1. SBS નેશનલ લેંગ્વેજ સ્પર્ધા શું છે?
SBS નેશનલ લેંગ્વેજિસ કોમ્પિટિશન 2017 ઑસ્ટ્રેલિયામાં અંગ્રેજી સિવાયની ભાષાના ભણતરને પ્રોત્સાહન આપવાની એક પહેલ છે. ઑસ્ટ્રેલિયાના બહુસાંસ્કૃતિક સમાજનું પ્રતિબિંબ પડતી એક રાષ્ટ્રવ્યાપી સ્પર્ધા છે.
ઑસ્ટ્રેલિયામાં અંગ્રેજી સિવાયની ભાષા શીખતાં ૪ થી ૧૮વર્ષની વયના તમામ વિદ્યાર્થીઓને આમંત્રણ છે.
પ્રતિયોગિતામાં દાખલ થવા માટે, વિદ્યાર્થીઓએ એક વિડિઓ (મહત્તમ 30 સેકંડ લાંબો) અપલોડ કરવાનો છે. વિડિઓમાં જણાવો "‘What learning a language means to you?’ 'તમે જે ભાષા શીખી રહ્યાં છો, તેનું તમારે માટે શું મહત્વ છે ?"
યાદ રાખો, આ વિડિઓ અંગ્રેજીમાં નહિ , જે ભાષા શીખી રહ્યા છો તેમાં બનાવવાનો છે. અને હા જેટલો વધુ સર્જનાત્મક હશે તેટલી જીતવાની શક્યતા વધારે.
2. સ્પર્ધા ક્યારે શરૂ થાય છે?
સોમવાર ૨૪ જુલાઇ ૨૦૧૭ , સવારના ૯:00 વાગ્યા (AEST) થી શુક્રવાર ૧ સપ્ટેમ્બર ૨૦૧૭ (AEST) મધરાત સુધીમાં તમારો વિડિઓ મોકલાવી શકો છો.
3. કોણ ભાગ લઇ શકે ?
ઓસ્ટ્રેલિયામાં અંગ્રેજી સિવાયની કોઈ ભાષા શીખતાં તમામ વિદ્યાર્થીઓ માટે આ પ્રતિયોગિતા ખુલ્લી છે. પ્રવેશકોને ચાર જૂથોમાં વર્ગીકૃત કરવામાં આવે છે:
કેટેગરી એ: જુનિયર પ્રાયમરી (૪ -૭ વર્ષ)
કેટેગરી બી: પ્રાથમિક (૮ થી ૧૨ વર્ષ)
કેટેગરી સી: જુનિયર હાઇસ્કૂલ (૧૩-૧૫ વર્ષ)
કેટેગરી ડી: વરિષ્ઠ હાઇસ્કૂલ (૧૬ - ૧૮ વર્ષ)
ભાષા શીખવતી તમામ સંસ્થાઓ અને તેમના વિદ્યાર્થીઓ ભાગ લઇ શકે છે.
4. વિજેતાને ઇનામ શું મળશે ?
ચાર વિજેતાઓ ચૂંટવામાં આવશે , દરેક વય શ્રેણીમાંથી એક. જેમને મળશે:
- આઇપેડ પ્રો 12.9 ઇંચ 256GB , એક વિજેતા માટે અને એક તેમની શાળા માટે
- સિડનીમાં લ્યુના પાર્કનો બે વ્યક્તિ માટે આખા દિવસનો પાસ
ઓક્ટોબર ૨૦૧૭માં સિડની સ્થિત SBS મુખ્યાલયમાં એક વિશેષ સમારંભમાં વિજેતાઓને આમંત્રિત કરી એવૉર્ડ આપવામાં આવશે.
વિજેતા NSW માં ના રહેતા હોય તો તેમને માટે અને તેમના એક વાલી માટે રિટર્ન એરફેર અને સિડનીમાં એક રાત રહેવાનો ખર્ચો પણ SBS આપશે.
5. વિજેતાઓ ક્યારે જાહેર કરવામાં આવશે?
દરેક કેટેગરીમાંથી એક વિજેતા નામાંકિત કરવામાં આવશે, SBS National Languages Competition સ્પર્ધાના કુલ ચાર વિજેતાઓ હશે.
સપ્ટેમ્બર ૨૦૧૭ માં વિજેતાઓને email અને ફોન દ્વારા સૂચિત કરવામાં આવશે.
6. શાળાઓ માટે સંસાધનો
SBS National Languages Competition સ્પર્ધાની વિશાળ સફળતા માટે અમને તમારા સમર્થનની જરૂર છે!
તમારા વર્તુળોમાં અન્યને આ સ્પર્ધા વિષે જણાવો :
કૃપા કરીને પોસ્ટરો અને FAQ દસ્તાવેજોનાં પ્રિન્ટ-આઉટ્સ વિવિધ ભાષા શીખતાં વિદ્યાર્થીઓના શિક્ષકો, માતાપિતા અને વાલીઓ સાથે શેર કરો.
શું તમારી પાસે શાળા ન્યૂઝલેટર છે કે તમે સ્પર્ધાને પ્રમોટ કરી શકો છો? અમે લેખો અને ચિત્રો સાથે શાળાઓને વિગતો મોકલી આ સ્પર્ધા વધુમાં વધુ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માંગીયે છીએ અમારો સમ્પર્ક કરો :
તકનીકી સમસ્યાઓ અને સામાન્ય પૂછપરછ માટે, કૃપા કરી અમને queries.nlc@sbs.com.au પર email કરો
મીડિયા પૂછપરછ માટે, uma.sandeep@sbs.com.au નો સંપર્ક કરો