ડિજિટલ કન્ટેન્ટ પ્રોડ્યુસરની જવાબદારી SBS ગુજરાતી પ્રોગ્રામની ઓનલાઇન ઉપસ્થિતિનું વિસ્તરણ અને ડિજિટલ પ્લેટફોર્મ દ્વારા પ્રોગ્રામના વિસ્તરણની રહેશે. ડિજિટલ નિર્માતાએ ગુજરાતી કાર્યક્રમના એક્ઝિક્યુટિવ પ્રોડ્યુસર, રેડિયો પ્રસ્તુતકર્તા અને પ્રોડક્શન ટીમ સાથે કામ કરવાનું રહેશે, તે માટે અઠવાડિયામાં ત્રણ થી ચાર દિવસ અમારા સિડની અથવા મેલ્બર્ન સ્ટુડિયોમાં થી કામ કરવાનું છે.
જો આટલું કરી શકો તો અમારો સંપર્ક કરો :
વેબસાઈટ અને સોશિયલ મીડિયા માટે ગ્રાફિક્સ, વિડીયો, ફોટો ગેલેરી, ચાર્ટ્સ અને પોલ્સ તૈયાર કરવા.
વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ જેવા કે ફેસબુક અને ટ્વિટર માટે કન્ટેન્ટ તૈયાર કરવું.
ફોટોશોપ અને ઑડિઓ-વિડિઓ એડિટિંગ ટેકનોલોજીનો અનુભવ.
પત્રકારત્વ અને રેડિયો પ્રસારણમાં અનુભવ ઇચ્છનીય છે પરંતુ અનિવાર્ય નહિ.
અરજી કરવાની છેલ્લી તારીખ ૨૯ જાન્યુઆરી છે.