ભારતીય મૂળના રિશી સુનક યુનાઇટેડ કિંગડમના નવા વડાપ્રધાન બનવા જઇ રહ્યા છે.
તેમની કન્ઝર્વેટીવ પાર્ટીના નેતા તરીકે પસંદગી થયા બાદ યુનાઇટેડ કિંગડમને છેલ્લા 2 મહિનામાં ત્રીજા નવા વડાપ્રધાન મળશે.
42 વર્ષીય સુનક દેશના વર્તમાન સમયમાં સૌથી યુવા વડાપ્રધાન બનશે.
સુનક લીઝ ટ્રસનું સ્થાન લેશે
રિશી સુનક વડાપ્રધાન પદે લીઝ ટ્રસનું સ્થાન લેશે. લીઝ 44 દિવસ સુધી યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન પદે રહ્યા હતા અને ત્યાર બાદ તેમણે પદ પરથી રાજીનામું આપવું પડ્યું હતું.
રિશી સુનકે સોમવારે પાર્ટીના નેતાઓને સંસદમાં જણાવ્યું હતું કે, દેશે આર્થિક પડકારોનો સામનો કર્યો છે અને હવે એક થઇને મુકાબલો કરવાનો સમય આવી ગયો છે.
તેમણે પાર્ટી તથા દેશને એક કરવા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
સુનકની મંગળવારે બ્રિટનના સ્થાનિક સમયે કિંગ ચાર્લ્સ દ્વારા વડાપ્રધાન પદ પર વરણી કરવામાં આવશે.
ભારતીય મૂળના વડાપ્રધાન
રિશી સુનકની યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન તરીકે વરણી થયા બાદ તેઓ આ પદ ગ્રહણ કરનારા ભારતીય મૂળના પ્રથમ નેતા બન્યા છે.
તેમનો પરિવારે 1960માં ભારતથી યુનાઇટેડ કિંગડમ સ્થળાંતર કર્યું હતું.
સુનકે ઓક્સફોર્ડ યુનિવર્સિટી તથા સ્ટેન્ડફોર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.
ત્યાં તેઓ તેમના પત્નિ અક્ષતા મૂર્તિને મળ્યા. અક્ષતા ભારતીય કંપની ઇન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પુત્રી છે.
સુનકની યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાન તરીકે વરણી થયા બાદ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન આપ્યા હતા.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm