બેંગ્લોર સ્થિત આઈ . ટી કમ્પની માઈન્ડ ટ્રી સાથે કામ કરનાર પ્રભા કુમાર ની ગત વર્ષે છરી મારી હત્યા કરવા માં આવી હતી . તેઓ પોતાને ઘેર પરત ફરી રહ્યા હતા. જયારે આ દુર્ઘટના ઘટી ત્યારે તેઓ પોતાને ઘેર થી 300 મિત્ર ની દુરી પર પેરમેટ્ટા પાર્ક માં હતા. તેઓ પોતાના પતિ સાથે ફોન પર વાતો કરી રહ્યા હતા. તેમની અંતિમ ઝલક

પ્રભા કુમાર નું શવ અધિકારીઓ એ પરિવાર જનો ને આપ્યું . તેમના પતિ અરુણ કુમાર અને ભાઈ શકર શેટ્ટી એ ન્યાય ની માંગણી કરી હતી. જયારે ભારતીય સમુદાય વડે તેમને શ્રદ્ધાંજલી આપવાના કાર્યક્રમ નું આયોજન થયું હ્તું

ઓસ્ટ્રેલીયન પોલીસે જણાવેલ કે તેઓ તેમની શોધ ભારત સુધી લંબાવાશે , જેથી પ્રભા કુમાર ની હત્યા ની ગુત્થી નો અંત લાવી શકાય . એક નવો વિડીયો પણ જાહેર કરવામાં આવ્યો .
સ્વ. પ્રભા કુમાર ની યાદ માં ઘટના સ્થળ પર એક બાંકડો મુકવામાં આવ્યો, અને જે રસ્તા પર આ દુર્ઘટના બની તે વોક વે ને પ્રભા'સ વોક નામ આપવામાં આવ્યું

પ્રભા કુમાર ના પતિ એ આ હત્યા અંગે માહિતી અને ન્યાય માટે અપીલ કરી હતી

તાજા મળેલ પુરાવાઓ પ્રમાણે ,ગુનાખોજ્ક અધિકારીઓ ને આ હત્યા ના તાર ભારત થી જોડાયેલા હોવાનો શક છે . આ અંગે પ્રભા કુમાર ના જીવન ના અન્ય પાસા ઓ ની તપાસ કરવી રહી તેવું તેમને જણાવ્યું હતું .
પ્રથમ પુણ્યતિથી એ પ્રભા કુમાર ને શ્રદ્ધાંજલિ નો કાર્યક્રમ પેરામેટ્ટા પાર્ક ખાતે યોજાયો હતો


