1. ખોવાયેલ વ્યક્તિ અંગે રિપોર્ટ નોંધાવવા 24 કલાક રાહ જોવાની જરૂર નથી

Source: Yui Yui Hoi/Getty Images
2. ખોવાયેલ વ્યક્તિ અંગે નો રિપોર્ટ આપ કોઈપણ સ્થાનિક પોલીસ સ્ટેશન પર નોંધાવી શકો છો
ખોવાયેલ વ્યક્તિ નો રિપોર્ટ ફોન પર નોંધાવવાની વ્યવસ્થા ફક્ત દક્ષિણ ઓસ્ટ્રેલિયા માંજ છે. જો આપ આ રિપોર્ટ નોંધાવવા વ્યક્તિગત રીતે પોલીસ સ્ટેશન ની મુલાકાત લઇ શકવા સક્ષમ ન હોવ તો આપ સ્થાનિક પોલીસ સ્ટેશન નો અન્ય માધ્યમ થી સંપર્ક કરી જરૂરી વિકલ્પો અંગે જાણી શકો છો.

Source: Australian government
3. રિપોર્ટ નોંધાવતી વખતે પોલીસ ને જેટલી આપી શકો તેટલી જરૂરી વિગતો આપવી
વ્યક્તિ અંગે ની જરૂરી માહિતી જેમકે -નામ, સરનામું, મિત્રો -સંબંધીઓ ના સંપર્ક , સેન્ટરલિંક બેનિફિટ, પાસપોર્ટ નમ્બર કે તેની જાણકારી, તબીબી જરૂરત અને આપને તે વ્યક્તિ ની સુરક્ષા ને લઇ ને જે ચિંતા હોય તેની જાણકારી - પોલીસ ને તે વ્યક્તિ ને શોધવા માં મદદ રૂપ થશે.

Source: AAP
4. ખોવાયેલ વ્યક્તિ અંગે રિપોર્ટ બનાવવા, પોલીસ વધુ વિગતો માંગી શકે છે
સામાન્ય તાપસ કર્યા બાદ જો ટૂંક સમય માં ખોવાયેલ વ્યક્તિ ને શોધી ન શકાય તો પોલીસ આપનો સંપર્ક વધુ વિગતો માટે કરી શકે છે.

Source: Rattlenoun CC BY SA 4.0
5. નોંધાવેલ રિપોર્ટ નું દસ્તાવેજીકરણ કરવું
ખોવાયેલ વ્યક્તિ ને શોધવા માટે નિમાયેલ પોલીસ અધિકારી નું નામ, હોદ્દો , પોલીસ સ્ટેશન નું નામ, તપાસ નો નમ્બર જેવી વિગતો દસ્તાવેજ કરવી મદદરૂપ થઇ શકે છે

Source: AAP
ફ્રી ફોનસેવા નમ્બર : 1800 000 634.
જો આપને ઇન્ટરપ્રિટર ની જરૂર હોય તો TIS રાષ્ટ્રીય સેવા નો સંપર્ક કરવો: 13 14 50.
આ વિષય પર વધુ માહિતી માટે મુલાકત લ્યો : Missing people: A guide for families and friends of missing people.
Share

