વર્ષ 2011ની જનગણના મુજબ ભારતમાં વિશ્વના સૌથી વધુ પ્રજ્ઞાચક્ષુ (અંધ લોકો) રહે છે. આ લોકો માટે પ્રાથમિક પડકાર છે સ્વતંત્ર રીતે હલનચલન કરવું, શિક્ષા મેળવવી, રોજગાર મેળવવો અને આઝાદીથી જીવન જીવવું.
આજે જયારે વિજ્ઞાને પ્રગતિ કરી છે તો આઈ આઈ ટી દિલ્હીના વિદ્યાર્થીઓએ અંધલોકો સ્વતંત્રતાથી હરિફરી શકે અને તેમને ઇજા ન પહોંચે તેવા હેતુ થી તેમની સફેદ લાકડીને વિજ્ઞાનિક ટેક્નોલોજી વડે વધુ ઉપયોગી લાકડી 'સ્માર્ટ કેન' બનાવી છે. 

Blind Person Crossing Street Source: iStockphoto
મોટાભાગના પ્રજ્ઞાચક્ષુ લોકો હાથમાં સફેદ લાકડી રાખે છે. આ લાકડી થી રસ્તા પર આવનાર અવરોધ વિષે જાણી શકાય છે પરંતુ જમીનથી ઉપરના અવરોધ અંગે જાણી શકાતું નથી. જેમકે ગલીમાં ઘરની બારી ખુલ્લી હોવી, એર કનિશનરનો ભાગ, ઝાડ કે છોડની ડાળી વગેરે. વળી તેમની સામાન્ય લાકડીથી તેઓ 1 મીટર સુધીના અંતરમાં રહેલ અવરોધો અંગે જાણી શકે છે. આથી ઘણી વખત તેઓને ચહેરાપર કે શરીરના ઉપરના ભાગોમાં ઇજા થતી હોય છે.
આ સ્માર્ટકેનમાં રહેલ સ્માર્ટચીપ ટેક્નોલોજીના કારણે અલ્ટ્રાસોનિકવૅવ બને છે જેથી અંધ વ્યક્તિના રસ્તામાં ઘૂંટણથી ઉપર, 3 મીટર જેટલા દૂર રહેલા અવરોધ અંગે પણ જાણી શકાય છે. આ પ્રકારના અવરોધ જણાતા સ્માર્ટકેન વાઈબ્રેટ થાય છે અને તેને વાપરનાર વ્યક્તિ સાવધ બને છે.

Source: Supplied
ભારતના વિવિધ ભાગોમાં સમાજસેવી સંસ્થાઓની મદદથી આંધલોકો માટે ઉપલબ્ધ સ્માર્ટકેન હવે આંતરરાષ્ટ્રીય સ્તરે અમુક દેશોમાં વિકલાંગો માટે કાર્યરત સમાજસેવી સંસ્થાઓના માધ્યમથી ઉપલબ્ધ કરવામાં આવે છે.