ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (આઇસીસી) એ 2020માં ઓસ્ટ્રેલિયા ખાતે રમાનારા ટી20 વર્લ્ડ કપના કાર્યક્રમની જાહેરાત કરી દીધી છે. આ વખતે સૌ પ્રથમ વખત મેન્સ તથા વિમેન્સ ટૂર્નામેન્ટ અલગ અલગ રીતે રમાશે.
મેન્સ ટૂર્નામેન્ટમાં 16 ટીમો વચ્ચે 45 મેચ રમાશે. જેની શરૂઆત 18મી ઓક્ટોબરથી થશે અને 15મી નવેમ્બરે ફાઇનલ રમાશે. જ્યારે, વિમેન્સ ટૂર્નામેન્ટમાં ટોચની 10 ટીમો ભાગ લેશે. તેમની વચ્ચે 21મી ફેબ્રુઆરીથી 8મી માર્ચ દરમિયાન 23 મેચ રમાશે.
બંને ટૂર્નામેન્ટની ફાઇનલ મેલ્બોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ (એમસીજી) ખાતે રમાશે.

આઇસીસીના જણાવ્યા પ્રમાણે, ટી20 વર્લ્ડ કપની ઓપનિંગ સેરેમની સિડની શોગ્રાઉન્ડ સ્ટેડિયમ ખાતે થશે અને ઓસ્ટ્રેલિયન વિમેન્સ ટીમ તથા ભારતીય વિમેન્સ ટીમ વચ્ચે પ્રથમ મેચ રમાશે. મેન્સ વર્લ્ડ કપમાં ઓસ્ટ્રેલિયા 24મી ઓક્ટોબરના રોજ પાકિસ્તાન સામે સિડનીમાં ટકરાશે.
ભારતીય મેન્સ ક્રિકેટ ટીમ 24મી ઓક્ટોબરના રોજ સાઉથ આફ્રિકા સામે પર્થ સ્ટેડિયમમાં આમને-સામને થશે. વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ ન્યૂઝીલેન્ડ સામે 25મી ઓક્ટોબરે મેલ્બોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમીને પોતાના અભિયાનનો પ્રારંભ કરશે.
મેન્સ ટૂર્નામેન્ટ માટેના ગ્રૂપ્સ
ગ્રૂપ - 1
પાકિસ્તાન, ઓસ્ટ્રેલિયા, વેસ્ટ ઇન્ડીઝ, ન્યૂઝીલેન્ડ, પ્રથમ રાઉન્ડની ગ્રૂપ - એની પ્રથમ ટીમ, પ્રથમ રાઉન્ડની ગ્રૂપ - બીની બીજી ટીમ
ગ્રૂપ - 2
ભારત, ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા, અફઘાનિસ્તાન, પ્રથમ રાઉન્ડની ગ્રૂપ - બીની પ્રથમ ટીમ, પ્રથમ રાઉન્ડની ગ્રૂપ - એની બીજી ટીમ
ક્વોલિફાઇંગ રાઉન્ડ્સ 18મી ઓક્ટોબર 2020થી શરૂ થશે.
કાર્યક્રમ (ફક્ત ઓસ્ટ્રેલિયા તથા ભારતની મેચનો કાર્યક્રમ)
ઓસ્ટ્રેલિયા વિ. પાકિસ્તાન, 24 ઓક્ટોબર 2020, એસસીજી , સિડની
ઓસ્ટ્રેલિયા વિ. વેસ્ટ ઇન્ડીઝ, 28 ઓક્ટોબર 2020, પર્થ સ્ટેડિયમ, પર્થ
ઓસ્ટ્રેલિયા વિ. એ-1, 31 ઓક્ટોબર 2020, બ્રિસબેન ક્રિકેટ ગ્રાઉન્ડ, બ્રિસબેન
ઓસ્ટ્રેલિયા વિ. બી-2, 3 નવેમ્બર 2020, એડિલેડ ઓવલ, એડિલેડ
ઓસ્ટ્રેલિયા વિ. ન્યૂઝીલેન્ડ, 6 નવેમ્બર 2020, એમસીજી, મેલ્બોર્ન
ભારત વિ. સાઉથ આફ્રિકા, 24 ઓક્ટોબર 2020, પર્થ સ્ટેડિયમ, પર્થ
ભારત વિ. એ-2, 29 ઓક્ટોબર 2020, એમસીજી, મેલ્બોર્ન
ભારત વિ. ઇંગ્લેન્ડ, 01 નવેમ્બર 2020, એમસીજી, મેલ્બોર્ન
ભારત વિ. બી-1, 5 નવેમ્બર 2020, એડિલેડ ઓવલ, એડિલેડ
ભારત વિ. અફઘાનિસ્તાન, 8 નવેમ્બર 2020, એસસીજી, સિડની
સેમીફાઇનલ -1, 11 નવેમ્બર 2020, એસસીજી, સિડની
સેમિફાઇનલ - 2, 12 નવેમ્બર 2020, એડિલેડ ઓવલ, એડિલેડ
ફાઇનલ - 15 નવેમ્બર 2020, એમસીજી, મેલ્બોર્ન

