ઓસ્ટ્રેલિયન બ્યુરો ઓફ સ્ટેટેસ્ટિક્સ ઓસ્ટ્રેલિયા માં વસતા 200 દેશો ના 300 થી વધુ ભાષા બોલતા 24 મિલિયન લોકો નો સમાવેશ આ જનગણના માં કરવાની અપેક્ષા ધરાવે છે.
દર પાંચ વર્ષે યોજાતી આ જનગણના એ દેશ ના વિકાસ ની યોજનાઓ ઘડવા માટે ઉપયોગી નીવડશે .
CENSUS 1: આ વર્ષ ની જનગણના એ પ્રથમ વખત ઓનલાઇન થઈ રહી છે અને આ જનગણના માં 10 મિલિયન ઘરો અને 24મિલિયન લોકો ની ગણના થશે. આ જનગણના અંગે ની માહિતી માટે મુલાકાત લ્યો www.census.abs.gov.au
CENSUS 2: જનગણના માં આપેલ માહિતી એ નવા ઘરો, સ્કૂલો, હોસ્પિટલો ની ક્યાં જરૂર છે અને ક્યાં બાંધવા તેના આયોજન માટે વાપરવામાં આવશે.
CENSUS 3: 1 ઓગસ્ટ થી આપને પત્ર વડે આપના જનગણના માટે ના લોગ ઈન નમ્બર અને સૂચનાઓ સાથે આ જનગણના ઓનલાઇન કેવી રીતે ભરવી તે અંગે ની વિગત વાર માહિતી મોકલવામાં આવશે.
CENSUS 4: આપ ઓનલાઇન જનગણના માં ભાગ લેવા ન ઇચ્છતા હોવ તો આપ જનગણનાપત્ર મંગાવી શકો છો અને પત્ર વડે આમાં ભાગ લઈ શકો છો. જનગણનાપત્ર મંગાવવા માટે ફોન નમ્બર છે 1300214 531.

Pen over purple and white census forms
CENSUS 6: આપ જો જનગણનાપત્ર વડે આ કાર્યક્રમ માં ભાગ લઈ રહ્યા હોવ તો, વિગતો ભરેલ ફોર્મ એ નિયત સમય માં પરત મોકલી દેવું. જનગણના અધિકારી તેને પરત લેવા આવે તેની રાહ ન જોવી.
CENSUS 7: જનગણના ની સાંજે જો આપ વિદેશ માં હોવ તો આપે આ કાર્યક્રમ માં ભાગ લેવાની જરૂર નથી.

CENSUS 9: જનગણના માં ભાગ લેવા માટે આપે ઓસ્ટ્રેલિયન નાગરિક હોવું જરૂરી નથી. આ જનગણના માં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, ઓસ્ટ્રેલિયા આવેલ મુલાકાતીઓ - પ્રવાસીઓ એ પણ ભાગ લેવો ફરજીયાત છે.
CENSUS 10: 9 ઓગસ્ટ ની જનગણના માં તમામ 457 વિસા ધારકો એ ભાગ લેવો ફરજીયાત છે.
CENSUS 11: આપ જનગણના ની વિગતો ને ભરવા માટે - સમજવા માટે ભાષાંતર ની સેવા માટે માંગણી કરી શકો છો. આ માટે ફોન નમ્બર છે 131 450.

CENSUS 13: જો આપ પ્રાદેશિક વિસ્તાર માં રહેતા હશો તો જનગણના અંગે મદદ કરવા જનગણના અધિકારી આપણી મુલાકાત લઈ શકે છે.
CENSUS 14: આપનું નામ અને સરનામું અન્ય કોઈપણ સરકારી વિભાગ સાથે શેર નહી કરવામાં આવે.