1. જીવનના કોઈ એક તબક્કે દર 6 માંથી 1 ઓસ્ટ્રેલિયન સ્ટ્રોકથી પીડાય છે.

2. દર ત્રણ માંથી એક વ્યક્તિ સ્ટ્રોકનો ભોગ બન્યાના એક વર્ષમાં મૃત્યુ પામે છે.

Source: EPA
3. સ્તન કેન્સરના કારણે મૃત્યુ પામતી મહિલાઓ અને પ્રોસ્ટેટ કેન્સરના કારણે મૃત્યુ પામતા પુરુષો કરતા સ્ટ્રોકથી મૃત્યુ પામનારની સંખ્યા વધુ છે.

Source: Getty Images
4. સ્ટ્રોકનો ભોગ બનનારા 20% લોકોની ઉંમર 55 વર્ષ કરતા ઓછી છે.

Source: Getty Images
5. મોટાભાગે પુરુષો નાની ઉંમરે સ્ટ્રોકથી પીડાય છે.

Source: AAP
6. સ્ટ્રોક આવવાનું એક મુખ્ય કારણ બ્લડ પ્રેશર છે.
સામાન્ય બ્લડ પ્રેશર (લોહીનું દબાણ) સામાન્ય 120/80 જેટલું હોવું જોઈએ. બ્લડ પ્રેશર (લોહીનું દબાણ) 140/90 થી વધુ હોય તેને હાઈ બ્લડ પ્રેશર (લોહીનું ઊંચું દબાણ) કે હાઇપરટેંશન કહે છે.

Source: Press Association
7. FAST પરીક્ષણએ સ્ટ્રોકના લક્ષણો જાણવાનો અને ઓળખવાનો સરળ ઉપાય છે.
FAST પરીક્ષણએ નીચે મુજબના સામાન્ય પ્રશ્નો થી કરી શકાય 1)ચહેરો તપાસો - શું ચહેરો ઉતરી ગયો છે ? 2)હાથ - શું વ્યક્તિ બંને હાથ ઉંચા કરી શકે છે ? 3)ભાષા (બોલવું )- શું તેમની બોલી થોથવાય છે? 4) શું વ્યક્તિ આપને સમજી શકે છે ? સ્ટ્રોકમાં સમયનું ખુબજ મહત્વ છે, તો આવા કોઈપણ લક્ષણો દેખાય તો તરત જ 000 પર ફોન કરવો

Source: Courtesy of Stroke Foundation
8. સ્ટ્રોકના લક્ષણો અલગ કે એકસાથે દેખાઈ શકે છે

Source: Monty Rakusen/Getty Images
9. સ્ટ્રોકની અમુક સારવાર સ્ટ્રોક આવવાના અથવા તેના લક્ષણ દેખાવાના 4.5 કલાક અંદર જ આપવી જરૂરી છે.

Source: AAP
10. તાત્કાલિક મેડિકલ સારવાર નિર્ણાયક બને છે.
તાત્કાલિક મેડિકલ સારવાર દર્દીની જિંદગી બચાવી શકે છે અથવા સ્ટ્રોકના કારણે થતા મગજના નુકસાનને ઘટાડી શકે છે. દર્દીને સ્ટ્રોક આવ્યો છે કે ભૂતકાળમાં આવ્યો હતો તે ફક્ત ડોક્ટર જ જણાવી શકે છે.

Source: AAP