નવા વર્ષના આગમન સાથે જ સરકાર નવા નિયમો અને નવા ફી ધોરણો લાગુ કરવા જઈ રહી છે.
આજથી પેંશન માટે નવી એસેસમેન્ટ ટેસ્ટ લાગુ થશે.
નવા સુધારા હેઠળ અંદાજે 330,000 ઓસ્ટ્રેલિયનોને પોતાના પેંશનમાં કટૌતી મળશે, તો લગભગ 90,000 જેટલા લોકો સંપૂર્ણ રીતે પેંશન ગુમાવશે.બીજીબાજુ 170,000 જેટલા પેંશનરોને પ્રતિ સપ્તાહ $15 વધુ મળશે.
પ્રધાનમંત્રી શ્રી ટર્નબુલને આ સુધારા અંગે લેબર અને વન નેશન પક્ષ તરફથી વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.
નવા સુધારા હેઠળ પારિવારિક ઘર ને બાદ કરતા, $250,000 થી વધુ સંપત્તિ ધરાવતા સિંગલ વ્યક્તિને અસર થશે. $375,000 કે તેથી વધુ સંપત્તિ ધરાવતા દંપત્તીઓને અસર થશે.
1લી જાન્યુઆરીથી બદલવામાં આવેલા મહત્વના કેન્દ્રીય કાયદાઓ:
ટેક્સ
- બેકપેકર ટેક્સ - વર્કિંગ હોલી ડે ટેક્સ : આ રીતે પૈસા કમાનાર વ્યક્તિએ હવે થી કમાયેલ દરેક ડોલર પર 15 ટકા ટેક્સ આપવાનો રહેશે. અને જો સેવાનિવૃત્તિ ભંડોળ હોય તો દેશ છોડતા તેના 65 ટકા છોડવા પડશે.તેઓ હવેથી કોઈપણ કરમુક્ત થ્રેશહોલ્ડનો દાવો નહિ કરી શકે.
પેંશન
- ઘરને બાદ કરતા વ્યક્તિગત સંપત્તિ માટેની મર્યાદા વધારવામાં આવી છે પણ, વધુ સંપત્તિ ધરાવનારને ઓછું પેંશન મળશે. ઘરમાલિક દંપત્તિ માટે આ મર્યાદા $375,000 ની છે જયારે ઘર ન હોય તેવા દંપત્તિઓ માટેની મર્યાદા $575,000 છે. ઘરની માલિકી ન ધરાવતા વ્યક્તિ માટે $450,000ની મર્યાદા નિયત કરવામાં આવી છે.
શિક્ષણ
- નવી વેટ ફી લોન યોજના અમલમાં આવી છે. આ યોજના અંતર્ગત સીમિત વ્યવસાયિક કોર્સ માટે વિદ્યાર્થીને $5000, $10,000 કે $15,000 જેટલી મદદ કોર્ષની ફી આધારે મળી શકે છે.
- ઇન્ડસ્ટ્રી સ્કિલ ફન્ડ વડે નાના ઉદ્યોગો પોતાના કર્મચારીઓને તાલીમ આપતા હતા તે બંધ કરવામાં આવી છે.
- યુવા ભથ્થા માટે પ્રાદેશિક કે દુરાંત વિસ્તારોમાં રહેતા યુવાનો માટે કામ કરવાની અવધિ 18 મહિના થી 14 મહિનાની કરવામાં આવી છે.
- વિકલાંગ વિદ્યાર્થીઓ ધરાવતી શાળાઓને વધુ અનુદાન આપવામાં આવશે.
- યુનિવર્સીટીઓ માટે સંશોધન અનુદાન કાર્યક્રમ બે સરળ યોજનાઓમાં વહેંચાયો છે.
ખેતી
- પશુધનના કતલખાનાની લેવિસ ને આર એન્ડ ડી અને માર્કેટિંગ વિભાગમાં વહેંચવામાં આવી છે
- નવી $0.004ની પ્રતિ કિલોની લેવી આર એન્ડ ડી અને પ્લાન્ટ હેલ્થ ઓસ્ટ્રેલિયા સભ્યપદ માટે દાખલ કરાઈ છે.
સ્વાસ્થ્ય
- ગંભીર અસ્થમાની સારવાર માટેની મેપોલીઝુમાબ ને ફાર્માસ્યુટિકલ બેનિફિટ યોજનામાં સમાવવામાં આવી છે.
- વિટામિન બી 1 ની ખામી માટેની સારવારની ટૈક્સિમાઈન હાઈડ્રોક્લોરાઇડ ને પી બી એસ પ્રીસ્ક્રિપશન હેઠળ મુકવામાં આવી છે.
- 2 થી 17 વર્ષના બાળકો ની દાંત ચિકિત્સા માટે બે વર્ષની કેપ $700 કરવામાં આવી છે.
- દૂરના એબોરિજિનલ હેલ્થ સર્વિસ માં દવાની વહેંચણી કરતા ફાર્માસીસ્ટ ને વધુ પૈસા ચૂકવાશે.
ચાઈલ્ડ કેર
- નેની ફી માં રાહત આપતો ટ્રાયલ કાર્યક્રમ નવા અરજદારો માટે બંધ કરવામાં આવ્યો છે.
રોજગાર
- પછાત નોકટી ઇચ્છુકોને નોકરી શોધવા માં મદદ મળે તે હેતુ થી નવો ટ્રાયલ કાર્યક્રમ શરુ કરાયો છે જે વ્યક્તિને તાલીમ, વર્ક એક્સપિરિયન્સ અને મેન્ટરીંગ પૂરું પાડશે.
પર્યાવરણ
- ગ્રીન આર્મી કાર્યક્રમનો અંત થયો છે કોઈ નવા પ્રોજેક્ટનો સ્વીકાર કરવામાં નથી આવ્યો .
- સ્થાનિક બગીચાના સુધાર માટે કાઉન્સિલ , સમુદાય અને પર્યાવરણીય જૂથો માટે અનુદાન ઉપલબ્ધ કરાવાયું છે.
એજ કેર
- એજ કેર સેવાઓ પુરી પાડનારને અપાતા ભંડોળમાં બદલાવ કરવામાં આવ્યો છે.
- 31 વિસ્તારોમાં ખાસ ડિમેન્શિયા કેર યુનિટ સ્થપાશે.
- એજ કેર ફેસેલીટીમાં રહેતા વૃધ્ધોના ઘરની ભાડાની આવકને પેંશન ટેસ્ટ ના દાયરામાં ગણાશે.
સમાજ કલ્યાણ
- કલ્યાણના લાભ મેળવનાર વ્યક્તિ માટે કાયદો વધુ કડક કરવામાં આવ્યો છે.
- ઓસ્ટ્રેલિયન નાગરિક કે કાયમી નિવાસીના પરિવારજન હોવા છતાંય નવા આવેલ આગંતુકોને કલ્યાણ લાભો માટે 2 વર્ષ રાહ જોવી પડશે.
પાસપોર્ટ
- પાસપોર્ટ ફી માં પુખ્ત વયના લોકો માટે $20 અને બાળકો - વરિષ્ઠ નાગરિકો માટે $10 નો વધારો કરવામાં આવ્યો છે.
- પાસપોર્ટની ઝડપી પ્રક્રિયા માટેની ફી માં $54નો વધારો કરવામાં આવ્યો છે.