હાઇલાઇટ્સ
આંતરરાષ્ટ્રીય સ્કીલ્ડ વર્કર્સ વિસા સબક્લાસ 491 અને 494 અંતર્ગત રીજનલ ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થઇ શકે છે.
અરજીકર્તા તેમના પરિવારજનો સાથે સ્થળાંતર કરી શકે છે.
લાયકાત ધરાવતા કર્મચારીઓ ઓસ્ટ્રેલિયન પર્મેનન્ટ રેસીડેન્સી માટે અરજી કરી શકે છે.
સ્કીલ્ડ વર્ક રીજનલ (પ્રોવિઝનલ) વિસા સબક્લાસ 491 અને સ્કીલ્ડ એમ્પલોયર સ્પોન્સર્ડ રીજનલ (પ્રોવિઝનલ) વિસા સબક્લાસ 494 આંતરરાષ્ટ્રીય સ્કીલ્ડ વર્કર્સને ઓસ્ટ્રેલિયાના રીજનલ વિસ્તારોમાં સ્થાયી થવાની તક પૂરી પાડે છે.
આ વિસા 45 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા સફળ ઉમેદવારને ઓસ્ટ્રેલિયામાં પાંચ વર્ષ સુધી રહેવાની છૂટ આપે છે. અને જો તેઓ લાયક બને તો પર્મેનન્ટ રેસીડેન્સીની તક પણ પૂરી પાડે છે.
પ્રાથમિક અરજીકર્તા માટે તેની કિંમત 4045 ઓસ્ટ્રેલિયન ડોલર છે અને અરજીમાં પરિવારના અન્ય સભ્યોનો પણ સમાવેશ થાય તો તેની કિંમતમાં વધારો થાય છે.

સ્કીલ્ડ વર્ક રીજનલ (પ્રોવિઝનલ) વિસા સબક્લાસ 491
આ વિસા માટે અરજી કર્યા અગાઉ તમારી પાસે ઓસ્ટ્રેલિયાના રાજ્ય કે ટેરીટરીની સંસ્થાનું આમંત્રણ હોવું જરૂરી છે.
પ્રથમ, તમારો વ્યવસાય ઓસ્ટ્રેલિયન સ્કીલ્ડ ઓક્યુપેશન લિસ્ટમાં સમાવિષ્ટ હોવો જોઇએ. આ લિસ્ટ રાજ્યો અને ટેરીટરી પ્રમાણે તથા ઓસ્ટ્રેલિયન લેબર માર્કેટના સર્વે પ્રમાણે બદલાતું રહે છે.
ડીપાર્ટમેન્ટ ઓફ જોબ્સ એન્ડ સ્મોલ બિઝનેસ ઓસ્ટ્રેલિયામાં સ્કીલની અછતના આધારે તે લિસ્ટને બદલતું રહે છે.
આ ઉપરાંત, તમારે સ્કીલસિલેક્ટના આધારે તમારો રસ અભિવ્યક્ત કરવો જરૂરી છે, તે એક મફતમાં ઉપલબ્ધ ઇમિગ્રેશનની ઓનલાઇન અરજી પ્રક્રિયા છે, જે અંતર્ગત સ્કીલ્ડ વર્કર્સ કે વેપાર – ઉદ્યોગો કામચલાઉ ધોરણે અથવા કાયમ માટે ઓસ્ટ્રેલિયા સ્થળાંતર થઇ શકે છે.
સ્કીલસિલેક્ટ દ્વારા તમારા શિક્ષણ, કાર્યના અનુભવ, અંગ્રેજી ભાષાની લાયકાત અને અન્ય શિક્ષણના પોઇન્ટ્સ પ્રાપ્ત થશે. ઓછામાં ઓછા 65 પોઇન્ટ્સની જરૂર હોય છે પરંતુ, દરેક રાજ્યો અને ટેરીટરીની જરૂરીયાત પ્રમાણે તે અલગ અલગ હોઇ શકે છે.
આ ઉપરાંત, તમારા વ્યવસાયના આધારે જે – તે સંસ્થામાંથી સ્કીલ એસેસમેન્ટ કરાવવું જરૂરી છે.

સ્કીલ્ડ એમ્પલોયર સ્પોન્સર્ડ રીજનલ (પ્રોવિઝનલ) વિસા સબક્લાસ 494
આ વિસા રીજનલમાં કાર્યરત વ્યવસાયો માટે છે. જો તેઓ ઓસ્ટ્રેલિયામાંથી જ કર્મચારી ન શોધી શકે તો તેઓ વિદેશથી કર્મચારીને સ્પોન્સર કરી શકે છે.
તે અંતર્ગત બે વિસા મુખ્ય છે – એમ્પલોયર સ્પોન્સર્ડ સ્ટ્રીમ અને લેબર એગ્રીમેન્ટ સ્ટ્રીમ.
એમ્પલોયર સ્પોન્સર્ડ સ્ટ્રીમ અંતર્ગત, તમારા નોકરીદાતાએ તેમનો રીજનલ વિસ્તારમાં સ્થાયી વેપાર – ઉદ્યોગ સ્પોન્સરશીપ માટે મંજૂર થઇ જાય તો તેઓ અરજી કરી શકે છે.
લેબર એગ્રીમેન્ટ સ્ટ્રીમ અંતર્ગત, તમારો વ્યવસાય ઓસ્ટ્રેલિયન સરકાર અને તમારા નોકરીદાતા વચ્ચે લેબર એગ્રીમેન્ટ હેઠળ મંજૂર હોવો જોઇએ. જેમાં તમારા નોકરીદાતાએ તે દર્શાવવું જરૂરી છે કે તેમને ઓસ્ટ્રેલિયન લેબર માર્કેટમાં કુશળ કર્મચારી મળી રહ્યા નથી.
વર્તમાન સમયમાં, 9 પ્રકારના ઉદ્યોગો સાથે કરાર કરવામાં આવ્યા છે, ડેરી, ફિશીંગ, મીટ, ધર્મસ્થાનોના પૂજારી, ઓન-હાયર, પોર્ક, રેસ્ટોરન્ટ્સ, એડવર્ટાઇઝીંગ અને હોર્ટીકલ્ચર.
બંને પ્રવાહ માટે, તમારી પાસે અંગ્રેજીની યોગ્ય લાયકાત અને સકારાત્મક સ્કીલ એસેસમેન્ટ હોવું જરૂરી છે.

જોકે, તમારું ઘર છોડીને અજાણ્યા અંતરિયાળ વિસ્તારમાં કાર્ય મેળવવું સરળ હોતું નથી.
કેટલીક અન્ય બાબતો પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે, ફક્ત નોકરી જ નહીં, પરિવાર સાથે સંકળાયેલી બાબતો પણ મહત્વની છે.
રીજનલ ઓસ્ટ્રેલિયા ઇન્સ્ટીટ્યૂટના સીઇઓ, જેક આર્ચર જણાવે છે કે સ્થાયી થવા અંગેનો અનુભવ જે – તે વિસ્તારના લક્ષણો અને વ્યક્તિના વર્તન પર આધાર રાખે છે.
તેઓ ઉમેરે છે કે માઇગ્રન્ટ્સ તેમને પોતાને કેટલા જલદી સ્થાનિક જનજીવનમાં ભેળવી દે છે તેની પર પણ આધાર રાખે છે.
ઘર, નોકરી અને સામાજિક જીવન પણ ઘણા મહત્વપૂર્ણ છે.
અખિલેશ મૂર્તિ ભારતીય માઇગ્રન્ટ્સ છે, તેઓ તેમની પત્ની સાથે ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયાની સરહદ પાસે આવેલા અલ્બરી, વૂડોંગા રીજનલ વિસ્તારમાં સ્થાયી થયા છે.
તેઓ જણાવે છે કે અહીંના સમુદાયમાં ભારતીય સમાજ જેવા પારિવારીક જીવનની ઝલક જોવા મળે છે.
મેં તુરંત જ ઓસ્ટ્રેલિયન સંસ્કૃતિ સ્વીકારવાનો નિર્ણય લીધો.
સ્થાનિક લાઇબ્રેરીમાં, મૂર્તિને તેમના સમુદાય વિશેની જરૂરી માહિતી પ્રાપ્ત થઇ, અને તેમણે ભારત અને ઓસ્ટ્રેલિયન સંસ્કૃતિમાં સામાન્ય હોય તેવી બાબતો સ્વીકારવાનું શરૂ કર્યું. તેઓ નોર્થ અલ્બરી ક્રિકેટ ક્લબમાં સામેલ થયા.
મેં ક્રિકેટ ક્લબમાં ઘણા મિત્રો બનાવ્યા, તેમને મને ઘણી મદદ કરી. જેનો મને ફાયદો પણ થયો.
સ્કીલ ઓક્યુપેશન લિસ્ટની વધુ માહિતી મેળવો.
સરકારની વેબસાઇટની મુલાકાત લઇ રીજનલ વિસ્તારો માટેની પહેલ અને જે – તે રાજ્યો અથવા ટેરીટરીની માહિતી મેળવો.

