1. ઓસ્ટ્રેલિયા માં રહેતા અને કમાણી કરતા દરેક વ્યક્તિ માટે ટેક્સ રિટર્ન જરૂરી છે.
જો આપ ટેક્સ રિટર્ન અંગે અનિશ્ચિત હોવ, તો Do I need to lodge a tax આ લિન્ક પર ક્લિક કરી જાણી શકશો કે આપ ટેક્સ રિટર્ન માટે લાયક છો કે નહીં.

2. આપ માય ટેક્સ કે રજીસ્ટર ટેક્સ એજન્ટની મદદ થી ટેક્સની પ્રક્રિયા પૂર્ણ કરી શકો છો.
myTax ઓનલાઇન ટેક્સ ભરવા માટેનો સરળ અને સુરક્ષિત ઉપાય છે. આ રીતે આપ બે અઠવાડિયા માં ટેક્સ પરત મેળવી શકો છો . myTax ઓનલાઇન વાપરવા માટે myGov માં એકાઉન્ટ હોવું જરૂરી છે. જો આપ એજન્ટ ની મદદ લેવા ઇચ્છતા હોવ તો એ નિશ્ચિત કરવું કે તે રજીસ્ટર એજન્ટ હોય.

3. તમામ દસ્તાવેજો હોવા જરૂરી છે
ટેક્સ ભર્યા નો રેકોર્ડ (records) રાખવો જરૂરી છે જે માટે - પેમેન્ટ ની સમરી, રસીદો અને જ્યારથી આપે ટેક્સ ભર્યો હોય ત્યારથી 5 વર્ષ સુધી નો કરાર જરૂરી છે.

4. ટેક્સ રિટર્ન નક્કી કરે છે કે આપે Medicare levy લેવી ચુકવણી જરૂરી છે કે નહીં, અને જો ચુકવણી છે તો કેટલી ચુકવવાની છે.

5. નાણાંકીય વર્ષ 2015-2016 નો કર ભરવાની અંતિમ તારીખ 31ઓક્ટોબર 2016 છે.
જો નિયત સમય માં કર ભરવાનો ચૂકાઈ જવાય (Failure to lodge ) તો દંડ થઈ શકે છે.

Share

