1. સંતાનના જીવનનો ભાગ બનો, તેમની સાથે સક્રિય રહો
સંતાનના રસના વિષયો પ્રત્યે રુચિ કેળવો. નિયમિત રીતે કશીક પ્રવૃત્તિ સાથે કરો. પરિવાર સાથે સમય ગાળવો ખુબ જ મહત્વનો છે, જે દરરોજ સાથે જમવા જેવા સરળ નિયમ થી અમલમાં લાવી શકાય છે.

Source: Getty Images
2. તમારા બાળકોની વાત સાંભળો
પોતાના સંતાનો સાથે એવો વ્યવહાર રાખો જેથી તેઓ આપની સાથે પોતાની સમસ્યા રાખવામાં ખચકાય નહિ. પારિવારિક નિર્ણયો કરતી વખતે પણ તેમનો અભિપ્રાય પૂછવો જેથી તેમને અનુભવાય કે તેમનો મત પણ જરૂરી છે.

Source: Getty Images
3. એક આદર્શ બનો
વાલીઓની આદતોની ખુબ જ ઊંડી અસર સંતાનો પર પડે છે. એમાં પણ દારૂ કે તમ્બાકુ સેવનની આદત, કે પછી દવાઓના દુરુપયોગની આદતની તો તેમના પર ખાસ અસર થાય છે.

Source: Getty Images
4. સંતાનો સાથે પ્રામાણિક બનો
એ સ્વાભાવિક છે કે આપને ડ્રગ્સ અંગે બધીજ જાણકારી ન હોય, પણ જો વાલી આ અંગે પ્રામાઈક રહે તો સંતાનો માટે પણ વાલીઓ સાથે પ્રામાણિક રહેવું સરળ બનશે.

Source: Getty Images
5. યોગ્ય ક્ષણને ઝડપી લો
ડ્રગ્સ જેવા વિષય પર વાત કરવા માટે જયારે આપ પરિવાર સાથે ટીવી જોતા હોવ, કે પછી બાળકો કોઈ વિષે આપની સાથે કે તેમના મિત્રવર્તુળ માં વાત કરતા હોય, તેવો સમય પસંદ કરો .

Source: AAP
6. ધીરજ રાખો
જયારે ડ્રગ્સ જેવા (સંવેદનશીલ) વિષય પર ચર્ચા કે વાત કરવામાં આવે ત્યારે ધીરજ રાખવી ખુબ જરૂરી છે. આ વિષય પર લેક્ચર આપવું કે વધુ પડતી પ્રતિક્રિયા આપવાથી ભવિષ્યમાં આ વિષય પર વાત કરવી મુશ્કેલ બનશે અને આપના સંતાનો આ બાબતે આપની સાથે વાત કરતા અચકાશે.

Source: Pixabay/Public Domain
7. સંઘર્ષ ટાળો
સંઘર્ષ સાથે કોઈ પ્રશ્ન હલ કરવો મુશ્કેલ છે. જો સંઘર્ષની કે સામસામે આવી જવા જેવી પરિસ્થિતિ પેદા થાય તો તે સમયે વાલી અને સંતાનોએ આ વિષય પર વાત કે ચર્ચા છોડી દેવી અને પછી જયારે ફરી યોગ્ય તક મળે ત્યારે સાનુકૂળ વાતાવરણમાં ફરી વાત કે ચર્ચા કરવી .

Source: Pixabay/Public Domain
8. વાત કરતા રહો
એકવખત ડ્રગ્સ વિષે વાત કર્યા બાદ સમયાંતરે આ મુદ્દે વાત કરતા રહો. બાળકમાં ડ્રગ્સ સેવન ન કરવા અંગેની જાગૃતિ જેટલી જલ્દી આવે તે વધુ સારું

Source: Getty Images
9. સ્પષ્ટ સીમાઓ બાંધો
આપના બાળકો સાથે ડ્રગ્સ મોજુદ હોય તેવી પરિસ્થિતિ કે સંજોગોમાં તેઓ શું કરશે તે અંગે ચર્ચા કરો અને શું કરવું તે અંગે સહમતીભર્યો માર્ગ શોધો. ઉદાહરણ તરીકે , આપના બાળકોને જણાવો કે કોઈપણ પરિસ્થિતિ કે સંજોગોમાં આપ તેમની સાથે છો પણ તેઓ ડ્રગ્સના કારણે કોઈ એવી અગમ્ય પરિસ્થિતિમાં ન મુકાય તેવી કાળજી રાખવી.

Source: Getty Images