પર્મેનન્ટ રેસીડેન્ટ્સને ચૂંટણીમાં વોટનો અધિકાર આપવા રજૂઆત

ઓસ્ટ્રેલિયામાં લગભગ 2.2 મિલિયન પર્મેનન્ટ રેસીડેન્ટને મતદાનનો અધિકાર આપતી રજૂઆત પાર્લામેન્ટની ઇલેક્ટોરલ બાબતની કમિટી સમક્ષ કરાઇ.

Voters cast their ballots in the Tasmanian State Election at Sorell Memorial Hall, Saturday, March 3, 2018. (AAP Image/Rob Blakers) NO ARCHIVING

The electoral committee has been urged to consider allowing non-citizens who have lived in Australia for a year the right to vote. Source: AAP

ઓસ્ટ્રેલિયામાં હાલમાં 2.2 મિલિયન લોકો ચૂંટણીમાં વોટ આપવાથી વંચિત રહી જાય છે. કારણ કે તેઓ ઓસ્ટ્રેલિયન સિટીઝન નહીં પરંતુ પર્મેનન્ટ રેસીડેન્ટ છે.

વર્તમાન સમયમાં ઓસ્ટ્રેલિયામાં રહેતા પર્મેનન્ટ રેસીડેન્ટ માને છે કે તેમને દેશની ચૂંટણીમાં વોટ આપવાનો અધિકાર મળવો જોઇએ અને મે મહિનામાં યોજાયેલી કેન્દ્રીય ચૂંટણીની સમીક્ષા કરી રહેલી પાર્લમેન્ટ્રી કમિટી સમક્ષ આ અંગે રજૂઆત કરવામાં આવી છે.

ફ્રાન્સમાં જન્મેલા ગ્રાફિક ડીઝાઇનર સેલ્વેઇન ગાર્સિયા છેલ્લા આઠ વર્ષથી ઓસ્ટ્રેલિયામાં રહે છે. તેમના માનવા પ્રમાણે ઓસ્ટ્રેલિયન નાગરિક જ ચૂંટણીમાં વોટ આપી શકે તેવા 1981માં બનેલા કાયદામાં સુધારણા કરીને પર્મેનન્ટ રેસીડેન્ટને મતદાનનો અધિકાર આપવો જોઇએ.
یک مطالعه جدید به بررسی نقش رای دهندگان نامصمم در نتیجه انتخابات فدرال پرداخته است.
Source: AAP
કમિટી સમક્ષ કરેલી રજૂઆતમાં તેમણે જણાવ્યું હતું કે હવે હું ફ્રેન્ચ કરતાં ઓસ્ટ્રેલિયન વધારે છું. મને અન્ય પર્મેનન્ટ રેસીડેન્ટ શું અનુભવી રહ્યા છે તેની પણ જાણ છે. વર્ષોથી  અહીં રહેતા પર્મેનન્ટ રેસીડેન્ટ પર સરકારની નીતિઓની સીધી અસર પડે છે એટલે સરકાર પસંદ કરવામાં તેઓ પોતાનો મત ન રજૂ કરી શકે તો તે વ્યાજબી નથી.

ગાર્સિયાએ જણાવ્યું હતું કે ઓસ્ટ્રેલિયન બ્યૂરો ઓફ સ્ટેટીસ્ટીક્સના જણાવ્યા પ્રમાણે ઓસ્ટ્રેલિયામાં હાલમાં પર્મેનન્ટ રેસીડેન્ટની સંખ્યા 2.2 મિલિયન છે.

પર્મેનન્ટ રેસીડેન્ટની કુલ સંખ્યાના 36 ટકા લોકો ન્યૂ સાઉથ વેલ્સમાં, 34 ટકા વિક્ટોરિયામાં અને ક્વિન્સલેન્ડમાં 11 ટકા લોકો વસવાટ કરે છે.

કેટલાક બ્રિટીશર કે જેઓ ઓસ્ટ્રેલિયામાં પર્મેનન્ટ રેસીડેન્ટ તરીકે વસવાટ કરી રહ્યા છે તેઓ ઓસ્ટ્રેલિયાની ચૂંટણીમાં મતદાન કરી શકે છે પરંતુ તે માટે તેમણે જાન્યુઆરી 26, 1984 અગાઉ પોતાનું નામ નોંધાવ્યું હોય તે જરૂરી છે.

Share

Published

Updated

By SBS News
Presented by SBS Gujarati
Source: SBS

Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps
SBS Audio
SBS On Demand

Listen to our podcasts
Independent news and stories connecting you to life in Australia and Gujarati-speaking Australians.
Ease into the English language and Australian culture. We make learning English convenient, fun and practical.
Get the latest with our exclusive in-language podcasts on your favourite podcast apps.

Watch on SBS
SBS World News

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service