કૃતિકવાદની અસરને ઓળખીને ધ્યાનમાં લેવી જોઈએ.
સંસ્કૃતિ અથવા ધર્મ કે આસ્થાને નકારાત્મક પાસું ગણવાને બદલે, આપણે આપણા સમુદાયોમાં મજબૂત અને અર્થપૂર્ણ જોડાણ બનાવવા માટે તે માળખાનો ઉપયોગ કેવી રીતે કરીશું તેનો વિચાર કરીએ?
સેફ એન્ડ ઇક્વલના અધ્યક્ષ , મારિયા ડિમોપોલોસ
સ્ટોપ ઇટ એટ ધ સ્ટાર્ટ ઝુંબેશની વેબસાઇટ પર આપની ભાષામાં સંસાધનો ઉપલબ્ધ છે.

અભિયાનની સફળતા

સ્ટોપ ઇટ એટ ધ સ્ટાર્ટ ઝુંબેશ આ વર્ષે ચોથા તબક્કામાં પ્રવેશી ચૂક્યું છે. અત્યાર સુધી હાથ ધરવામાં આવેલા મૂલ્યાંકનમાં જાણવા મળ્યું છે કે 68 ટકા લોકોએ ઝુંબેશ પ્રવૃત્તિથી અવગત છે.

એલિયટ કહે છે, "ઝુંબેશ વિષે જાણતા લોકોમાંથી 82 ટકા લોકોએ યુવાનોને આદરપૂર્વક કેવી રીતે વર્તવું તે બતાવવામાં તેમની ભૂમિકાને સમજી અને સ્વીકારી છે."

તેથી, ચાલો આપણા બાળકોને આદરપૂર્ણ વર્તન વિશે શિક્ષિત કરીએ. હિંસાના ચક્રને ઓળખીએ તો તેને શરૂઆતમાં રોકી શકીએ છીએ, અને સકારાત્મક રોલ મોડેલ બની શકીએ છીએ.

સહાય અને સેવાઓ

1800RESPECT 1800 737 732 અથવા 1800respect.org.au

લાઇફલાઇન 13 11 14 અથવા lifeline.org.au

તમારા રાજ્ય અને પ્રદેશોમાં સહાયક સેવાઓ માટે, અહીં ક્લિક કરો

જો તમે અથવા તમારી જાણકારીમાં કોઈ વ્યક્તિ જાતીય સતામણી અથવા હુમલાથી પ્રભાવિત છે, તો 1800RESPECT ને 1800 737 732 પર કૉલ કરો અથવા 1800respect.org.au ની મુલાકાત લો.

કટોકટીમાં, 000 પર કૉલ કરો.

Share

Published

By Yumi Oba
Presented by Sushen Desai
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service
સકારાત્મક રોલ મોડેલની હાજરીથી લિંગ આધારિત હિંસક વર્તનમાં બદલાવ લાવી શકાય. | SBS Gujarati