SKIP TO MAIN CONTENT

સિડનીના બસ ડ્રાઇવર્સ પર દિવાળીની ઉજવણી માટે રજા પર ઉતર્યાનો આરોપ

સિડનીમાં બસ ડ્રાઇવર્સે પગાર વધારા તથા અન્ય કેટલાક પ્રશ્નોના કારણે હડતાલ પાડતા તેમના પર દિવાળીના દિવસે રજા લીધી હોવાનો આરોપ, જોકે બસ ડ્રાઇવરના જણાવ્યા પ્રમાણે તે માત્ર એક સંયોગ.

Over 100 bus drivers called in sick in Sydney.
Source: Supplied

2 min read

Published

Updated

By Avneet Arora

Presented by Vatsal Patel


Skip to article content

સિડનીમાં બુધવારે હિલ્સબસ નેટવર્કના 115 જેટલા ડ્રાઇવર્સ એક સાથે રજા પર ઉતરી જતા પેસેન્જર્સ મુશ્કેલીમાં મુકાયા હતા. મોટાભાગના ડ્રાઇવર્સ ભારતીય મૂળના હોવાના કારણે એવું અનુમાન લગાવાયું હતું કે તેઓ દિવાળી હોવાથી રજા પર ઊતરી ગયા છે.

સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા ફોટોગ્રાફ્સ પ્રમાણે સેંકડો લોકો વરસાદમાં પણ બસની રાહ જોતા લાઇનમાં ઊભા છે.

જેમાંથી ઘણા બધાએ ફેસબુક તથા ટ્વિટર પર પોતાનો રોષ ઠાલવીને ડ્રાઇવર્સ પર દિવાળીની ઉજવણી માટે રજા પર ઊતરી ગયા હોવાનો આરોપ મૂક્યો હતો.

જોકે સિડની મોર્નિંગ હેરાલ્ડને આપેલા નિવેદનમાં નેટવર્કના પ્રવક્તાએ ડ્રાઇવર્સની રજાનું કારણ આપતા જણાવ્યું હતું કે ડ્રાઇવર્સ દ્વારા તેમના પગાર તથા કામની શરતો અંગેના કેટલાક પ્રશ્નોના મુદ્દે તેઓ રજા પર ઊતર્યા હતા.

પ્રવક્તાના જણાવ્યા પ્રમાણે, ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયન પેકેજના પ્રસ્તાવને સમર્થન આપે છે જે અન્ય ખાનગી ઓપરેટર્સના પ્રસ્તાવ કરતાં ઘણું સારું છે. મોટાભાગના ડ્રાઇવર્સ પણ તેના સમર્થનમાં છે.

કેટલાક ડ્રાઇવર્સના એક જુથે એક દિવસની હડતાલ રાખી હતી. તેને ટ્રાન્સપોર્ટ વર્કર્સ યુનિયન સાથે સંબંધ નથી, તેમણે ઉમેર્યું હતું.

એક ડ્રાઇવરે SBS Punjabi સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ડ્રાઇવર્સના એક ગ્રૂપે હડતાલની જાહેરાત કરી હતી. તેને દિવાળી સાથે કોઇ જ સંબંધ નથી.

તે એક સંયોગ હતો. મારા માનવા પ્રમાણે દિવાળીના દિવસે હડતાલ યોગ્ય નથી. ભારતીય ડ્રાઇવર પરનો આ આરોપ ખોટો છે.

આ હડતાલ ડ્રાઇવર્સના પગાર તથા નવા ટાઇમટેબલના વિરોધમાં હતી. નવા ટાઇમટેબલ પ્રમાણે ડ્રાઇવર્સને બે ટ્રીપ વચ્ચે બ્રેકનો યોગ્ય સમય મળતો નથી.

ન્યૂ સાઉથ વેલ્સના ટ્રાન્સપોર્ટ વિભાગના જણાવ્યા પ્રમાણે હવે બસ સર્વિસ યોગ્ય રીતે શરૂ થઇ ગઇ છે.

Follow SBS Gujarati on Facebook.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now