SBS Gujarati Diwali Competition - તમારી દિવાળીની ઉજવણી વિશેના ઓડિયો મેસેજ મોકલો અને ઇનામ જીતો

SBS Gujarati Diwali Competition 2023 માં ભાગ લો અને આકર્ષક ઇનામ જીતો.

Indian Family celebrating Diwali festival with fire crackers

Indian Family celebrating Diwali festival with fire crackers Source: iStockphoto

હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળીની ઓસ્ટ્રેલિયામાં પરંપરાગત રીતે ઉમંગ અને ઉલ્લાસથી ઉજવણી થાય છે. ત્યારે ઓસ્ટ્રેલિયામાં વસતા લોકો પાસે તક છે, SBS Gujarati Diwali Competition 2023 માં ભાગ લઇને આકર્ષક ઇનામ જીતવાની.

SBS Gujarati Diwali Message Competition 2023

તમારા દિવાળીની ઉજવણી અને યાદોના ઓડિયો સંદેશ અમને gujarati.program@sbs.com.au પર 6 નવેમ્બર 2023થી 19 નવેમ્બર 2023 દરમિયાન મોકલો.

સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે...

તમારા માટે દિવાળીની ઉજવણીમાં સૌથી ખાસ શું હોય છે?

દાખલા તરીકે, અમુક લોકો માટે પરિવાર સાથે ઉજવણી કરવી સૌથી મહત્વની છે તો કોઇને માટે દિવાળી એટલે મીઠાઇ કે અવનવી વાનગીઓની મજા માણવી. ઘણા લોકો દિવાળીની ખરીદી માટે આતુરતાથી રાહ જોતા હોય છે તો ઘણા માટે ફટાકડા વિના દિવાળીની ઉજવણી શક્ય ન હોય.

તમારા માટે દિવાળીમાં ખાસ શું છે અને તમે ઓસ્ટ્રેલિયામાં દિવાળી કેવી રીતે ઉજવો છો?

આ અંગે તમારે ઓડિયો મેસેજ રેકોર્ડ કરીને સંદેશ મોકલવાના રહેશે.

ઓડિયો મેસેજ 30 સેકન્ડથી મહત્તમ 1 મિનિટની સમય મર્યાદામાં હોય એ જરૂરી છે.

Businesses get green light to offer rewards to people who receive their COVID jab.
Businesses get green light to offer rewards to people who receive their COVID jab. Credit: Gift cards

ઇનામ

સ્પર્ધામાં એક વિજેતા પસંદ કરવામાં આવશે. ઇનામ સ્વરૂપે 250 ઓસ્ટ્રેલિયન ડોલરનું એક ગિફ્ટ વાઉચર આપવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેવાની પ્રક્રિયા

સ્પર્ધામાં ભાગ લેવા માટે તમારે ઓડિયો સંદેશ gujarati.program@sbs.com.au પર મોકલવાનો રહેશે.

સ્પર્ધામાં ભાગ લેનારી વ્યક્તિએ તેમની માહિતી જેમાં, નામ, જન્મ તારીખ, ઓસ્ટ્રેલિયામાં ઘરનું સરનામું, ઇ-મેલ એડ્રેસ, ફોન નંબર મોકલવાનો રહેશે.

18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિએ જો સ્પર્ધામાં ભાગ લેવો હોય તો તેમના માતા-પિતાએ ઇ-મેલમાં બાળકની ભાગ લેવાની મંજૂરી અને બાળકની વિગતો આપવાની રહેશે.

માતા-પિતાએ ઇ-મેલમાં તેમની પોતાની વિગતો આપવી જરૂરી છે.

6 નવેમ્બર 2023થી 19 નવેમ્બર 2023 (AEST) સાંજે 5 વાગ્યા સુધી એન્ટ્રી મોકલી શકો છો.

વિજેતાઓની જાહેરાત

સ્પર્ધકોમાંથી એક વિજેતા પસંદ કરવામાં આવશે. જેની જાહેરાત 19મી નવેમ્બર બાદ કરવામાં આવશે. વિજેતાને ઇ-મેલ અથવા ફોન દ્વારા જાણકારી આપવામાં આવશે.

SBS Gujarati વેબસાઇટ પર તથા રેડિયો કાર્યક્રમમાં સ્પર્ધકોના ઓડિયો મેસેજ પ્રસિદ્ધ કરવામાં આવશે.

સ્પર્ધામાં ભાગ લેવાની શરત

SBS Gujarati Diwali Message Competition 2023 માં હાલમાં ઓસ્ટ્રેલિયામાં રહેતી કોઇ પણ ઉંમરની વ્યક્તિ ભાગ લઇ શકે છે.

18 વર્ષથી નાની ઉંમરની વ્યક્તિએ જો સ્પર્ધામાં ભાગ લેવો હોય તો, તેમના માતા-પિતાએ તેમના બદલે તેમની એન્ટ્રી સબમીટ કરવાની રહેશે.

સ્પર્ધાના પ્રાયોજક, પ્રાઇઝ સપ્લાયર અને તેની સાથે જોડાયેલી કંપની તથા તેમના નજીકના પરિવારજનો ભાગ લઇ શકશે નહીં.

સ્પર્ધામાં વ્યક્તિ દીઠ એક જ એન્ટ્રી મોકલાવી શકાશે.

સ્પર્ધાની અન્ય શરતો માટે Terms and Conditions ની મુલાકાત લો.

** ઓડિયો મોકલીને તમે SBSને તે સોશિયલ મીડિયા સહિતના માધ્યમ પર વાપરવાની પરવાનગી આપી રહ્યા છો. તથા, તમામ વયસ્ક સ્પર્ધક અને 18 વર્ષની ઓછી વયના બાળકોના માતા-પિતા આ અંગે સંમતિ આપી રહ્યા છે.


3 min read

Published

Updated

By SBS Gujarati

Source: SBS


Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now