સેટલમેન્ટ ગાઈડ : કામકાજી સ્થળ પર સુરક્ષાને લગતી જાણવા જેવી 5 બાબતો

ઓસ્ટ્રેલિયામાં કામદારોને હક્ક છે કે તેઓ અસુરક્ષિત રીતે કે અસુરક્ષિત પરિસ્થિતિમાં કામ કરવાથી ઇન્કાર કરી શકે છે. પણ, બહુસાંસ્કૃતિક સમુદાયોમાંથી આવતા કામદારો કામકાજ પરની સલામતી અંગેની જરૂરતો માટે મોટાભાગે ચૂપ રહે છે.

Work safety

Source: public domain

1. તમારા માલિકે આટલું કરવું જ જોઈએ

માલિક માટે ફરજીયાત છે કે તે કામદારને સુરક્ષિત રીતે કામ કરવાની રીત જણાવે, કોઈ માર્ગદર્શકની નિમણુક પણ કરી શકે. યોગ્ય લાયસન્સ વગર જે-તે કામ કરવા ન આપે. દા.ત. લાયસન્સ વગર ગાડી ચલાવવા ન દેવી, ખાસ લાયસન્સ વગર ક્રેન કે ફોરલિફ્ટનું કામ ન આપવું. સોંપાયેલ કામ મુજબના જરૂરી અને યોગ્ય સાધનો પુરા પાડવા અને જો જરૂરી હોય તો સલામતીના સાધનો પણ પુરા પાડવા.

Forklift driver
Source: AAP

2. તમારે તમારી જાતને કામ પર સુરક્ષિત રાખવા માટે આટલું ફરજીયાત કરવું

તમારે કામના સ્થળ પર પોતાની સુરક્ષા અને સ્વાસ્થ્યની કાળજી રાખવી જ જોઈએ. તમે તમને સોંપાયેલ કામને કરવા માટે ફિટ અને તંદુરસ્ત હોવા જરૂરી છો. કામના સ્થળે કોઈ પ્રકારનો નશો, ગેરકાનૂની ડ્રગ્સનું સેવન ન જ કરવું. કામના સ્થળે એવું કોઈજ કાર્ય કે વર્તન ન કરવું જેથી આપની અને અન્યોની સલામતી જોખમાય.

Safety clothes
Source: Pixabay/Public Domain

3. વાજબી પગાર અને કામકાજની યોગ્ય શરતોનો અધિકાર

ઓસ્ટ્રેલિયામાં ન્યુનતમ પગાર અને કામકાજી શરતોની જોગવાઈ છે. Fair WorkOmbudsman-લોકપાલ નોકરીદાતાઓ અને કામદારોને કામકાજલક્ષી તેમના અધિકારો અને જવાબદારીઓ સમજવામાં મદદ કરે છે. તે આપનો પગાર કેટલો હોવો જોઈએ તે જાણવામાં પણ મદદ કરે છે.

Fair Work Ombudsman
Source: Courtesy of Fair Work

4. કામના સ્થળપર થતી પજવણી (બુલિંગ )

જો કામના સ્થળે આપની પજવણી થતી હોય તો આપ આપના મલિક કે સહકર્મીને તે રોકવા અંગે વાત કરો. જો પજવણી ચાલુ જ રહે તો આપ જે રાજ્ય કે પ્રદેશમાં કામ કરતા હોવ ત્યાંના સરકારી અધિકારીનો સંપર્ક કરી શકો છો. આપ લોકપાલ - Fair Work Commission થી પણ વાત કરી શકો છો અથવા 1300 799 675 નમ્બર પર ફોન કરો.

5. કામના સ્થળે જો આપને જો કોઈ ઇજા તો શું કરવું?

સૌ પહેલા પ્રાથમિક સારવાર લો અથવા કોઈ ડોક્ટર કે નર્સનો સંપર્ક કરો. પોતાની પસન્દના ડોક્ટર પાસે સારવાર માટે જવાનો કામદારને અધિકાર છે. કામદાર ડોક્ટર પાસે મેડિકલ સર્ટિફિકેટ માંગી શકે છે અને તે માલિકને દેખાડી શકે છે. કામદારે માલિકને ઇજા થયાની જાણ કરવી અને ઇન્સિડન્ટ રિપોર્ટ નોંધવો.

Medics
Source: AAP

જો આપને લાગે કે આપનું શોષણ થઇ રહ્યું છે, આપ અસુરક્ષિત અનુભવો કે પછી કામના સ્થળે આપની પજવણી થતી લાગે તો ખાનગી રીતે લોકપાલ Fair Work Ombudsman પાસે અથવા તમારા રાજ્યના કામના સ્થળોએ સુરક્ષા નિયમનકારો પાસે પુછપરછ કરી શકો છો.

ઓસ્ટ્રેલિયામાં કામકાજના સ્થળો એ સલામતી અંગે વધુ જાણકારી માટે મુલાકાત લ્યો - Safe Work Australia.

જો આપને ભાષાંતરની સેવાની જરૂર હોય તો ફોન કરો -131 450.

ભાષાંતરની સેવાઓ 11 જેટલી વિવિધ ભાષાઓમાં ઉપલબ્ધ છે.


1 min read

Published

Updated

By Harita Mehta, Ildiko Dauda




Share this with family and friends


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Watch now