1. ડિમેન્શિયા અને તેના લક્ષણો અંગે જાણકારીનો અભાવ
કેટલાક સમુદાયો માં ડિમેન્શિયા (ઉન્માદ) અંગે વિવિધ માન્યતાઓ છે - જેમકે તે કોઈ બીમારી, માનસિક રોગ, વૃદ્ધાવસ્થાની નિશાની કે પછી કોઈ સામાન્ય ઘટના છે. ડિમેન્શિયા એ એક સિન્ડ્રોમ છે જે વિવિધ માનસિક બીમારીઓના લીધે થાય છે. ડિમેન્શિયા થી વ્યક્તિની યાદશક્તિ, વિચારશક્તિ, વર્તન અને રોજબરોજની પ્રવૃતિ કરવામાં તકલીફ પડે છે.

Female doctor holding CAT scan Source: AAP
2. ડિમેન્શિયા એ વૃદ્ધાવસ્થા નો એક ભાગ હોવાની માન્યતા
કેટલાક સમુદાયો માં ડિમેન્શિયા ને વૃદ્ધાવસ્થાનો એક ભાગ માનવામાં આવે છે. આ તકલીફના મોડું નિદાન માટે મોટેભાગે આ તકલીફના લક્ષણો અંગેની અજ્ઞાનતા, મદદ માટે ક્યાં જવું તે જાણકારીનો અભાવ કે કોઈપ્રકારના લેબલ લાગવાનો ડર અને શરમ જવાબદાર છે, જે પરિસ્થિતિ ગંભીર બનાવે છે.

Source: AAP
3. ડિમેન્શિયા સાથે જોડાયેલ કલંક
મોટાભાગના લોકો તેમની આ તકલીફ અંગે લોકો પોતા વિષે શું સમજશે તેવા ડર થી ખુલ્લી રીતે ચર્ચા નથી કરતા. જેના લીધે તેઓ સામુહિક પ્રવૃત્તિઓ માં કે સામાજિક ટેકો આપતી પ્રવૃત્તિઓ માં ખાસ ભાગ નથી લેતા.

Source: Public Domain/Pixabay
4. અંગ્રેજી ભાષા અંગે ઓછું જ્ઞાન હોવાથી વાતચીત માં પડતી તકલીફ
ડિમેન્શિયાની તકલીફ થી પીડાતા લોકોમાં ઘણીવાર અંગ્રેજી ભાષા ની આવડત ભુલાઈ ગયેલ લાગે છે અને તેઓ પોતાની માતૃભાષા તરફ વળે છે.

Source: Pedro Ribeiro Simoes CC BY 2.0
5. કુટુંબ દ્વારા જ સંભાળ રખાય તેવી આશા
કેટલાક સમુદાયો માં પરિવારના સભ્યો જ વડીલોની ધ્યાન રાખે તેવી પ્રથા છે. પણ, પારંપરિક માન્યતા સાથે ઓસ્ટ્રેલિયન મૂલ્યોને અપનાવતા ઘણા ડિમેન્શિયા ધરાવતા વૃધ્ધોના જીવનધોરણ માં ફરક આવ્યો છે.

Source: Getty Images