SKIP TO MAIN CONTENT

સેટલમેન્ટ ગાઈડ : પુખ્તવયના માઈગ્રન્ટ લોકો માટેના અંગ્રેજી ભાષાના કાર્યક્રમ (AMEP) અંગે 5 જરૂરી બાબત

પુખ્તવયના માઈગ્રન્ટ લોકો માટે ચલાવવામાં આવતો અંગ્રેજી ભાષા શીખવવાનો કાર્યક્રમ ઓસ્ટ્રલિયામાં સ્થાયી થવા માટે મદદ કરતો સૌથી લાંબો કાર્યક્રમ છે. જે અંતર્ગત નવા આગંતુકો માટે 500થી વધુ કલાક માટે અંગ્રેજી ભાષા શીખવવાના વર્ગો ચલાવવામાં આવે છે.

AUstralia
Source: Getty Images

1 min read

Published

Updated

By Harita Mehta



Skip to article content

1 આ મફત વર્ગો માટેની લાયકાત તાજેતરમાં ઓસ્ટ્રેલિયા આવેલ કાયમી કે હંગામી વીસા ધારકો છે.

AMEP ના મફત વર્ગો માટે તમામ કાયમી નિવાસી વીસાધારકો લાયક છે. આ ઉપરાંત કેટલાક હંગામી વીસાધારકો કે જેમની પાસે અંગ્રેજી ભાષાનું કામચલાઉ જ્ઞાન નથી તેઓ માટે પણ આ વર્ગો ઉપલબ્ધ છે.

Australian visa
Source: SBS

2 આ AMEP વર્ગો માટેની કાયકાત ધરાવતા વીસાધારકો એ ઓસ્ટ્રેલિયામાં પ્રવેશના 6 મહિનામાં પોતાનું નામ રજીસ્ટર કરાવવું

18 વર્ષથી ઓછી આયુ ધરાવતા લોકો માટે રજીસ્ટ્રેશનની મુદત લાંબી છે. તમામ વિદ્યાર્થીઓએ 5 વર્ષના ગાળામાં ટ્યૂશન પૂર્ણ કરવા ફજીઆત છે.

New arrivals

3 આ અભ્યાસક્રમો અંગ્રેજી ભાષા બોલવા અને લખવા માટે રાષ્ટ્રીય માન્યતા પ્રાપ્ત છે

આ અભ્યાસક્રમોના પ્રાથમિક થી લઇને માધ્યમવર્તી એમ ચાર સ્તર છે.

Accredited courses

4 આ વર્ગો જુદી જુદી જગ્યા એ ચાલે છે અને અભ્યાસ માટે વિવિધ પદ્ધતિઓ પણ છે

આ વર્ગો ફુલટાઇમ,પાર્ટટાઈમ વ્યક્તિગત રીતે કે પત્રવ્યવહારથી, ઈન્ટરનેટના માધ્યમથી કે 250 જેટલા સ્થળોએ મોજુદ રજીસ્ટર હોમટયુટરની મદદથી પણ કરી શકાય છે.

Classroom

5 નાની ઉંમરના શાળાએ ન જતા બાળકો માટે મફત ચાઈલ્ડ કેરની વ્યવસ્થા છે

AMEPવર્ગોના પ્રદાતાઓ તેમના અંગ્રેજી ભાષા શીખવા આવનારના નાની ઉંમરના શાળાએ ન જતા બાળકો માટે મફત ચાઈલ્ડ કેરની વ્યવસ્થા રાખવા માટે જવાબદાર છે

Childcare
Source: AAP

આ અંગેની વધુ જાણકારી 26 languages માં ઉપલબ્ધ છે.

વધુ માહિતી માટે Adult Migrant English Program

 


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now