આ પ્રકાર ની નવી પહેલ માટે રેફ્યુજી રમતવીરો ની ટીમ બ્રાઝીલ ખાતે સ્પર્ધા માં ભાગ લેશે.
આંતરરાષ્ટ્રીય ઓલમ્પિક કમિટી ના પ્રમુખ થોમસ બાશ નું કહેવું છે કે આ રેફ્યુજીઓ પાસે કોઈ ઘર, ટીમ , ધ્વજ કે રાષ્ટ્રગાન નથી. તેઓ સાથે એમ પણ ઉમેરે છે કે આ ખેલાડીઓ ને ઓલમ્પિક વિલેજ માં દુનિયા ના અન્ય ખેલાડીઓ માફક રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે.
ઓલમ્પિક રમતો ના ઉદઘાટન સમારોહ માં આ ખેલાડીઓ ઓલમ્પિક ધ્વજ સાથે પ્રતિનિધિત્વ કરશે અને તેમના માન માં ઓલમ્પિક એન્થમ વગાડવામાં આવશે . શ્રી બાશ ના જણાવ્યા પ્રમાણે આ ખેલાડીઓ ને શક્ય બધી જ મદદ પૂરી પાડવામાં આવશે .
રેફ્યુજી ટીમ ના મોટાભાગ ના ખેલાડીઓ સીરિયા। દક્ષિણ સુદાન , ઇથોપિયા અને લોકશાહી -ગણરાજ્ય કોન્ગો થી આવે છે.
યુવા સ્વીમર યુંસરા મર્દાની સીરિયા ના યુદ્ધ ક્ષેત્ર થી વર્ષ 2015 માં પોતાની મોટી બહેન સાથે નાસી છુટ્યા હતા. તેઓ એ જાન બચાવવા એક તૂટેલી - સરખી ન ચાલતી મોટર નાવ નો સહારો લીધો હતો અને મુશ્કેલી થી ગ્રીક ટાપુ લેસ્બોસ પહોચ્યા હતા. મર્દાની જણાવે છે કે જયારે રેફ્યુજી ટીમ માં સભ્ય તરીકે જયારે તેઓ ઓલમ્પિક સ્ટેડીયમ માં પ્રવેશ કરશે ત્યાં સુધી તેઓ જૂની લાગણીઓ થી બહાર આવી ગયા હશે.
કેન્યા ખાતે દક્ષિણ સુદાની ખેલાડીઓ નું જૂથ રેફ્યુજી ઓલમ્પિક ટીમ માં જોડવા માટે તૈયારી કરી રહ્યું છે. આ ટીમ ના 10 પૈકી ના 5 સભ્યો એ હાલના દક્ષિણ સુદાન ના વતની છે અને તેઓ વર્ષો થી કુકુમાં રેફ્યુજી કેમ્પ માં રહે છે.
23 વર્ષીય દોડવીર રોઝ લોકોલીયન 800 મીટર દોડમાં ભાગ લેશે . તેઓએ હાલમાંજ આ અંગે તાલીમ શરુ કરી છે.
આ સાથે નૈરોબી તાલીમ કેન્દ્ર માં તાલીમ લઇ રહેલ દક્ષિણ સુદાન ના અન્ય દોડવીર 24 વર્ષીય પોલો અમોટુન લોકોરો 1500 મીટર દોડ માં ભાગ લેશે.
I-O-C પ્રમુખ થોમસ બાશ નું કહેવું છે કે આ ટીમ એ આંતર રાષ્ટ્રીય સમુદાય ને પ્રતીતિ કરાવે છે કે રેફ્યુજી લોકો આપણા સમાજ નો જ એક ભાગ છે અને તેઓ આપણા સમાજ ને સમૃદ્ધ કરવા માં યોગ્ય યોગદાન આપી શકે છે.
તેઓએ એમ પણ ઉમેર્યું કે અકલ્પનીય પરિસ્થિતિ નો સામનો કર્યા બાદ પણ તેઓ પોતાના કૈશલ્ય અને પ્રતિભા થી યોગદાન આપી રહ્યા છે અને માનવ સંવેદના ને ટકાવી રહ્યા છે.
I-O-C નું કહેવું છે કે ઓલમ્પિક પત્યા બાદ પણ તેઓ આ રેફ્યુજી ખેલાડીઓ ને ટેકો આપતા રહેશે .
Share

