અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ તેમની પ્રથમ ભારત મુલાકાત અંતર્ગત અમદાવાદ પહોંચી ગયા છે જ્યાં તેમનું એરપોર્ટ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત કર્યું હતું.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે તેમની પત્ની મલેનિયા પણ હાજર રહ્યા હતા.
ગાંધી આશ્રમની મુલાકાત
અમદાવાદ એરપોર્ટથી બંને દેશના વડા ગાંધી આશ્રમ ગયા હતા.
ગાંધી આશ્રમની મુલાકાત દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે ચરખો કાંત્યો હતો. ત્યાર બાદ વિઝીટર ડાયરીમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનતો સંદેશ પણ લખ્યો હતો.
ટ્રમ્પે સંદેશમાં લખ્યું હતું કે, મારા મહાન મિત્ર, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ પ્રવાસ બદલ આભાર.

Trump visited Gandhi Ashram in Ahmedabad. Source: All India Radio
રોડ શોમાં ટ્રમ્પનું અભિવાદન
એરપોર્ટથી ગાંધી આશ્રમ અને ત્યાંથી મોટેરા સ્ટેડિયમ સુધી પ્રમુખ ટ્રમ્પનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. રોડની બંને બાજુએ લોકોએ અમેરિકા અને ભારતના ધ્વજ ફરકાવીને ટ્રમ્પનું અભિવાદન કર્યું હતું.

Trump visited Gandhi Ashram in Ahmedabad. Source: All India Radio
મોટેરામાં 1 લાખ લોકો હાજર
અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પના કાર્યક્રમ માટે લગભગ એક લાખ જેટલા લોકો ઉપસ્થિત રહ્યા હતા અને બંને મહાનુભાવો સ્ટેડિયમ પહોંચ્યાં ત્યારે તેમનું ચીયર કરીને સ્વાગત કરાયું હતું.
Share

