ઓસ્ટ્રેલિયામાં વસતા ભારતીય મૂળના લોકોને વડાપ્રધાન મોરિસનની દિવાળીની શુભેચ્છા

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન, ઇમિગ્રેશન એન્ડ સિટીઝનશિપ મંત્રી એલેક્સ હૉકે કોવિડ-19 મહામારી દરમિયાન દેશના સમુદાયોને સ્વસ્થ, સુરક્ષિત રાખવામાં યોગદાન આપનારા લોકોનો આભાર વ્યક્ત કરી દિવાળીની શુભકામના પાઠવી.

Australian Prime Minister Scott Morrison speaks to Indian Prime Minister Narendra Modi during the 2020 Virtual Leaders Summit between Australia and India at Parliament House in Canberra, Thursday, June 4, 2020. (AAP Image/Lukas Coch) NO ARCHIVING

Prime Minister Scott Morrison extends Diwali greetings to the Indian community in Australia. Source: AAP/Lukas Coch

ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસને ઓસ્ટ્રેલિયામાં રહેતા ભારતીય મૂળના લોકોને દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીની શુભકામના પાઠવી છે.

તેમણે પોતાના શુભેચ્છા નિવેદનમાં જણાવ્યું હતું કે દિવાળીનો પર્વ અંધારા સામે પ્રકાશ, ખોટા સામે સત્યના વિજયની નિશાની છે.

તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં આપણે ખરાબ સમયનો અનુભવ કર્યો છે. પરંતુ, આ વર્ષે દિવાળીના તહેવારથી આપણે કોવિડ-19 મહામારીમાંથી બહાર આવી રહ્યા છીએ.

આ વર્ષે ઓસ્ટ્રેલિયાના કેટલાક ભાગોમાં દિવાળીની ઉજવણીમાં મિત્રો - પરિવારજનોના મેળાવડા, ઉજવણી, કાર્યક્રમો બધુ જ શક્ય બન્યું છે. અને, કેટલાક ભાગોમાં આવતા વર્ષે શક્ય બનશે.

Diwali
Prime Minister extends Diwali greetings to everyone who celebrates the festival of lights. Source: PMO

છેલ્લા કેટલાક વર્ષોમાં મને દિવાળીના જાહેર કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. તેથી જ મને ખબર છે કે દિવાળીનો ઉમંગ, રંગ તથા ભારતીય ખાણીપીણી આ તહેવારની ઉજવણીને વધુ યાદગાર ઉજવણી બનાવી દે છે, તેમ વડાપ્રધાન મોરિસને જણાવ્યું હતું.

તેમણે કોવિડ-19 મહામારી દરમિયાન સમુદાયને સ્વસ્થ અને સુરક્ષિત રાખવામાં યોગદાન આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

અને, દિવાળીનો તહેવાર ઉજવતા તમામ લોકોને શુભકામના પાઠવી હતી.

મિનીસ્ટર ફોર ઇમિગ્રેશન, સિટીઝનશિપ, માઇગ્રન્ટ સર્વિસ એન્ડ મલ્ટીકલ્ચરલ અફેર્સ - એલેક્સ હૉકનો દિવાળી સંદેશ

મંત્રી એલેક્સ હૉકે ઓસ્ટ્રેલિયામાં દિવાળીનો તહેવાર ઉજવતા તમામ લોકોને શુભકામના પાઠવી હતી.

તેમણે શુભેચ્છા પાઠવતા જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં મોટી સંખ્યામાં લોકો કોવિડ-19 પ્રતિરોધક રસી મેળવી રહ્યા છે, અને તેના કારણે જ આપણે ભેગા મળીને દિવાળીની ઉજવણી કરી શકીએ છીએ.

તેમણે ઉમેર્યું હતું કે, ઓસ્ટ્રેલિયામાં ધીરે ધીરે સ્થિતી સામાન્ય થઇ રહી છે તથા લોકડાઉન સમાપ્ત થયું છે ત્યારે તહેવારની ઉવજણી કરતા લોકો નવા કપડા પહેરી, દિવા પ્રગટાવે તથા એકબીજા સાથે હળીમળીને ઉજવણી કરી શકે છે.

Minister for Immigration Alex Hawke.
Minister for Immigration Alex Hawke, Source: AAP

ઓસ્ટ્રેલિયામાં છેલ્લા બે વર્ષમાં તહેવારોની ઉજવણીને અસર પહોંચી છે પરંતુ આ વર્ષની દિવાળીની ઉજવણી ગયા વર્ષ કરતાં થોડી અલગ રહેશે.

સરકારે માતા-પિતાને પણ આંતરરાષ્ટ્રીય મુસાફરી માટે પરિવારના નજીકના સભ્યની યાદીમાં મૂકતા પરિવારો ફરીથી એક થઇને દિવાળી મનાવી શકશે, તેમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રી એલેક્સ હૉકે કોવિડ-19 મહામારી દરમિયાન છેલ્લા 18 મહિનાઓમાં ઓસ્ટ્રેલિયન સમુદાયને સુરક્ષિત રાખવામાં ફાળો આપનારા તમામ લોકોનો આભાર વ્યક્ત કરી દિવાળીની શુભકામના પાઠવી હતી.

ન્યૂ સાઉથ વેલ્સનું સંસદ ભવન રોશનીથી ઝગમગી ઉઠશે

દિવાળીના તહેવાર નિમિત્તે ન્યૂ સાઉથ વેલ્સના સંસદ ભવનને 4થી નવેમ્બર ગુરુવારના રોજ રોશનીથી શણગારવામાં આવશે.

ન્યૂ સાઉથ વેલ્સ સંસદ તરફથી સાંસદ જોનાથન ઓ’ડીયાએ જણાવ્યું હતું કે, દિવાળીનો તહેવાર ઉજવી રહેતા હિન્દુ, શિખ તથા જૈન સમુદાયના સભ્યોના માનમાં સંસદ ભવનની ઇમારત પર રોશની કરી વિવિધતા તથા એકતાનો સંદેશ આપવામાં આવશે.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.

SBS Gujarati Website: www.sbs.com.au/gujarati ને બુકમાર્ક કરો અને તાજા પ્રકાશિત થતા સમાચારો મેળવો.

SBS Radio એપ: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio app ડાઉનલોડ કરો

ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts , Google Podcasts , Spotify પર સબસ્ક્રાઇબ કરો.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.


2 min read

Published

Updated

By Vatsal Patel



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now