વડાપ્રધાન એન્થની એલ્બાનિસીએ તેમની સરકારના મંત્રીમંડળની રચના કરી છે.
જેમાં મોટી સંખ્યામાં મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
મંત્રીમંડળની રચના કરતી વખતે વડાપ્રધાન એન્થની એલ્બાનિસીએ જણાવ્યું હતું કે, કેબિનેટમાં 10 મહિલાઓને સ્થાન મળ્યું છે. આ ઉપરાંત, 6 મહિલાઓ બહારથી મંત્રીમંડળનો કાર્યભાર સંભાળશે, તેઓ કેબિનેટ કક્ષાના મંત્રીની સાથે તેમના માર્ગદર્શન અંતર્ગત કાર્ય કરશે.
વડાપ્રધાને ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયન કેબિનેટમાં પ્રથમ વખત સૌથી વધુ મહિલાઓને સ્થાન આપવામાં આવ્યું છે.
લિન્ડા બર્ની ઓસ્ટ્રેલિયન સરકારના મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા પ્રથમ ઇન્ડિજીનસ મહિલા બન્યા છે. તેમને ઇન્ડિજીનીસ ઓસ્ટ્રેલિયન્સ મંત્રી બનાવવામાં આવ્યા છે.

Prime Minister Anthony Albanese poses with his new Ministry after a swearing-in ceremony at Government House on June 01, 2022 in Canberra, Australia. Source: Getty Images
જ્યારે એન એલી ઓસ્ટ્રેલિયન સરકારના મંત્રીમંડળમાં કાર્યભાર સંભાળનારા પ્રથમ મુસ્લિમ મહિલા બન્યા છે.
નવી સરકારના મંત્રીમંડળની યાદી
- પેની વોંગ - વિદેશ મંત્રી
- ક્લેર ઓ-નીલ - હોમ અફેર્સ અને સાઇબર સિક્યોરિટી
- કેટી ગેલેઘર - નાણા, જાહેર સેવા તથા મહિલા બાબતોના મંત્રી
- તાન્યા પ્લિબર્સેક - પર્યાવરણ અને જળ મંત્રી
- લિન્ડા બર્ની - ઇન્ડિજીનીસ ઓસ્ટ્રેલિયન્સ મંત્રી
- પેટ્રીક ડોડસન - રીકન્સિલીયેશન અને ઉલુરુ સ્ટેટમેન્ટ ફ્રોમ ધ હાર્ટ બાબતોના મંત્રી
- એન એલી - અર્લી ચાઇલ્ડહૂડ એજ્યુકેશન એન્ડ યુથ
- અમાન્ડા રીશવર્થ - સામાજિક સેવાના મંત્રી
- બિલ શોર્ટન - NDIS તથા સરકારી સેવાના મંત્રી
- એડ હ્યુસીક - ઉદ્યોગ અને વિજ્ઞાન મંત્રી
- માર્ક બટલર - આરોગ્ય તથા એજ કેર બાબતોના મંત્રી
- ટોની બર્ક - રોજગાર તથા કાર્યસ્થળની બાબતોના મંત્રી
- જેસન ક્લેર - શિક્ષણ મંત્રી
- બ્રેન્ડન ઓ-કોનર - સ્કીલ્સ અને ટ્રેનિંગ મંત્રી
- મિશેલ રોલેન્ડ - કમ્યુનિકેશન મંત્રી
- મરે વોટ્ટ - એગ્રીકલ્ચર, ફિશરીશ તથા ઇમર્જન્સી મેનેજમેન્ટ મંત્રી
- ડોન ફરેલ - ટ્રેડ એન્ડ ટુરીઝમ મંત્રી
- એન્ડ્ર્યુ ગીલ્સ - ઇમિગ્રેશન, સિટીઝનશિપ તથા મલ્ટીકલ્ચર બાબતોના મંત્રી