SKIP TO MAIN CONTENT

સેટલમેન્ટ ગાઈડ : ઓનલાઇન પ્લેટફોર્મ પર જાગૃત રહેવા અંગે 5 બાબત

આપની ડિજિટલ માધ્યમ(ઓનલાઇન) પર ઉપલબ્ધ વ્યક્તિગત અને નાણાકીય માહિતીને આ સરળ પગલાં લઇ સુરક્ષિત રાખી શકાય છે.

Cyber security
Source: Getty

1 min read

Published

Updated

By Harita Mehta, Ildiko Dauda



Skip to article content

1. તમારી જાતને અને તમારા મોબાઇલને સુરક્ષિત રાખો

જો આપનો મોબાઇલફોન સુરક્ષિત ન હોય, અને ચોરાઈ જાય તો આપની ઓળખ, નાણાકીય વિગતો જેવી સંવેદનશીલ માહિતીનો દુરુપયોગ થઇ શકે છે. આથી આપનો મોબાઇલફોન હંમેશા આપની પાસે રાખો.

Protect your mobile device
Source: Getty Images

2. આપના કમ્પ્યુટરને સુરક્ષિત રાખો

આપના કમ્પ્યુટરને સુરક્ષિત રાખવા માટે તજજ્ઞની સલાહ લ્યો, એડમિનિસ્ટ્રેટર પાસવર્ડ અધિકૃત વ્યક્તિની સંખ્યા સીમિત રાખવી તથા આપના સર્વર માટે ફાયરવોલ વાપરવું સલાહભર્યું છે. આ ઉપરાંત નિયમિત રીતે ડેટાનું બેકઅપ લેવું અને આ બેકઅપને સુરક્ષિત જગ્યાએ રાખવું. આ ખુબ મહત્વનો ડેટા હોવાથી ફક્ત અધિકૃત વ્યક્તિ વડે જે ઉપયોગમાં લઈ શકાય તેવી જોગવાઈ રાખવી.

Secure your computer
Source: Getty Images

3. વ્યક્તિગતમાહિતી અને પ્રાઇવસીની જાળવણી

આપની વ્યક્તિગત વિગતોની ખાસ ધ્યાન રાખવી કેમકે આપની વિગતો ચોરીને કોઈપણ વ્યક્તિ આપના બેન્ક એકાઉન્ટને વાપરી શકે છે, ક્રેડિટ કાર્ડ કે કોઈ લોન આપના નામે લઇ શકે છે, કોઈ કલ્યાણના લાભ પર હક્ક કરી શકે છે. ટૂંકમાં આપની ક્રેડિટ બગાડી શકે છે.

Protect your privacy
Source: Getty Images

4. પાસવર્ડ જણાવવો નહિ

કોઈપણ વ્યક્તિ સાથે પાસવર્ડ વહેંચવો નહિ. સુરક્ષાની દ્રષ્ટિએ આપનો પાસવર્ડ મજબૂત હોવો જોઈએ જેમાં આદર્શ રીતે નમ્બર , લેટર્સ, ખાસ ચિન્હોનું મિશ્રણ હોવું જોઈએ, અને તે 8 કેરેક્ટર જેટલો લાંબો હોવો જોઈએ.

Protect your password
Source: AAP

5. આપના ઈન્ટરનેટ કનેક્શનને સુરક્ષિત રાખો

બહારની દુનિયાથી આપને જોડવાનું માધ્યમ છે આપનું ઇન્ટરનેટ. જો આ કનેક્શન સુરક્ષિત ન હોય તો કોઈપણ વ્યક્તિ આપની માહિતી જાણી શકે છે, અથવા આપના કનેક્શનને પચાવી પાડી શકે છે - પોતાના ઉપયોગ માટે વાપરી શકે છે.

Secure your internet connection
Source: Getty Images

જો આપને લાગતું હોય કે આપની પ્રાઇવસીનો ભંગ થયો છે, તો આપ ઓસ્ટ્રેલિયન ઇન્ફોર્મેશન ફોર અસિસ્ટન્સનો સંપર્ક કરી શકો છો. જે માટેનો ફોન નમ્બર છે 1300 363 992.

ઓનલાઇન સુરક્ષાને લઈને મળેલ ચેતવણી અને સાઇબર શબ્દોની શબ્દાવલીની યાદી જોવા માટે આપ Stay Smart Online ની મુલાકાત લઇ શકો છો.


Follow SBS Gujarati

Download our apps

Watch on SBS

SBS World News

Take a global view with Australia's most comprehensive world news service

Stream now