1.દર ત્રણ માંથી એક ઓસ્ટ્રેલીયન મહિલા શારીરિક અથવા જાતીય હિંસા નો અનુભવ કરે છે.

2. 45 વર્ષ થી ઓછી વય ની મહિલાઓ માં ઘરેલું હિંસા એ મૃત્યુ અને ઈજા નું મુખ્ય કારણ છે.

3. સરેરાશ દર અઠવાડિયે એક મહિલાની હત્યા તેના વર્તમાન કે ભૂતપૂર્વ સાથી વડે કરવામાં આવે છે.
જયારે પણ તાત્કાલિક મદદ ની જરૂર પડે કે કોઈ આપત્તિ જણાય તો તરત જ 000 પર પોલીસ ને ફોન કરવો.

4. બહુસાંસ્કૃતિક સમુદાયો ની મહિલાઓ પરિવારમાં થતી ઘરેલું હિંસા નું સૌથી વધુ જોખમ ધરાવે છે.

5. કેટલીક મહિલાઓ જુદા જુદા વિસા ધરાવતી હોવાના કારણે દેશનિકાલ નો ભય ધરાવે છે, આ ભય ના લીધે તેઓ ઘરેલું હિંસા અંગે ફરિયાદ કરતા ડરે છે.
સપોર્ટ વર્કર કે મિત્રો સાથે ચર્ચા કરી કઠણ નિર્ણય કરવામાં મદદ મળે છે.

જો આપ કોઇપણ પ્રકાર નું જોખમ અનુભવતા હોવ તો 000 પર તરત જ ફોન કરો.
કોઇપણ સમયે કાઉન્સેલર સાથે વાત કરવા 1800 737 732 (or 1800 R-E-S-P-E-C-T on your keypad) કરવો અથવા 1800 Respect મુલાકાત લ્યો.
વિક્ટોરિયા માટે મહિલા ઘરેલું હિંસા સંકટ સેવા (WDVCSV) 1800 015 188 અથવા ન્યુ સાઉથ વેલ્સ માટે 1800 65 64 63 નંબર પર ફોન કરવો.
વધુ માહિતી માટે મુલાકાત લ્યો Respect
અપ્રવાસી મહિલા સહાયતા સેવા વિવિધ ભાષાઓ માં ઉપલબ્ધ છે :The Immigrant Women’s Support Service
ન્યુ સાઉથ વેલ્સ પોલીસ વડે એક વિડીયો અભિયાન શરુ કરવામાં આવ્યું છે, જેનું નામ છે “It’s not your fault” . આ અભિયાન નો મૂળ ઉદેશ જનતા માં ઘરેલું અને પારિવારિક હિંસા પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે.
Share

