સેટલમેન્ટ ગાઈડ : વિદેશી આવક જાહેર કરવા અંગે જરૂરી 5 બાબતો

જો આપ ઓસ્ટ્રેલિયા માં વસતા હોવ અને ટેક્સ ભરવા માટે લાયક હોવ તો જાણવું રહ્યું કે આપનો આવકવેરો એ આપણી વિશ્વભર થી થતી આવક પ્રમાણે નક્કી કરવામાં આવે છે. તો આવી વિદેશી આવક માં કઈ બાબતો નો સમાવેશ થાય છે ?

Tax

Source: Getty Images

1. વિદેશી પેંશન અને એન્યુઈટી

મોટાભાગ ના ઓસ્ટ્રેલિયા માં રહેતા લોકો એ તેમના વિદેશી પેંશન અને વાર્ષિકી (એન્યુઈટી ) પર કર ચૂકવવો ફરજીયાત છે. જો આપ ના વિદેશ પેંશન અને વાર્ષિકી પર બંને દેશો માં કર કાપતો હોય તો આપ ટેક્સ ઓફસેટforeign income tax offset માટે દાવો કરી શકો છો. આપ જે દેશ થી પેંશન મેળવતા હોવ અને ઓસ્ટ્રેલિયા ની તે દેશ સાથે સંધિ tax treaty હોય તો આપ જે -તે દેશ થી કર પરત મેળવી શકો છો.

Foreign pension
Source: Getty Images

2. વિદેશી રોજગાર ની આવક

જો આપ વિદેશ માં વસતા ઓસ્ટ્રેલિયન હોવ તો પણ ઓસ્ટ્રેલિયન ટેક્સ રિટર્ન ફાઈલ કરવું અને આપણી વિદેશ ના રોજગાર થી થયેલ તમામ આવક foreign employment income કોઈ પણ મળેલ છૂટછાટ સાથે, ભલે ને જે -તે દેશ માં આપે ટેક્સ ભર્યો હોય છતાંય જાહેર કરવી ફરજીયાત છે. આપ વિદેશ થી ઓનલાઇન ટેક્સ રિટર્ન દાખલ કરી શકો છો

Foreign employment income
Source: Getty Images

3. વિદેશ માં કરેલ નિવેશ ની આવક

વિદેશ ની મિલકત ને ભાડે આપવાથી થયેલ આવક ને પણ ઓસ્ટ્રેલિયન ટેક્સ રીર્ટન માં બતાવવી ફરજીયાત છે. જ્યારે આપે આ મિલ્કત ભાડે થી આપી ત્યારે થી આ મિલ્કત સાથે સંકળાયેલ તમામ નાણાકીય ચુકવણી અને ભાડા ની સંપૂર્ણ રકમ નો આ જોગવાઈ માં સમાવેશ થાય છે. જો આપે વિદેશ માં પોતાની મિલકત પર કર ચુકવ્યો હોય તો આપ વિદેશી આવક ના ટેક્સ ઓફસેટ foreign income tax offset માટે દાવો કરી શકો છો.

Nest egg
Source: Craig McCausland/Getty Images

4. વિદેશી વ્યાપાર ની આવક

વિદેશ ના તમામ ડિવિડન્ડ અને વ્યાજ ને જાહેર કરવા ફરજીયાત છે. જો આપ ને વિદેશી કમ્પની , ટ્રસ્ટ કે જીવનવીમા પોલિસી થી વ્યાજ મળતું હોય interests in a foreign company તો તેની આવક સાથે આપે ટેક્સ રિટર્ન ભરવું.

Foreign assets
Source: Oliver Burston/Getty Images

5. વિદેશી અસ્ક્યામતો પર કેપિટલ ગેઇન

ઓસ્ટ્રેલિયન નિવાસી તરીકે, વિદેશ ની અસ્ક્યામતો પર થયેલ કેપિટલ ગેઇન capital gains you make on overseas assets પર આપે ટેક્સ ચૂકવવો પડે, ઉદાહરણ તરીકે જ્યારે આપ વિદેશ ની અસ્ક્યામતો વેચો છો. આપણા ટેક્સ રિટર્ન માં આ નોંધ ફરજીયાત હોવી જોઈએ. જો આ ગેઇન ટેક્ષેબલ હોય અને આપે વિદેશ માં ટેક્સ ભર્યો હોય તો આપ વિદેશી આવક ટેક્સ ઓફસેટ foreign income tax offset માટે લાયક ઠરી શકો છો.

Enjoying capital gains overseas
Source: Getty Images

વધુ માહિતી માટે ATO ની વેબસાઈટ ની મુલાકાત લ્યો.

Austrade વેબસાઈટ પર ઓસ્ટ્રેલિયન ટેક્સ અંગે ના નિયમો ની જાણકારી છે .

Taxpayers Australia ની મુલાકાત લઈ કર ટાળવો અને કરચોરી વચ્ચે તફાવત સમજી શકશો.

ડિપાર્ટમેન્ટ ઓફ હ્યુમન સર્વિસીઝ પર વિસ્તૃત જાણકારી મેળવી શકાય છે.


1 min read

Published

Updated

By Harita Mehta, Ildiko Dauda



Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now