SKIP TO MAIN CONTENT

મેલ્બર્નમાં રામલીલા, રાવણદહન સાથે દશેરાની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ

મેલ્બર્નના રોકબેન્ક વિસ્તારના શ્રી દુર્ગા મંદિર ખાતે રવિવારે મોટીસંખ્યામાં ભારતીય સમુદાય ઉપસ્થિત રહ્યો. ફટાકડાની આતશબાજી સાથે રાહણદહન કરાયું.

Raavan's effigy at Sri Durga Temple, Rockbank
Source: SBS Gujarati

1 min read

Published

Updated

By SBS Gujarati

Source: SBS



Skip to article content

મેલ્બર્ન સ્થિત ભારતીય સમાજે રવિવારે શહેરના રોકબેન્ક વિસ્તારમાં આવેલા શ્રી દુર્ગા મંદિર ખાતે યોજવામાં આવેલા દશેરા તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરી હતી.

રામલીલા, સાંસ્કૃતિક કાર્યક્રમો અને આતશબાજી સાથે રાવણદહનનો કાર્યક્રમ પણ ઉજવવામાં આવ્યો હતો.

Dusshera 2019
Source: SBS Hindi

રવિવારે સમગ્ર દિવસ સુધી ચાલેલા કાર્યક્રમની શરૂઆત સાંસ્કૃતિક નૃત્ય દ્વારા થઇ હતી. આ ઉપરાંત, બાળકોએ વિવિધ બોલીવૂડ ગીતો પર પણ ડાન્સ પ્રસ્તુત કર્યા હતા.

SBS દ્વારા યોજવામાં આવેલા બુથમાં પણ લોકોએ મોટી સંખ્યામાં ભાગ લઇને પરિવાર સાથે ફોટો લેવાની તક ઝડપી હતી.

Dusshera 2019
Source: SBS Hindi

કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોએ વિવિધ પ્રકારના ભારતીય વ્યંજનો આરોગવાની સાથે, જ્વેલરી અને પારંપરિક વસ્ત્રોની પણ ખરીદી કરી હતી.

વિવિધ પક્ષોના નેતાઓએ પણ ભારતીય સમુદાયના તહેવારની ઉજવણીમાં હાજરી આપી હતી. અને, પોતાની શુભેચ્છા પાઠવી હતી.

Dusshera 2019
Source: SBS Hindi

કાર્યક્રમના અંતે ફટાકડાની આતશબાજી સાથે રાવણદહન કરવામાં આવ્યું હતું.

Listen to SBS Gujarati every Wednesday and Friday at 4pm.

Follow us on Facebook.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now