1. કેરર્સ જૂથનો ભાગ બનવું
ઓસ્ટ્રેલિયાની સેવાઓનો લાભ લેવા અંગ્રેજી ભાષાનું જ્ઞાન જરૂરી છે. અંગ્રેજી ભાષાનું જ્ઞાન ન હોવું કે સીમિત જ્ઞાન હોવું એ કેરર્સ માટે પરિસ્થિતિ મુશ્કેલ બનાવે છે. આથી ઓસ્ટ્રેલિયાભરમાં ખાસ carer support groups છે.

2. કોઉન્સેલલિંગ સેવા મેળવવી
બહુસાંસ્કૃતિક સમુદાયના કેરર્સ સામાજિક એકલતા, ભાષાની આવળત અને સાંસ્કૃતિક અલગાવ જેવા પ્રશ્નો અંગે મદદ લેતા ખચકાય છે. ઓસ્ટ્રેલિયામાં કેરર્સ માટે આવી વિકટ પરિસ્થિતિમાંથી રસ્તો કેવીrite કાઢવો તે અંગે માર્ગદર્શન આપવા counselling services ઉપલબ્ધ છે.

3. વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવો
જે વ્યક્તિની કેરર વડે સંભાળ લેવાતી હોય તે કોઈ અન્ય કાર્યક્રમ કે સેવાનો લાભ લે તો કેરર ને સહેજ રાહત મળી શકે છે. Carer Support વડે અંગ્રેજી ભાષા ન બોલતા કેરર માટે ઘણા વિકલ્પો છે.

4. સેન્ટરલિંક દ્વારા મળતી સહાય
બાળકો અને વડીલોની દરરોજ સંભાળ રાખતા કેરરને સેન્ટરલિંક મારફત પખવાડિક $123.50નું ભથ્થું મળવા લાયક છે. દરેક કેસ આધારિત અન્ય સહાય કે ભથ્થા માટે કેરર Centrelink મારફત લાયક હોઈ શકે. .

5. ભાષા અને અર્થઘટન સેવાઓ
Carers Australia દ્વારા કેરર્સ માટે વિવિધ ભાષાઓમાં સંસાધનો તૈયાર કરાયેલ છે. આ ઉપરાંત 131450 પર ફોન કરી ભાષાંતર અને અર્થઘટન સેવાઓનો લાભ પણ લઇ શકાય. બહુસંસ્કુતિક સમુદાયો સાથે કામ કરવાની ખાસ તાલીમ લીધેલ કેરર સપોર્ટ ઓફિસરની મદદ પણ લઇ શકાય છે.

વધુ માહિતી માટે મુલાકાત લ્યો Carers Australia અથવા આપ ફોન કરી શકો છો 1800 242 636.
Share

